તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિયમ બેઅસર:અમદાવાદીઓ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગમાં બેદરકાર, બે દિવસમાં રૂ. 56.10 લાખનો દંડ વસુલાયો, રોજના 300થી વધુ ગુના નોંધાયા

અમદાવાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પોલીસે અત્યાર સુધીમાં 2.89 લાખ અમદાવાદીઓ પાસેથી રૂ. 15.86 કરોડનો અધધ દંડ વસુલાયો

રાજ્યમાં કોરોનાના કેસો વધતાં ગુજરાત હાઈકોર્ટે માસ્ક ન પહેરનાર લોકો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. કોરોના સંક્રમણથી બચવા માટે માસ્ક પહેરવું ફરજિયાત છે છતાં માસ્ક ન પહેરવામાં અમદાવાદીઓ બેદરકાર જણાયા છે. શહેર પોલીસે બે દિવસમાં 5600 જેટલા લોકો પાસેથી રૂ. 56.10 લાખનો દંડ વસુલ કર્યો છે. માસ્ક પહેરવામાં સૌથી વધુ બેદરકાર લોકો અમદાવાદના કોટ વિસ્તારમાં કાલુપુર, ખાડિયા, જમાલપુર, સરસપુર, નરોડા રોડ, શહેરકોટડા તેમજ સોલા અને ઘાટલોડિયા વિસ્તારમાં ઝડપાયા છે. દરેક વિસ્તારમાંથી 100થી વધુ લોકોને માસ્ક વગર પકડી તેમની પાસેથી 1000 રૂપિયાનો દંડ વસુલ કર્યો છે.

ગઈકાલે 3260 લોકોને પકડી રૂ.32.60 લાખનો દંડ વસૂલ્યો
અમદાવાદ શહેર પોલીસે અત્યાર સુધીમાં 2.89 લાખ અમદાવાદીઓને માસ્ક ન પહેરવા બદલ કુલ રૂ. 15.86 કરોડ રૂપિયાનો દંડ વસુલ કર્યો છે. અમદાવાદમાં બે દિવસથી રોજ 1500 જેટલા લોકોને પોલીસ દ્વારા માસ્ક ન પહેરવા બદલ ઝડપી અને દંડ કરવામા આવી રહ્યો છે. શુક્રવારે 2410 જેટલા લોકોને પકડી રૂ. 24.10 લાખનો જ્યારે શનિવારે 3260 લોકોને પકડી રૂ. 32.60 લાખનો એમ મળી બે દિવસમાં રૂ. 56.70 લાખનો દંડ વસુલ કરવામાં આવી રહ્યો છે. દરેક વિસ્તારમાં હવે 50થી વધુ લોકો માસ્ક વગર પોલીસના હાથે ઝડપાય છે.

33407 જેટલી ફરિયાદમાં 42228 આરોપીઓની ધરપકડ
એપેડેમીક એકટ, જાહેરનામા ભંગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટના ભંગ બદલ 33407 જેટલી ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં 42228 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદમાં રોજની 300થી વધુ ગુના માત્ર એપેડેમીક એકટ, જાહેરનામા ભંગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટના નોંધાય છે અને તેટલા જ આરોપીઓ ઝડપાઈ રહ્યા છે. આ તમામ પરથી સ્પષ્ટ છે કે અમદાવાદીઓ માસ્ક પહેરવા અને કરફ્યુ પાલનમાં બેદરકાર જણાઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો