શ્રાવણ માસ નિમિતે અમદાવાદી યુવાન અનોખી સેવા આપી રહ્યો છે. સગર્ભા મહિલાઓને પોષણક્ષમ આહાર મળી રહે તે હેતુથી કીટ આપવાનો સરાહનીય કાર્ય આજથી નરોડા અર્બન હેલ્થ સેન્ટરથી શરૂ કરવામાં આવ્યુ છે. સગર્ભા મહિલાઓ સમયાંતરે ચેકઅપ માટે અબર્ન હેલ્થ સેન્ટર પર આવતી હોય છે. ત્યારે આવી મહિલાઓ અંગેની વિગત પ્રવિણસિંહ પરમારે એકઠી કરી અને બાદમાં શ્રાવણ માસની શરૂઆતમાં આવી જરૂરિયાત મંદ મહિલાઓને બોલાવી આહાર કીટ આપવામાં આવી.
કોરોનાકાળમાં કારને એમ્બ્યુલન્સ અને અંતિમયાત્રા વાનમાં ફેરવી
કોરોનાકાળમાં પોતાની બંને કારને એમ્બ્યુલન્સ અને અંતિમયાત્રા વાનમાં ફેરવવાની હિંમત દાખવનાર પ્રવિણસિંહ પરમાર ઉર્ફે બોડા દરબાર સેવાકીય પ્રવૃત્તિમાં હંમેશા આગળ રહ્યા છે. હવે તેઓએ પોતાના શક્તિ ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદ સગર્ભા મહિલાઓ માટે સેવા કાર્ય શરૂ કર્યું છે.
સગર્ભા મહિલાને જોઈને સેવાનો વિચાર આવ્યો
શક્તિ ગ્રુપને આ કાર્ય કરવા પ્રેરણા ક્યાંથી મળી તે અંગે પૂછતાં પ્રવીણ સિંહ પરમારે કહ્યું કે, અમારી ઓફિસ પાસેથી એક મહિલા ચાલી ન શક્તા વિરામ કરવા બેઠા હતા. તેમને પૂછતાં પાણી માંગ્યું અને ઘરે મુકી જવાનું આશ્વાસન આપ્યું. અને ઘરમાં જોતા જરૂરિયાતી સગર્ભા લાગી હતી. જેને પગલે પ્રાથમિક તબક્કે આર્થિક સહાય કરી. બાદમાં શક્તિ ગ્રુપે આવી સગર્ભા અને જરૂરિયાતમંદ મહિલાઓની સેવા કરવાનું મન બનાવ્યું.
250થી વધુ સગર્ભાઓને કીટ અપાઈ
250થી વધુ મહિલાઓને સીંગ, ચણા, મગ, ખજૂર, ગોળ અને બિસ્કિટ સહિતની સામગ્રીઓનું અર્બન હેલ્થ સેન્ટર ખાતે વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે નરોડા અર્બન હેલ્થ સેન્ટરના ડોકટર, સ્થાનિક કોર્પોરેટરો પણ હાજરી આપી સેવાકીય પ્રવૃત્તિ ચાલુ રાખવા આશીર્વાદ આપ્યા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.