તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સફળતા:અમદાવાદી યુવકે NASAએ આપેલી ડિઝાઈનમાં ફેરફાર કરી વધુ એડવાન્સ વેન્ટિલેટર બનાવ્યું, ટેબ્લેટથી જાણી શકાશે દર્દીની સ્થિતિ

અમદાવાદ3 મહિનો પહેલા
  • દુનિયાભરની 5000 કંપનીઓમાં અમદાવાદના યુવકની કંપનીને એપ્રુવલ મળ્યું હતું
  • બાયો પેપ અને હાઈ ફ્લો સુવિધા સજ્જ આ વેન્ટીલેટરની કિંમત 3.5થી 4 લાખ રૂપિયા છે

કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજન મશીન, વેન્ટિલેટર અને બાયોપેપની જરૂરિયાત વધી છે ત્યારે અમદાવાદના યુવકે પોતાની એન્જીન્યરીંગ કંપનીમાં વેન્ટિલેટર બનાવવાનું શરૂ કર્યું છે. યુવકને NASA તરફથી ડિઝાઇન આપવામાં આવી હતી અને યુવકે NASAની ડીઝાઈન કરતા પણ સારું વેન્ટિલેટર બનાવ્યું છે.

વિશ્વની 5000થી વધુ કંપનીઓ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું
સિદ્ધાર્થ ભંડારી નામના અમદાવાદના યુવક ઇલેક્ટ્રોથર્મ સોલાર લિમિટેડ નામની કંપની ચલાવે છે. ગત વર્ષે કોરોના શરૂ થતા કંપનીએ વેન્ટિલેટર બનાવવાની તૈયારી કરી હતી, ત્યારે NASA દ્વારા કેટલીક કંપનીઓને વેન્ટિલેટરની ડીઝાઈન માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. દુનિયાભરની 5000 કરતા વધુ કંપનીઓ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી 300 કંપની પસંદ થઈ હતી અને તેમના ઇન્ટરવ્યૂ થયા હતા બાદમાં કુલ 27 કંપનીની પસંદગી કરવામાં આવી હતી. 27 કંપનીમાં ભારતની 4 કંપની છે જેમાંથી ગુજરાતની એક માત્ર સિદ્ધાર્થ ભંડારીની ઇલેક્ટ્રોથર્મ નામની કંપની પસંદ થઈ હતી.

વેન્ટિલેટરનો ઉપયોગ 18 વર્ષથી ઉપરની વયના તમામ લોકો કરી શકે છે
વેન્ટિલેટરનો ઉપયોગ 18 વર્ષથી ઉપરની વયના તમામ લોકો કરી શકે છે

NASAની ડિઝાઈન કરતા પણ વધુ ફેસિલિટીનું વેન્ટિલેટર તૈયાર કર્યું
સિદ્ધાર્થ ભંડારી કંપનીની પસંદગી થતાં તેમને NASA તરફથી વેન્ટિલેટર બનાવવા માટેની ડિઝાઇન આપવામાં આવી હતી. ડિઝાઇનના આધારે કંપનીએ વેન્ટિલેટર બનાવવાનું શરૂ કર્યું હતું. NASAએ આપેલ ડિઝાઈનમાં સુધારો કરીને તેનાથી પણ સારી ગુણવત્તા અને ફેસિલિટી ધરાવતું વેન્ટિલેટર તૈયાર કર્યું હતું. જેમાં બાયો પેપ અને હાઈ ફ્લોની પણ સુવિધા રાખવામાં આવી હતી. વેન્ટિલેટરનો ઉપયોગ 18 વર્ષથી ઉપરની વયના તમામ લોકો કરી શકે છે.

બાયો પેપ અને હાઈ ફ્લો સુવિધા સાથે આવશે આ વેન્ટિલેટર
વેન્ટિલેટર સાથે ટેબ્લેટ પણ આપવામાં આવ્યું હતું જેની વિશેષતા છેકે, વેન્ટિલેટરની એપ્લિકેશન દ્વારા સમગ્ર વેન્ટિલેટરની સ્થિતિ અને દર્દીની સ્થિતિ જાણી શકાય છે. સમગ્ર સ્થિતિની PDF પણ ટેબ્લેટ આવશે, જે અન્યને મોકલી શકાય છે. સામાન્ય વેન્ટિલેટરમાં બાયો પેપ અને હાઈ ફલો હોતું નથી જ્યારે આ વેન્ટિલેટર બંને સુવિધા પણ રાખવામાં આવી છે.

સામાન્ય વેન્ટિલેટરમાં બાયો પેપ અને હાઈ ફલો હોતું નથી જ્યારે આ વેન્ટિલેટર બંને સુવિધા પણ રાખવામાં આવી
સામાન્ય વેન્ટિલેટરમાં બાયો પેપ અને હાઈ ફલો હોતું નથી જ્યારે આ વેન્ટિલેટર બંને સુવિધા પણ રાખવામાં આવી

ભારતની 4 કંપનીમાંથી એક કંપની ગુજરાતની
કંપનીના અન્ય ડાયરેકટર કપિલ શાહે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, NASA એ ગત વર્ષે વેન્ટિલેટર બનાવ્યું હતું જે માટે ડિઝાઈન પણ જાહેર કરી હતી. આ ડિઝાઈન માટે મેં પણ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. દુનિયાભરની 5000 કરતા વધુ કંપનીઓમાં અમારી કંપનીને વેન્ટિલેટર બનાવવા એપ્રુવલ મળ્યું હતું. પરંતુ તે માટે NASA ના વીડિયો કોન્ફરન્સ દ્વારા ઇન્ટરવ્યૂ પણ ચાલ્યું હતું. ડિઝાઈન ભારતની 4 કંપનીઓને મળી જેમાંથી ગુજરાતની અમારી એક માત્ર કંપની છે જેથી અને ઝડપથી કામ શરૂ કર્યું અને NASA એ આપેલ ડિઝાઇન કરતા પણ સારું વેન્ટિલેટર બનાવ્યું હતું.

એક વેન્ટિલેરની કિંમત 3.5થી 4 લાખ
પ્રથમ તબક્કામાં અમે 42 વેન્ટિલેટર બનાવ્યા હતા. જેની સફળતા પૂર્વક ટ્રાયલ પણ લીધો હતો. જેમાંથી અમદાવાદ, કલોલ, ભાવનગર, બિહાર અને મુંબઈની હોસ્પિટલમાં વેન્ટિલેટર પહોંચાડ્યા હતા. અત્યારે બીજા તબક્કાનું કામ ચાલુ છે જેમાં અમે 200 વેન્ટિલેટર બનાવવાનું શરૂ કર્યું છે. હાલની પરિસ્થિતિને જોતા અમે 3.5થી 4 લાખ સુધીમાં એક વેન્ટિલેર આપ્યું છે, જેમાં અમારી કોસ્ટ અને સામાન્ય નફો છે પરંતુ આ જ ગુણવત્તાનું વેન્ટિલેટર 7 લાખમાં પણ મળે છે. અમે આવનાર સમયમાં ઓક્સિજન મશીન માટે પણ પ્રયત્ન કરી રહ્યા છે.