• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Ahmedabad Will Be The Country's First Headquarters In The Aerospace Sector MoU With ISRO Of 13 Companies, Startups Massive Employment Opportunities

ભાસ્કર એક્સક્લુઝિવ:અમદાવાદ એરોસ્પેસ ક્ષેત્રે દેશનું પ્રથમ હેડક્વાર્ટર બનશે 13 કંપનીના ઈસરો સાથે MoU, સ્ટાર્ટઅપ-મોટાપાયે રોજગારીને તક

અમદાવાદ15 દિવસ પહેલાલેખક: અનિરુદ્ધસિંહ પરમાર
  • કૉપી લિંક
  • અંતરિક્ષ ક્ષેત્રે ઈસરો સાથે મળી કામ કરવા ઈચ્છતી કંપનીઓ માટેના ઈન-સ્પેસનું આજે મોદીના હસ્તે ઉદઘાટન
  • ખાનગી કંપની નિયત ફી ચૂકવી ઇસરો સાથે એરોસ્પેસના પ્રોજેક્ટ ડિઝાઇન પણ કરી શકાશે
  • ખાનગી કંપનીઓ​​​​​​​ સુપર કમ્પ્યૂટર, ડેટા સેન્ટરના ઉપયોગ સાથે ઈસરોનું માર્ગદર્શન પણ મેળવી શકશે

ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ દ્વારા અમદાવાદમાં ભારતના પહેલા ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર (ઇન-સ્પેસ)ના હેડક્વાર્ટરનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 જૂને ઉદ્દઘાટન કરશે. ઇન સ્પેસને કારણે અમદાવાદ ભારતમાં એરો-સ્પેસ માટેનું હબ બનશે. ખાસ કરીને એરોસ્પેસ ક્ષેત્રે કામ કરતા સ્ટાર્ટઅપ અને ખાનગી કંપનીઓ પોતાના પ્રોજેક્ટ માટે ઇસરોની ટેકનોલોજીનો ઉપયોગ કરી શકશે. સરકારને અંદાજ છે કે અમદાવાદમાં ઇન સ્પેસ પ્રોગ્રામથી મોટા પ્રમાણમાં રોજગારી ઉભી થશે. ઉદઘાટન પૂર્વે જ 13 કંપનીએ ઈસરો સાથે એમઓયુ કર્યા છે.

આ એજન્સી એરોસ્પેસ ક્ષેત્રે કામ કરવા માગતી ખાનગી કંપનીઓ અને ઇસરો વચ્ચે નોડલ એજન્સી એટલે કે બ્રિજ તરીકે કામ કરશે. આ એજન્સી મારફત ખાનગી કંપનીઓ પણ એરોસ્પેસનાં જરૂરી સાધન સામગ્રી અને ડેટા – સોફ્ટવેરનો ઉપયોગ કરી શકશે.

ભારતમાં પહેલીવાર એરો સ્પેસ ક્ષેત્રે ખાનગી કંપનીઓ પોતાના પ્રોજેક્ટ ઇસરો સાથે કરી શકે તે માટે નોડલ એજન્સી તરીકે ઇન સ્પેસ શરૂ કરાઇ છે. જેનું હેડ ક્વાર્ટર અમદાવાદ રહેશે. ઇન સ્પેસ સ્ટાર્ટઅપ માટે ખાસ ઉપયોગી રહેશે. કારણ કે એક જ જગ્યા પર મોંઘા સોફ્ટવેર, ડેટા, ડેટા એનાલિસીસ, કન્સલ્ટન્સી વગેરે મળી રહેશે. કોઇપણ કંપની કે સ્ટાર્ટઅપ પ્રોડેક્ટ બનાવી શકશે. વિદેશનો પ્રોજેક્ટ લઇને તેને ઇન સ્પેસ મારફતે ડેવલપ કરી શકશે.

સમજૂતી કરનારી કંપનીઓ આજે ડેમો પણ રજૂ કરશે
ઇસરોના ટોચના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ઇન- સ્પેસની શરૂઆત સાથે જ 13 જેટલી કંપનીઓ ભવિષ્યમાં કામ કરવા માટેના એમઓયુ કરી ચૂક્યા છે. વડાપ્રધાનના ઉદ્દઘાટન કાર્યક્રમમાં આ કંપનીઓ પોતાના પ્રોજેક્ટ વિશેનું ડેમોન્સ્ટ્રેશન પણ આપશે. ભવિષ્યમાં જેમ કંપનીઓ પોતાના પ્રોજેક્ટ શરૂ કરશે તેવી રીતે આ આંકડો વધશે. અમદાવાદ હેડ ક્વાર્ટર હોવાથી શહેરને રોજગારીનો લાભ મળશે.

વિદેશનો પ્રોજેક્ટ લઈ અહીં ડેવલપ કરવાની તક મળશે
મળતી માહિતી પ્રમાણે, ઇન સ્પેસ પ્રોગ્રામ અંતર્ગત કંપનીઓ વિદેશના કોઇ પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ લઇને ઇન- સ્પેસ મારફતે તે પ્રોજેક્ટ પર કામ કરશે. પરંતુ ઇન- સ્પેસ નોડલ એજન્સી હોવાથી તેણે એ ખાતરી કરવી પડશે કે વિદેશનો પ્રોજેક્ટ દેશ માટે નુકશાન કારક છે કે નહીં. તેના આધારે તે ઇસરોમાં કામ કરવાની, મશીનરી અને ડેટાને વાપરવાની મંજૂરી આપવામાં આવશે તેવું સરકારી સૂત્રોનું કહેવું છે.

હાલ ઈસરો કેમ્પસમાં જ ઈન સ્પેસ કામગીરી શરૂ કરાશે
હાલમાં ઇન સ્પેસનું કોઇ અલગ કેમ્પસ બનાવવામાં આવ્યું નથી. જ્યાં નવું કેમ્પસ તૈયાર ન થાય ત્યાં સુધી ઇન સ્પેસનું સેટઅપ ઇસરોની બિલ્ડિંગમાં રાખવામાં આવ્યું છે. ઇસરોના અમુક ભાગ સંવેદનશીલ હોવાથી સામાન્ય લોકોની પ્રવેશબંધી છે, તેથી સિક્યુરિટીને ધ્યાને લઇને ઇન સ્પેસનું નવું બિલ્ડિંગ અથવા કેમ્પસમાં સેટઅપ થશે. પરંતુ ત્યાં સુધી તેઓ ઇસરોના બિલ્ડિંગનો ઉપયોગ કરશે.

સ્ટાર્ટઅપ ઈન સ્પેસના પોર્ટલ પર અરજી કરી શકશે
સ્ટાર્ટઅપ પોતાની અરજી ઇન- સ્પેસની ઓફિસ અથવા ઓનલાઇન પોર્ટલ પરથી કરી શકશે. ત્યારબાદ અરજી પર ટેકનિકલ, લીગલ અને સિક્યુરિટી ડાયરેક્ટર તપાસ કરશે. ઇન- સ્પેસ તમામ મુદ્દાનો રિવ્યૂ કરી અરજીને માન્ય રાખશે. ત્યારબાદ જે-તે કંપની અથવા સ્ટાર્ટઅપ પોતાનો પ્રોજેક્ટ શરૂ કરી શકશે. પ્રોજેક્ટ દરમિયાન અને પૂરો થવા દરમિયાન ઇન-સ્પેસ દ્વારા તેના પર મોનિટરિંગ થશે.

મોંઘા ઈન્સ્ટ્રુમેન્ટ નહીં ખરીદવા પડે
ખાનગી કંપનીઓ ઇન સ્પેસ મારફતે નાણાં ભરીને લેબોરેટરી, મોંઘા ઇન્સ્ટ્રુમેન્ટ, કિંમતી ફેબ્રિકેશન ઇન્સ્ટ્રુમેન્ટ, એરો સ્પેસ માટેના સોફ્ટવેર, ડેટા, કન્સલ્ટન્સી, કેબિન- ઓફિસ અને ખાસ કરીને હાઇપફોર્મ્ન્સ સુપર કમ્પ્યૂટરનો પણ ઉપયોગ કરી શકશે. જ્યારે કે કોઇ કંપની કે સ્ટાર્ટઅપ આ ખરીદી કરે તો ખૂબ મોટા બજેટનું રોકાણ કરવું પડશે, પરંતુ ઇન સ્પેસ મારફતે તેઓ સરકારના સાધનોનો ઉપયોગ કરી શકતી હોવાથી મોંઘા ઈન્સ્ટ્રુમેન્ટ નહીં ખરીદવા પડે.

અન્ય સમાચારો પણ છે...