તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

અમદાવાદ:યુવતીએ ઓનલાઈન કપડાંની શોપિંગમાં 34 હજાર ગુમાવ્યાં, ગઠિયાએ ડેબિટ કાર્ટની ડિટેલ માંગી પૈસા ઉપાડી લીધા

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

લોકો સોશિયલ મીડિયાનો અને ઓનલાઇન શોપિંગનો વધુ ઉપયોગ કરતા તેમાં છેતરપિંડીના કિસ્સા પણ વધ્યા છે.  સરદારનગરમાં રહેતી એક યુવતીએ એક વેબસાઈટ પરથી કપડાં ખરીદવા ઓર્ડર કર્યો હતો. ઓર્ડર મુજબ સ્ટોક ન હોવાનું કહી ગઠિયાઓએ તેના ડેબિટ કાર્ડની વિગતો માંગી 34,907 રૂપિયા ઉપાડી લીધા હતા. સરદારનગર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. 

શાહીબાગમાં રહેતી રિચા અમીન નામની યુવતી ટૂર એન્ડ ટ્રાવેલ્સનો ઘરે બેઠા બિઝનેસ કરે છે. પતિ રેડીમેડ કપડાંની દુકાન ધરાવે છે. રિચાએ એથેનિકમેનિયા નામની વેબસાઈટ પર 199માં વિન્ટેજ પ્રિન્ટેડ હેરમ ઓર્ડર કર્યું હતું. ઓર્ડર મુજબ ડિલિવરી ન મળતા તેઓએ ફેસબુક પરથી કસ્ટમર કેર નંબર શોધી ફોન કર્યો હતો. ફોન પર જણાવવામાં આવ્યું કે, આ ઓર્ડર મુજબનો સ્ટોક ન હોવાથી એનીડેસ્ક એપ ડાઉનલોડ કરી પેમેન્ટ પરત આપશે. જેથી રિચાએ એપ ડાઉનલોડ કરી હતી. તેમાં ઓર્ડર પેમેન્ટ રીફન્ડ મેળવવા માટે પ્રોસેસ કર્યા બાદ તેઓએ ડેબિટકાર્ડની વિગતો ભરતા જ એકાઉન્ટમાંથી 34,907 રૂપિયા ઉપડી ગયા હતા.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો