તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના@1:મહિલા પોલીસકર્મીએ 8 મહિનાના બાળકને 3 મહિના ફીડિંગ પણ ન કરાવ્યું, લોકડાઉનમાં ભાડે ઘર રાખી દીકરાથી અલગ રહેતાં

અમદાવાદ9 દિવસ પહેલાલેખક: આનંદ મોદી
  • દરરોજ ડ્યૂટી પરથી આવે ત્યારે 8 મહિનાના દીકરાને મળવાનું મન થતું
  • 8 મહિનાના દીકરાને તેના દાદા સાચવતા હતા

કોરોનામાં અનેક પરિવાર લોકડાઉનમાં પરિવાર સાથે ઘરમાં બંધ થયા હતા, પરંતુ અમદાવાદની એક માતા પોતાનો 8 મહિનાનો દીકરો સામે હોવા છતાં તેને સ્પર્શ કરી શકી નહોતી. ગત વર્ષે માર્ચ મહિનાના અંતિમ સપ્તાહમાં લોકડાઉન લાગુ થયું હતું. કડક લોકડાઉનનું પાલન કરાવવાની જવાબદારી પોલીસને શિરે હતી, જેને કારણે અનેક પોલીસકર્મીઓ પરિવાર અને મિત્રોથી દૂર રહીને દિવસ-રાત ખડે પગે ફરજ બજાવી રહ્યા હતા.

આ દરમિયાન અનેક પોલીસકર્મી મહિલાઓ પણ પરિવારને છોડીને 12-12 કલાક ખડેપગે રહી ફરજ નિભાવી રહી હતી. આજે વાત અમદાવાદના પાલડી પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા છાયા પરમારની. તેઓ 8 મહિનાના બાળકને ફીડિંગની જરૂર હોવા છતાં એક માતા તરીકે નહોતાં આપી શકતાં.

સવારના 8થી સાંજના 8 વાગ્યા સુધી ફરજ બજાવતાં
છાયા પરમાર એક સામાન્ય પરિવારમાંથી આવે છે. તેઓ પતિ-પુત્ર અને સાસુ તથા સસરા સાથે બહેરામપુરાના 1 રૂમના ઘરમાં રહે છે. જ્યારે કોરોનાની શરૂઆત થઈ ત્યારે તેમના પુત્રની ઉંમર માત્ર 8 મહિના હતી. છાયાબહેનને ગત વર્ષે લોકડાઉનનું પાલન કરાવવા માટે NID પાસે પોઇન્ટ આપવામાં આવ્યો હતો. જ્યાં તેઓ સવારના 8થી સાંજના 8 વાગ્યા સુધી ફરજ બજાવી રહ્યાં હતાં.

છાયાબહેન જ્યાં ફરજ બજાવી રહ્યાં હતાં ત્યાં અનેક લોકો તેમના સંપર્કમાં આવતા હતા. એક તરફ એ સમયે કોરોના હોટસ્પોટ બનેલા જમાલપુરથી આવતા લોકોને રોકવાના અને બીજી તરફ જુહાપુરાથી જમાલપુર તરફ જતા લોકોને રોકવાના હતા. બંને વિસ્તારમાં કોરોનાના અઢળક કેસો હતા.

પોતાના કરતાં પુત્રને સંક્રમણ લાગવાનો ડર રહેતો
12 કલાક ફરજ બજાવીને અનેક લોકો સાથે સંઘર્ષ કરીને જ્યારે ઘરે પરત ફરવાનું થાય ત્યારે પરિવાર અને પુત્રની ચિંતા તેમને સતાવતી હતી. તેઓ અનેક લોકોના સંપર્કમાં આવ્યાં હતાં. જેથી કોરોના સંક્રમિત થયા હોવાનો ભય રહેતો અને એનાથી વધુ ડર તેમના કારણે પરિવાર અને પુત્ર સંક્રમિત થાય તેનો રહેતો હતો, જેથી છાયાબહેને પોતાના ઘરની સામે આવેલું ઘર જ ભાડે રાખ્યું હતું, જ્યાં પરિવાર અને તેમના પુત્ર રહેતા હતા. જ્યારે છાયાબહેન પોતાના જ ઘરમાં એકલાં રહેતાં હતાં. દરરોજ ડ્યૂટી પરથી પરત ફરે ત્યારે 8 મહિનાનું બાળક યાદ આવે અને તેને મળવાનું મન થાય, પરંતુ કોરોનાનો પણ વિચાર આવે, જેથી બાળકને મળવાનું ટાળતાં હતાં.

