તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લવ જેહાદની શંકા:અમદાવાદની સગીરાને દિલ્હીના સાહિલ નામના વિધર્મી યુવકે પ્રેમજાળમાં ફસાવી, સગીરાએ અડધી રાત્રે પ્રેમી પાસે જવા જીદ પકડી

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • નકશીકામ કરતો યુવક અન્ય ધર્મનો હોવાની જાણ સગીરાને 6 મહિના બાદ થઈ.
  • અત્યારે લવ જેહાદના કિસ્સા બને છે મારી દીકરીને બચાવો : સગીરાના માતા-પિતા.

રાજ્યમાં યુવતીઓની સુરક્ષા માટે લવ જેહાદનો કાયદો પસાર કર્યો છે. અમદાવાદમાં લવ જેહાદનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ગીતામંદિર વિસ્તારમાં રહેતી 17 વર્ષીય સગીરાને વિધર્મી યુવકે હિન્દુ ધર્મના ભળતા નામથી પ્રેમજાળમાં ફસાવી હતી. સગીરાને લોભ લાલચ આપી અને પ્રેમમાં આંધળી કરી દેવામાં આવી છે કે અડધી રાતે સગીરા તેના વિધર્મી પ્રેમી સાથે જવા માંગતી હતી. લવ જેહાદના કિસ્સાઓઓથી ડરેલા માતા-પિતાએ પોતાની એકની એક સગીર દીકરીને આમાંથી બહાર લાવવા માટે મહિલા હેલ્પલાઇન 181ની મદદ લીધી હતી. હેલ્પલાઇનની ટીમે સગીરાનું કાઉન્સેલિંગ કર્યું હતું. સગીરાને હાલમાં સુરક્ષાને ધ્યાનમાં રાખી પોકસો મુજબની ફરિયાદ માટે પોલીસને સોંપવામાં આવી છે.

સગીરા ત્રણ વર્ષથી યુવકના પ્રેમમાં છે
મહિલા હેલ્પલાઇન અભયમ 181ને ફોન આવ્યો હતો કે મારી 17 વર્ષની દીકરીએ અડધી રાતે તેના બોયફ્રેન્ડ ઇમરાન સાથે જવાની જીદ પકડી છે. જેથી મહિલા હેલ્પલાઇનની ટીમ તાત્કાલિક સગીરાના ઘરે પહોંચી હતી. સગીરાનું કાઉન્સેલિંગ કરતા તેણે જણાવ્યું હતું કે પોતે હાલ કોલેજમાં અભ્યાસ કરે છે. ત્રણ વર્ષથી મૂળ દિલ્લીના રહેવાસી ઇમરાન નામના યુવક સાથે પ્રેમસંબંધ છે. ગીતામંદિર ખાતે પોતાનો પાનનો ગલ્લો છે અને કયારેક પોતે આ ગલ્લા પર બેસતી હતી. ઇમરાન ગીતામંદિર આસપાસ આવેલા મંદિરોમાં નક્શીકામ કરતો હતો. અવારનવાર ઇમરાન ગલ્લા પર આવતો હતો.

સગીરાને 6 મહિના બાદ જાણ થઈ કે તેનો પ્રેમી અન્ય ધર્મનો છે. ( પ્રતિકાત્મક તસવીર)
સગીરાને 6 મહિના બાદ જાણ થઈ કે તેનો પ્રેમી અન્ય ધર્મનો છે. ( પ્રતિકાત્મક તસવીર)

મહિલા હેલ્પલાઇનની ટીમે સગીરાનું કાઉન્સેલિંગ કર્યું
ઇમરાને પોતાનું નામ સાહિલ હોવાનું જણાવ્યું હતું અને એક દિવસ પોતાનો મોબાઈલ નંબર આપ્યો હતો. બાદમાં બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. બંને એકબીજાને મળવા લાગ્યા હતા અને પ્રેમસંબંધ બંધાયો હતો. છ મહિના બાદ સગીરાને જાણ થઈ હતી કે સાહિલ મુસલમાન છે. પરંતુ ઇમરાનને પોતે ખૂબ જ પ્રેમ કરે છે અને તેના વગર રહી શકીશ નહિ. ઇમરાનનો પરિવાર પણ તેને અપનાવવા માટે તૈયાર છે. મહિલા હેલ્પલાઇનની ટીમે સગીરાનું કાઉન્સેલિંગ કર્યું હતું. પોતે સગીરા છે તેમજ પોકસો કલમ અંગે માહિતી આપી હતી.

મહિલા હેલ્પલાઈને સગીરાનું કાઉન્સિલિંગ કરીને પોલીસને સોંપી ( પ્રતિકાત્મક તસવીર)
મહિલા હેલ્પલાઈને સગીરાનું કાઉન્સિલિંગ કરીને પોલીસને સોંપી ( પ્રતિકાત્મક તસવીર)

પરિવારમાં સગીરા એકની એક દિકરી છે
સગીરાની માતાનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું હતું કે તેઓ એક હોસ્પિટલમાં નોકરી કરે છે અને તેમની આ એકની એક દીકરી છે. અત્યારે લવ જેહાદના કિસ્સાઓ બની રહ્યા છે અને તેમની દીકરીને તેનો ભોગ બનતાં અટકાવવા માટે મહિલા હેલ્પલાઇનની મદદ લીધી છે. મહિલા હેલ્પલાઇનની ટીમે સગીરા અને તેની માતાનું કાઉન્સેલિંગ કરી સગીરાની સુરક્ષાને ધ્યાનમાં રાખી પોલીસ ફરિયાદ કરવા માટે પોલીસને સોંપી હતી.

અન્ય સમાચારો પણ છે...