પ્રચારમાં રોબોટ પણ વચનો આપશે:ઉમેદવારની સાથે ભગવાધારી રોબોટ પણ પ્રચાર કરશે, રિમોર્ટથી ઓપરેટ થશે

અમદાવાદ18 દિવસ પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતદાન આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે રાજકીય પક્ષો દ્વારા ડોર ટુ ડોર, રેલી સ્વરૂપે,ઢોલ ડીજે સાથે,સોશિયલ મીડિયામાં તથા અનેક રીતે પ્રચાર થાય છે. પરંતુ અમદાવાદના એન્જિનિયર યુવકે પ્રચાર માટે રોબોટ બનાવ્યા છે. ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઉમેદવારની સાથે સાથે રોબોટ પણ હવે રાજકીય પક્ષનો પ્રચાર કરશે. યુવકે બનાવેલ એક રોબટ તો નડિયાદના ઉમેદવાર સાથે પ્રચારમાં પણ લાગી ગયો છે. બીજા બનાવેલા રોબોટ અમદાવાદ, સુરત અને રાજકોટમાં આપવામાં આવશે.

કોઈપણ માણસ સરળતાથી ઉપયોગ કરી શકશે
કોઈપણ માણસ સરળતાથી ઉપયોગ કરી શકશે

રોબોટ પણ માણસોની જેમ વચન આપશે
આકાશ ગજ્જર નામના એન્જિનિયર યુવકે અત્યાર સુધી 40 રોબોટ બનાવ્યા છે. ગત વર્ષે આકાશે રોબોટિક કેફે પણ બનાવ્યું હતું. ત્યારે હવે ચૂંટણી આવતા આકાશે ચૂંટણી માટે રોબોટ બનાવ્યા છે. આ રોબોટ સામાન્ય કાર્યકર્તાની જેમ ઉમેદવાર સાથે જઈને પ્રચાર કરશે. રોબોટ પણ માણસોની જેમ વચન આપશે તથા કરેલા કામો લોકોને બતાવશે. ડિજિટલ યુગમાં રોબોટથી 2022ની ચૂંટણીમાં ગુજરાતમાં પ્રથમ વખત પ્રચાર કરવામાં આવશે.આ ચૂંટણીમાં રોબોટ સફળ જશે તો 2024ની ચૂંટણીમાં ખૂબ રોબોટ પ્રચાર કરે તે માટે મોટો પ્રોજેકટ શરૂ કરવામાં આવશે.

ચૂંટણી પ્રચાર માટે ખાસ રોબોટ તૈયાર કર્યાં
ચૂંટણી પ્રચાર માટે ખાસ રોબોટ તૈયાર કર્યાં

10 રોબોટ ચૂંટણી પ્રચાર માટે બનાવ્યા
આકાશ ગજ્જરે કુલ 10 રોબોટ ચૂંટણી પ્રચાર માટે બનાવ્યા છે. જેમાંથી એક રોબોટ નડિયાદમાં ભાજપના ઉમેદવાર પંકજ દેસાઈને આપવામાં આવ્યો છે. જેનો ઉપયોગ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. ત્યારે હવે અમદાવાદની બાપુનગર વિધાનસભામાં પણ ભાજપના ઉમેદવાર દિનેશ કુશવાહને પ્રચાર માટે રોબોટ આપવામાં આવશે. આ ઉપરાંત રાજકોટ,સુરત સહિત અલગ અલગ શહેરમાં પણ રોબોટ પ્રચાર માટે આપવામાં આવશે.

રોબોટ માણસની જેમ લોકો સાથે વાત કરી શકશે
રોબોટ માણસની જેમ લોકો સાથે વાત કરી શકશે

રોબોટ રિમોટથી ઓપરેટ થઈ શકશે
રોબોટ સંપૂર્ણ પણે મેડ ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત હેઠળ ભારતમાં જ બનાવવામાં આવ્યા છે.રોબોટની અંદરની તમામ વસ્તુ ભારતમાં બનેલી જ વાપરવામાં આવી છે.એક રોબોટની કિંમત આમ તો 1.50 લાખ રૂપિયા છે પરંતુ ચૂંટણીમાં વિના મૂલ્યે પ્રચાર માટે આપવામાં આવશે. રોબોટ રિમોટથી ઓપરેટ થઈ શકશે.રોબોટમાં સોફ્ટવેર પણ ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે. જેથી તે માણસની જેમ વાત કરી શકશે. આ ઉપરાંત રોબોટ ઉમેદવાર સાથે પ્રચારમાં જઈ શકશે.

રોબોટમાં ખાસ સોફ્ટવેર મુકવામાં આવ્યું છે
રોબોટમાં ખાસ સોફ્ટવેર મુકવામાં આવ્યું છે

ચૂંટણી માટેની ખાસ તૈયારી કરવી પડી
આકાશ ગજ્જરે જણાવ્યું હતું કે, રોબોટ બનાવવા 4 વર્ષ જેટલો સમય થયો હતો.રોબોટ તૌયારી થયા બાદ તેની અંદર ચૂંટણી માટેની ખાસ તૈયારી કરવી પડી છે. સામાન્ય કાર્યકર્તાની જેમ તે બોલી શકે તે માટે સ્પીકર અને ચિપ રાખવામાં આવી છે. રોબોટે શુ બોલવું તે પણ રેકોર્ડ કરીને અંદર સેટ કરવામાં આવ્યું છે.રોબોટ કોઈ પણ વ્યક્તિ ખૂબ જ સરળતાથી ઓપરેટ કરી શકે તેવી વ્યવસ્થા રાખવામાં આવી છે.

નડિયાદમાં સૌ પ્રથમ વખત રોબોટનો પ્રચારમાં ઉપયોગ કરવામાં આવ્યો
નડિયાદમાં સૌ પ્રથમ વખત રોબોટનો પ્રચારમાં ઉપયોગ કરવામાં આવ્યો

ડિજિટલ ઇન્ડિયા માટે રોબોટને પ્રચારમાં ઉતારીશું
ભાજપના આઇટી ટીમના કારોબારી સભ્ય ધ્રુવ પંડિતે જણાવ્યું હતું કે અમે 10 રોબોટ માટેનો પ્લાન બનાવ્યો છે.ડિજિટલ ઇન્ડિયા માટે રોબોટને પ્રચારમાં ઉતારીશું. ભાજપે કરેલ વાયદા જેમાંથી ડિજિટલ ઇન્ડિયાનો પ્રચાર લોકો સામે હવે રોબોટ કરશે.અનેક વાયદા પુરા કર્યા છે તે રોબોટના માધ્યમથી ડિસ્પ્લેમાં પણ બતાવવામાં આવશે.નડિયાદમાં એક આપ્યો છે હવે અમદાવાદ,સુરત,રાજકોટ સહિતના જિલ્લામાં રોબોટ આપીશું.

અન્ય સમાચારો પણ છે...