મનમાં કોરોનાનો ડર સતાવતો રહેતો
ડ્યૂટી પરથી પરત ફર્યાં બાદ છાયાબહેન ઘરે પહોંચીને સૌથી પહેલા સેનિટાઇઝ થતાં હતાં, બાદમાં નાહીને બાળકને મળવા સામેના ઘરે જતાં હતાં. જ્યાં પરિવાર સાથે થોડો સમય પસાર કરતાં હતાં, પરંતુ થોડા સમય દરમિયાન પણ તેમના મનમાં કોરોનાનો ડર સતાવતો રહેતો હતો. બીજા દિવસે ફરીથી તેઓ ઘરેથી વર્દી પહેરીને ફરજ પર જતાં રહેતાં અને સાંજે પરત ફરતાં હતાં. આમ સતત 3 મહિના સુધી ચાલ્યું હતું.

‘મજબૂરીને કારણે હું બાળક પાસે જઈ શકતી નહોતી’
છાયાબહેને DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોરોના શરૂ થતાં જ પરિવાર કરતાં બાળકની વધુ ચિંતા થતી હતી, જેથી અલગ ઘર રાખ્યું હતું. મારા બાળકને તેના દાદા સાચવતા હતા. રોજ રાતે ઘરે આવું ત્યારે બાળક સામેના ઘરમાં હોય, મને જોઈને રડે તો હું પણ રડી જતી હતી, પરંતુ મજબૂરીને કારણે હું બાળક પાસે જઈ શકતી નહોતી. નાહીને તૈયાર થઈને પછી હું થોડો સમય બાળક અને પરિવારને આપતી હતી. 8 મહિનાના બાળકને ફીડિંગની પણ જરૂર હોય, જે હું એક માતા તરીકે નહોતી આપી શકી.

આ એક્સક્લૂઝિવ અહેવાલો પણ વાંચો

કોરોના થતાં સુરત સિવિલના નર્સ પતિના વોર્ડમાં દાખલ થયાં, બન્ને ઇશારામાં વાત કરતાં, પતિ ICUમાં ગયા પછી ક્યારેય ન મળી શક્યા

ગુજરાતમાં કોરોનાના 1લા પેશન્ટ નદીમે કહ્યું, 'આ તો જેને થાય તેને જ ખબર પડે, 3 મહિના ઘરની ચાર દીવાલમાં રહ્યો, સાજો થતાં જ પુત્રને પેટ પર બેસાડ્યો'

ગુજરાતમાં કોરોનાની 1લી પેશન્ટ રીટાએ કહ્યું, એ 14 દિવસ હું ક્યારેય નહીં ભૂલું, એક તરફ એકલતા અને બીજી તરફ મોત આપતી બીમારી

મને બચાવી લો...મારા પરિવારના 5માંથી 4 લોકો કોરોના સંક્રમિત છે, લોકો સોસાયટી છોડાવવા ધમકી આપે છે

તંત્રએ મને સુપર સ્પ્રેડર જાહેર કરતાં મિત્રો-કુટુંબીજનો સહિતના લોકો મને કોરોનાબોંબ ગણતાં, એ સમયને જીવીશ ત્યાં સુધી ભૂલીશ નહીં

કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ફરજ પર રહેલા ગુજરાત પોલીસના પહેલા કોરોના પેશન્ટ, ફેમિલીને એમ જ હતું કે કદાચ આ હવે પાછો નહીં આવે

કોરોનાની દહેશત વચ્ચે પપ્પાની તબિયત લથડવા લાગી, અંતિમવિધિ માટે પણ ફાંફાં પડી ગયાં હતાં, એ દિવસ નહીં ભૂલી શકું

પોલીસ સ્ટેશનમાં બાળકને ફીડિંગ કરાવ્યું, ડોક્ટર ડોબરિયા તો 22 દિવસ સુધી ઘરે ગયા વિના હોસ્પિટલમાં ખડેપગે રહ્યા

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો