પતિનો ત્રાસ:અમદાવાદની મહિલાએ ઈન્સ્ટાગ્રામ પર મિત્ર બનેલા યુવક સાથે લગ્ન કર્યાં, લગ્ન બાદ પત્ની ગર્ભવતિ બનતાં જ પતિએ કહ્યું આ બાળક મારૂ નથી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બાળક કઢાવી નાંખ્યા બાદ સસરા અને જેઠે કહ્યું, બાળક કેમ કઢાવ્યું આ અમારી પહેલી ખુશી હતી

અમદાવાદમાં દહેજનું દૂષણ વધી રહ્યું છે. દહેજના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. બીજી બાજુ સોશિયલ મીડિયામાં મિત્રતા થયા બાદ લગ્ન કરવા અને તેમાં પણ પતિ પત્ની વચ્ચે વિવાદ થવાના બનાવોમાં પણ વધારો થઈ રહ્યો છે. શહેરમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક મહિલા અને યુવકની ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા થયા બાદ બંને જણાએ સમાજના રીતરિવાજ પ્રમાણે લગ્ન કર્યાં હતાં. પરંતું લગ્ન બાદ મહિલા ગર્ભવતિ થતાં પતિએ કહ્યું હતું કે આ બાળક મારુ નથી બીજા કોઈનું છે. પતિના આવા આક્ષેપો બાદ મહિલાએ બાળક કઢાવી નાંખ્યું હતું. તે છતાંય પતિ અને સાસરિયાઓએ મહિલાને હેરાન કરતાં મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

પતિ પત્ની વચ્ચે વારંવાર ઝગડા થતાં હતાં ( પ્રતિકાત્મક તસવીર)
પતિ પત્ની વચ્ચે વારંવાર ઝગડા થતાં હતાં ( પ્રતિકાત્મક તસવીર)

મહિલાને ઈન્સ્ટાગ્રામ પર યુવક સાથે મિત્રતા થઈ હતી
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદમાં રહેતી એક મહિલાને ઈન્સ્ટાગ્રામ પર સમાજના યુવક સાથે મિત્રતા થઈ હતી. આ મિત્રતા થયા બાદ મહિલાના પિતાએ રાજીખુશીથી બંનેના લગ્ન કરાવ્યાં હતાં. લગ્ન બાદ મહિલા ગર્ભવતી બનતાં તેણે પતિને જાણ કરી હતી. ત્યારે પતિએ એવો આક્ષેપ કર્યો હતો કે આ બાળક મારુ નથી બીજા કોઈનું છે. જેથી મહિલાએ પતિના આક્ષેપને કારણે બાળકને ગોળીઓ લઈને કઢાવી નાંખ્યું હતું. આ દરમિયાન પતિ પત્ની વચ્ચે વિવાદ વધતાં મહિલા પોતાના પિયરમા રહેવા માટે આવી ગઈ હતી. પરંતુ વડિલોની સમજાવટ બાદ તેને પતિ તેડી ગયો હતો.

પત્નીએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ( ફાઈલ ફોટો)
પત્નીએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ( ફાઈલ ફોટો)

સસરા અને જેઠ વાંરવાર ટોણા મારતા હતાં
સાસરીમાં ગયા બાદ મહિલાને તેના સસરા અને જેઠ વાંરવાર ટોણા મારતા હતાં કે બાળક કેમ કઢાવી નાંખ્યું આ અમારી પહેલી ખુશી હતી. ત્યાર બાદ જેઠ અને સસરાની હેરાનગતિની વાતો તે પોતાના પતિને કરતી તો પતિ પણ તેની સાથે બોલાચાલી કરીને ઝગડો કરતો હતો. ત્યાર બાદ પતિ મહિલાને પિયર મુકી ગયો હતો. આ સમયે મહિલાએ પતિને અલગ રહેવા જણાવ્યું હતું. પરંતુ પતિએ ફરીવાર ત્યાં ઝગડો કર્યો હતો. જેનાથી લાગી આવતાં મહિલાએ દવા પીને આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. બાદમાં મહિલાએ પતિ, જેઠ અને સસરા સામે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

(ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ)

અન્ય સમાચારો પણ છે...