તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

RTOને નંબરની કમાણી:અમદાવાદીઓએ ફેવરિટ નંબર મેળવવા લાખોની બોલી લગાવી, WC સિરીઝના 1 નંબર માટે રૂ.4 લાખ ખર્ચ્યા

અમદાવાદ3 મહિનો પહેલા
  • WB સિરીઝના બીડિંગમાં 123 લોકોએ ભાગ લીધો અને RTOને રૂ. 9.15 લાખની કમાણી
  • WC સિરીઝ 697 લોકોએ ભાગ લીધો અને RTOને રૂ. 59.91 લાખની કમાણી

અમદાવાદ શહેરમાં RTO દ્વારા LMV વાહનોની નવી સિરીઝમાં ગોલ્ડન અને સિલ્વર ચોઇસ નંબર માટે જાન્યુઆરી અને મે મહિનામાં E-AUCTION કર્યું હતું. જેમાં લોકોએ આ ઓનલાઈન બીડિંગમાં ભાગ લઈને પોતાના માટે ચોઇસ નંબર પસંદ કરી શકે છે. જો કે, આ કોરોના મહામારી વચ્ચે પણ અમદાવાદી પોતાના મનપસંદ નંબરની નંબરપ્લેટ લેવા માટે લાખો રૂપિયાનો ખર્ચો કર્યો હતો. નંબર- 1 નંબરના 4 લાખ અને 9ના 2 લાખ ખર્ચી નાંખ્યા છે.

બે સિરીઝમાં RTOને લાખોની આવક થઈ
જાન્યુઆરીમાં WB સિરીઝના બીડિંગમાં 123 લોકોએ ભાગ લીધો હતો અને તેમાં RTOને રૂ. 9.15 લાખ રૂપિયાની આવક થઈ છે. સાથે મે મહિનામાં WC સિરીઝમાં 697 લોકોએ ઓનલાઈન બીડિંગમાં ભાગ લીધો હતો. જેમાં RTOને રૂ. 59.91 લાખ રૂપિયાની આવક થઈ છે. લોકો અમુક નંબર લેવા માટે લાખો રૂપિયા ખર્ચી નાખે છે, જેમાં એવા નંબરોની વાત કરીએ તો WB સિરીઝમાં સૌથી વધારે 9 નંબર માટે રૂ. 1,94,000માં નંબર ખરીદાયો છે અને WC સિરીઝમાં સૌથી વધારે 1 નંબર માટે રૂ. 4,01,000 અને 1111 નંબર માટે રૂ. 2,17,000 રૂપિયામાં નંબર ખરીદયા છે.

RTOમાં મનપસંદ નંબરની ઓનલાઈન હરાજી થઈ
અમદાવાદ RTOએ પસંદગીના નંબરો મેળવવા ઈચ્છતા વાહન માલિકો માટે ઓનલાઈન હરાજીમાં ભાગ લીધો હતો. જેમાં ગોલ્ડન નંબર, સિલ્વર નંબર તથા અન્ય પસંદગીના નંબરોની હરાજી કરવામાં આવી હતી. જેમાં ગોલ્ડન નંબરની બેઝ પ્રાઈસ ટુ તથા થ્રી વ્હીલર માટે 8000 અને ફોર વ્હીલર માટે 40000 રૂપિયા રાખવામાં આવી હતી. સિલ્વર નંબર માટેની બેઝ પ્રાઈસ 3500 અને 15000 રૂપિયા તથા અન્ય નંબરો માટે બેઝ પ્રાઈસ 2000 અનેં 8000 રૂપિયા રાખવામાં આવી હતી.