શહેરમાં એક મહિલાએ પોતાના ઘરમાં ઘુસી આવેલા નજીકના સંબંધીને ઘરમાં આવવા માટે ના પાડી હતી, જેથી સંબંધી યુવકે અદાવત રાખીને મહિલા પર તલવાર વડે હુમલો કર્યો હતો. જેમાં મહિલાના માતા વચ્ચે પડતા તેમને તલવાર વાગી હતી જેના કારણે તેમનું મોત થયું છે. આ મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
સંબંધી યુવક રસોડામાં ઘુસી મટન બનાવતો હતો
સાબરમતીમાં રહેતા કીર્તનકૌર ભાટિયા નામની મહિલાના પુત્રના લગ્ન હતા, જે પતાવીને તેઓ ઘરે આવ્યા હતા. ત્યારે તેમના ઘરના રસોડામાં કોઈ હતું જે અંદર જઈને જોતા તેમનો દુરનો સંબંધી રૂપસિંહ ચીકલીકર હતો, જે મટન બનાવતો હતો. જેથી મહિલાએ રૂપસિંહને કહ્યું કે, આ રીતે ઘરમાં આવવું નહીં. આટલુ કહેતા રૂપસિંહ ત્યાંથી ચાલ્યો ગયો હતો.
જૂની વાતની અદાવત રાખી મહિલાના પર હુમલો
બીજા દિવસે કીર્તનકૌરના દીકરાના લગ્ન નિમિતે જમણવાર હતો, ત્યારે જમીને કીર્તનકૌર એઠવાડ ફેંકવા ચાલીની બહાર ગઈ હતી. આ દરમિયાન રૂપસિંહ ચાલીની બહાર તલવાર લઈને જ ઉભો હતો અને મહિલાને કહ્યું, 'તે કેમ ગઈકાલે મારી સાથે બોલાચાલી કરીને ઝઘડો કરેલો'. આટલું કહીને કીર્તનકૌરને પગના પાછળના ભાગે જાઘ પર તલવાર મારી હતી જે બાદ ડાબા ખભા પર પણ તલવાર મારી હતી.
મહિલાને બચાવવા વચ્ચે પડેલા વૃદ્ધાનું મોત
આ દરમિયાન કીર્તનકૌર બુમો પાડતા બધા ભેગા થયા હતા. ત્યારે કીર્તનકૌરના માતા ઇન્દરકૌર પણ ત્યાં છોડાવવા વચ્ચે પડ્યા. ત્યારે રૂપસિંહ તેમને ધક્કો માર્યો જેથી તેઓ નીચે પટકાયા અને માથામાં ઇજા થતાં બેભાન થઈ ગયા હતા. જે બાદ તેમણે 108 દ્વારા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. આ સમગ્ર મામલે કીર્તનકૌરે તેમના દૂરના સંબંધી રૂપસિંહ સામે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.