બોગસ બિલિંગ કૌભાંડ:98 કરોડના ગોટાળા મામલે અમદાવાદના યુવકની ધરપકડ, બાપુનગરના યુવકે અમદાવાદ-દિલ્હીની 22 પેઢીને બોગસ બિલ આપ્યાં

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • 17.65 કરોડની બોગસ આઈટીસી મેળવવામાં મદદ કરી હતી

તાજેતરમાં ડાયરેક્ટર જનરલ જીએસટી ઇન્ટેલિજન્સની ટીમે બાપુનગર સરસપુર રોડ પર આવેલી ઇમેન્યુઅલ સોસાયટીમાં રહેતા નિરવ સેમસન ગોહિલે બોગસ પેઢીઓ બનાવી રૂ. 17.65 કરોડની બોગસ આઇટીસી પાસ કરવા બદલ ધરપકડ કરી છે. માત્ર 29 વર્ષના નિરવ ગોહિલે રૂ. 98 કરોડના બોગસ બિલો અમદાવાદ અને દિલ્હીની 22 પેઢીઓને આપ્યા હતા.

સોમવારે ડાયરેક્ટર જનરલ જીએસટી ઇન્ટેલિજન્સે ઓરબિટ કોર્પોરેશનના માલિક નિરવ સેમસન ગોહિલે રૂ. 17.65 કરોડની બોગસ આઇટીસી લીધી હતી. જેમાં તેમણે અત્યાર સુધીમાં રૂ. 98 કરોડના બિલો જુદી જુદી 22 પેઢીને આપ્યા હોવાથી તેની ધરપકડ કરવામાં આવી છે. આ બ્રાઇટ કોર્પોરેશનને અરિહંત મેટલ અને રજત મેટલ દ્વારા જુદી જુદી 22 પેઢીના ગુજરાત અને દિલ્હીના વેપારીઓને બોગસ આઇટીસી પાસ કરી છે. આરોપીએ માલની ડિલેવરી કર્યા વગર બોગસ ઇ-વે બિલ બનાવી આ ક્રેડિટ પાસ કરવાનું કૌભાંડ આચર્યું છે. .

કૌભાંડીઓ દ્વારા આ બિલોની તપાસ કરવામાં આવી ત્યારે ડિપાર્ટમેન્ટને જાણીને આશ્ચર્ય થયું કે જે ટ્રાન્સપોર્ટરોના ડિટેલ આપી છે તે લોકોએ આમના કામ કર્યા નથી. અડધાથી વધારે ટ્રાન્સપોર્ટ વ્હીકલ આરટીઓમાં વેરીફીકેશન કરાવતા તે નંબર સ્કૂટર અને થ્રી વ્હીલરના છે. જેમાં સ્કૂટર અને રીક્ષા દ્વારા 2થી 3 ટન માલની ડિલિવરી કરવામાં આવી હોય તેવા ઇનવોઇસ બનાવામાં આવ્યા છે. આમ માલની ડિલિવરી વગર વેચાણના ખોટાં બિલો બનાવી રૂ. 17 કરોડની ખોટી આઇટીસી 22 વેપારીઓને આપી જીએસટીમાં મોટું કૌભાંડ આચર્યું છે.

અન્ય સમાચારો પણ છે...