તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભૂલ ભારે પડી:અમદાવાદની મહિલાએ 46 વર્ષે બીજા લગ્ન કર્યા, પ્રોસ્ટેટની બીમારીથી પીડાતો પતિ શારીરિક સુખ નહોતો આપી શક્તો, પુત્રવધૂ કચરા-પોતા કરાવતી

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
તસવીર પ્રતીકાત્મક છે. - Divya Bhaskar
તસવીર પ્રતીકાત્મક છે.
  • પહેલી પત્નીએ આપઘાત કર્યો હોવાની વાત બીજી પત્નીથી છુપાવી હતી
  • પુત્રવધૂ પોતાના માસિકના ડાઘ મહિલા પાસે સાફ કરાવતી

અમદાવાદમાં રહેતી 46 વર્ષીય મહિલાએ એક આધેડ સાથે લગ્ન કર્યા છે. લગ્ન બાદ મહિલા પર તેના પતિ તેમજ સાસરિયાં દ્વારા ત્રાસ ગુજારવામાં આવતો હતો તેમજ પતિએ પહેલી પત્નીએ આપઘાત કર્યો હોવાની વાત પણ છુપાવી હતી. પ્રોસ્ટેટની બીમારીથી પીડાતો હોવાથી પતિ બીજી પત્નીને શારીરિક સુખ પણ આપી શકતો ન હતો તેમજ પહેલી પત્નીનો દીકરો તેમજ પુત્રવધૂ મહિલાને માનસિક તેમજ શારીરિક ત્રાસ આપતા હતા. આ સમગ્ર બાબતથી કંટાળી મહિલાએ અંતે પોલીસ સ્ટેશનમાં પતિ સહિત 6 લોકો સામે ફરિયાદ નોંધાવી છે.

અનેક બીમારીઓથી પીડાતો હતો પતિ
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં છેલ્લાં દસ માસથી ભાડે રહેતી 46 વર્ષીય મહિલાના બીજા લગ્ન વર્ષ 2020માં થયા હતા. આ મહિલાના જે પુરુષ સાથે લગ્ન થયા તેના પણ આ બીજા લગ્ન હતા. મહિલાના પતિને અગાઉની પત્નીનાં બે સંતાન હતાં. લગ્ન બાદ મહિલાને જાણ થઈ કે તેના પતિને કોલેસ્ટેરોલ, બ્લડપ્રેશર અને ડાયાબિટીસની બીમારી છે. આ બાબતે વાત કરતાં પતિએ આવેશમાં આવીને કહ્યું હતું કે આ ઉંમરે તો આવી સામાન્ય બીમારી આવે. પતિએ મહિલાને નોકરી છોડવાનું કહી તેની ઓફિસે બેસવાનું કહ્યું હતું, પણ દિયર અને ભાણિયાએ તેની ઓફિસમાં નોકરી કરવાની ના પાડી દીધી હતી.

તસવીર પ્રતીકાત્મક છે.
તસવીર પ્રતીકાત્મક છે.

માતા સમાન સાસુને તુકારે બોલાવતી પુત્રવધૂ
મહિલાના પતિની પહેલી પત્નીએ આપઘાત કર્યો હોવાની પણ વાત તેનાથી છુપાવી હતી. લગ્ન બાદ પિયરમાં પગફેરો કરવાની રસમ પૂરી કરવા આ મહિલા જતી હતી ત્યારે તેના ઓરમાન પુત્ર અને પુત્રવધૂએ ઘરમાં પોતું કરીને જ જવાનું કહ્યું હતું. અનેક બાબતોમાં ઝગડા કરી આ મહિલાને માનસિક- શારીરિક ત્રાસ આપી તુકારે બોલાવવા લાગ્યા હતા. લગ્ન બાદ પતિનાં પહેલી પત્નીનાં સંતાનો આ મહિલાને સ્વીકારતા નહોતાં અને વારંવાર ઓરમાયું વર્તન કરતાં હતાં. આટલું જ નહીં, મહિલા જમવાનું બનાવે તો એમાં પણ વાંધા કાઢી ઝગડા કરતાં હતાં.

પુત્રવધૂ માસિક સમયે લોહીના ડાઘ સાફ કરાવતી
મહિલાના પતિની પહેલી પત્નીની પુત્રવધૂ માસિકમાં થાય તો લોહીના ડાઘ જમીન પર પડે તો તે આ મહિલા પાસે સાફ કરાવતી હતી. આટલું જ નહીં, આ પુત્રવધુ શરીરના વાળ કાપી જમીન પર ફેંકતીને પણ આ મહિલા પાસે સાફ કરાવતી હતી. જ્યારે મહિલાએ મેરેજ સર્ટિફિકેટ અને અન્ય ડોક્યુમેન્ટ કઢાવવાનું કહેતાં પતિના પહેલી પત્નીના પુત્ર અને તેની પત્નીએ છ મહિના પછી એની પ્રોસેસ કરવાનું જણાવ્યું હતું.

તસવીર પ્રતીકાત્મક છે.
તસવીર પ્રતીકાત્મક છે.

બજારમાં સામાન લેવા જાય તો પતિ વીડિયો-કોલ કરતો
થોડા સમય બાદ મહિલાના પતિએ ભાડે રહેવા જણાવતાં મહિલાએ ચાર મકાન હોવાથી ભાડે રહેવાની શી જરૂર છે, એવું પૂછતાં પતિએ મિલકને પ્રેમ કર્યો છે કે મને, એમ કહ્યું હતું. મહિલાના પતિને પ્રોસ્ટેટની બીમારી હોવાથી તેને શારીરિક સુખ પણ આપતો નહોતો. પતિના જન્મદિવસની તૈયારી કરવા બહાર આ મહિલા સામાન લેવા ગઈ તો તેણે વીડિયો- કોલ કર્યો હતો, જે ન રિસીવ કરતાં પત્ની સાથે પતિએ ઝગડો કરી અલગ રહેવા લાગ્યો હતો. સમગ્ર બાબતોથી કંટાળીને મહિલાએ તેના પતિ, પતિની પહેલી પત્નીના પુત્ર અને પુત્રવધૂ સહિત છ લોકો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...