તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માતાનું દુઃખ જોઈને મળી ‘કેશદાન’ની પ્રેરણા:માથાના વાળ ગુમાવતી કેન્સર પીડિત યુવતીઓ માટે અમદાવાદી મહિલાએ લગ્નતિથિએ જ મુંડન કરાવી વાળ દાનમાં આપ્યા

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
વાળ દાન કરનારી 35 વર્ષીય પરિણીતા અને 8 વર્ષની પુત્રીની માતા ડિમ્પલ મકવાણાની તસવીર - Divya Bhaskar
વાળ દાન કરનારી 35 વર્ષીય પરિણીતા અને 8 વર્ષની પુત્રીની માતા ડિમ્પલ મકવાણાની તસવીર
  • કેન્સરની સારવારમાં વાળ ગુમાવનારી માતાની હાલત જોઈને પ્રેરણા લીધી હતી

3 વર્ષ પહેલા મારી નજર સમક્ષ મારા 55 વર્ષીય માતાને બ્રેસ્ટ કેન્સર થયું હતું. જેના કારણે તેમના માથાના વાળ ઉતરી ગયા હતાં. માથામાં વાળ નહીં હોવાથી ક્ષોભજનક પરિસ્થિતિ સર્જતા માતાના ચહેરા પરનું સ્મિત ઓસરી ગયું હતું. ત્યારે જ મે નક્કી કર્યું હતું કે, મારી માતાની જેમ અન્ય મહિલાઓ કે નાની ઉંમરની યુવતિઓ કે જે કેન્સરની બીમારીથી પીડાય છે અને તેમના માથાના વાળ ઉતરી ગયા છે. આવા લોકોના જીવનમાં સ્મિત લાવવા માટે કેશદાન કરવાનું મહત્વ સમજાયું હતું. આથી મે મારા લગ્નતિથિના દિવસે પતિ અને દીકરીની હાજરીમાં મારા માથાનું મુંડન કરાવી ‘કેશદાન’ કર્યુ. આ શબ્દો છે 35 વર્ષીય પરિણીતા અને 8 વર્ષની પુત્રીની માતા ડિમ્પલ મકવાણાના.

માતાના વાળ કેન્સને લીધે ઉતરી ગયા હતા
દાણીલીમડા વ્રજ કુટિરમાં ડિમ્પલબેન તેમના પતિ શૈલેષ અને 8 વર્ષની દીકરી સાથે રહે છે. 12 માં ધોરણ સુધી અભ્યાસ કરેલા ડિમ્પલબેનના માતા પ્રેમિલાબેનને 3 વર્ષ પહેલા બ્રેસ્ટ કેન્સર થયું હતું. જેમાં તેમના માથાના વાળ ઉતરી ગયા હતાં. અને સાવ ટકલું થઇ ગયા હતાં. સ્ત્રીની સુંદરતા તેના વાળ છે. દરેક સ્ત્રી પોતાના માથાના વાળ માટે ભારે જહેમત કરે છે. માતાના વાળ ઉતરી જતાં તેઓ ભારે ક્ષોભ અનુભવતા હતાં.

કેન્સપીડિત મહિલાઓ વીગ પહેરી શકે તે માટે કરાવ્યું મુંડન
મારા નાના ભાઇની સગાઇ વખતે તેમણે વિગ બનાવવાની માગ કરી હતી. પરંતુ એ વખતે વિગ બનાવી શક્યા નહોતા. એ વખતે મને એક સ્ત્રી તરીકે મારી માતાની લાગણીનો અહેસાસ થતો હતો. મારી માતાને ખુશ રાખવા માટે જે તે સમયે મારા બન્ને ભાઇઓએ મુંડન કરાવ્યું હતું. પરંતુ માથામાં વાળ વગરની સ્ત્રીની મનોવ્યથા કળવી ઘણી અઘરી છે. બસ મે એ જ દિવસથી નક્કી કર્યુ હતું કે, કેન્સર પીડિત યુવતિઓ, મહિલાઓ વિગ પહેરી શકે માટે મારા માથામાં મુંડન કરાવી કેશદાન કરીશ. જે સ્વપનું મે મારા પતિ અને દિકરીની મદદથી પૂરું કર્યુ છે. અને મારા જીવનનું સૌથી મોટું દાન કર્યુ હોય તેવો મને અહેસાસ થઇ રહ્યો છે.

કોરોનામાં વિનામૂલ્યે માસ્ક પણ વહેંચ્યાં હતાં
સામાજિક કાર્યકર્તા તરીકે ડિમ્પલબેને કોરોના મહામારીમાં સામાજિક જવાબદારીઓ પણ નિભાવી છે. તેમણે પોતાના વિસ્તારમાં લોકોને વિના મૂલ્યે માસ્ક અને સેનેટાઇઝર વિતરણ કર્યા છે. જરૂરિયાતમંદોને કોઇ પણ પ્રકારની નાની મોટી તકલીફ પડે તો તેઓ તરત જ દોડી જાય છે.

અન્ય સમાચારો પણ છે...