તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:અમદાવાદમાં પતિએ 'તું મને ગમતી નથી, મારે બીજા લગ્ન કરવા છે' કહી હેરાન કરતાં પરિણીતાએ જીવનનો અંત આણ્યો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આ તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
આ તસવીર પ્રતિકાત્મક છે
  • પતિ સામે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં આપઘાતના દૂષપ્રેરણા બદલ ફરિયાદ નોંધાઇ

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં રહેતી પરિણીતાએ પતિના ત્રાસથી આપઘાત કરી લેતાં પિયરપક્ષે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં જમાઈ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પરિણીતાનો પતિ કામ ધંધો કરતો ન હતો અને 'તું મને ગમતી નથી, મારે બીજા લગ્ન કરવા છે' કહી હેરાન કરતો હતો. જેથી પરિણીતાએ આપઘાત કરી લીધો હતો. હાલમાં દાણીલીમડા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે.

10 વર્ષ પહેલા મહિલાના લગ્ન થયા હતા
વિગતો મુજબ, દાણીલીમડા વિસ્તારમાં સના મસ્જિદ પાસે ગુલાબનગરમાં આવેલી ગલીમાં રહેતા હસીના પઠાણની દીકરી તસ્લિમના લગ્ન 10 વર્ષ પહેલાં બહેરામપુરા જમનાદાસ પટેલની ચાલીમાં રહેતા મોહસીનખાન પઠાણ સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન તસ્લિમને એક દીકરો છે. જોકે છેલ્લા પાંચેક મહિનાથી બંને પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થતી હતી.

દાણીલીમડા પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર
દાણીલીમડા પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર

'તું મને ગમતી નથી, મારે બીજા લગ્ન કરવા છે'
મોહસીનખાન કોઈ કામધંધો કરતો નહોતો અને પત્નીને મેણા ટોણા મારતો હતો. જેથી પત્નીએ પિયરમાં આ વાત કરતા પરિવારે તેને સમજાવી હતી. મોહસીનખાન અવારનવાર તસ્લિમને 'તું મને ગમતી નથી, મારે બીજા લગ્ન કરવા છે' કહી હેરાન કરતો હતો. ગત મહિને બંને વચ્ચે બોલાચાલી થતા તસ્લિમના પિયરવાળા તેના ઘરે ગયા હતા. મોહસીનખાને ત્યારે તમારી દીકરીને જીવતી જોવી હોય તો તેને અહીંયાંથી લઈ જાવ એમ કહ્યું હતું. જોકે તેઓ દીકરીને સમજાવી પરત આવ્યા હતા.

પતિના ત્રાસથી પરેશાન મહિલાએ જીવનનો અંત આણ્યો
​​​​​​​
19 જૂનના રોજ મોહસીનખાને સાસરીયાને ફોન કરી જણાવ્યું હતું કે, તસ્લિમ બેભાન થઈ ગઈ છે તમે જલ્દી આવો. જેથી તેઓ ઘરે પહોંચતાં તેને પાણી છાટવા છતાં ઉઠી ન હતી. જેથી દવાખાને લઈ જતાં ડોકટરે મૃત જાહેર કરી હતી. બાદમાં 108 આવતા એલ.જી હોસ્પિટલમાં લઇ જતા ડોકટરે તેને મૃત જાહેર કરી હતી. ઘટના બાદ પરિવારજનોએ મોહસીનખાન સામે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં આપઘાતના દૂષપ્રેરણ બદલનો ગુનો નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

પિયરિયા સમજાવીને સાસરીમાં મૂકી આવતા હતા
દાણીલીમડા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ. એમ. લાલીવાલાએ જણાવ્યું કે, મૃતક તસ્લિમને આઠ વર્ષનો પુત્ર છે. પતિના ત્રાસથી કંટાળી તેણે અંતિમ પગલું ભર્યું હતું. આરોપી મોહસીન ખાનને પકડવા માટે પોલીસે શોધખોળ શરૂ કરી છે અને ટૂંક સમયમાં તેને ઝડપી લઈશંુ. તસ્લિમને જિંદગી બગડે નહિ તે માટે તેનાં પિયરના લોકો તેને સમજાવીને સાસરીમાં મૂકી આવતા હતા તેમ જ જમાઈને પણ સમજાવતા હતા. અંતે સાસરીમાં કંટાળેલી તસ્લિમે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.