તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાહેરાત:આવતીકાલથી અમદાવાદમાં સવારે 8થી બપોરે 3 સુધી શાકભાજી-અનાજ-કરિયાણાની દુકાનો ખુલશે, બે તબક્કામાં ખરીદીની સલાહ

અમદાવાદ10 મહિનો પહેલા
 • સવારે 8થી 11 દરમિયાન મહિલાઓ અને બાળકોને અને ત્યારબાદ 11 વાગ્યાથી પુરુષોને ખરીદી માટે જવા મ્યુનિ.નું સૂચન
 • વેચાણ સતત ચાલુ રહેશે માટે સંગ્રહખોરી ન કરવા અપીલઃ ઘરે જઈ હાથ ધોઈ-કપડાં બદલી તુરત સ્નાન કરવાની પણ સલાહ

કોરોના મહામારીને કારણે બે મહિના સુધી લોકડાઉન અને છેલ્લા 10 દિવસથી દૂધ અને દવા સિવાય તમામ ચીજવસ્તુઓની લારી-દુકાન બંધનો સામનો કરી રહેલા અમદાવાદમાં આવતીકાલથી આંશિક લોકડાઉન ખુલી રહ્યું છે. અમદાવાદમાં કોરોનાને લગતી કામગીરીનો હવાલો સંભાળતા વરિષ્ઠ IAS રાજીવકુમાર ગુપ્તાએ એક વિડિયો સંદેશામાં શહેરમાં આવતીકાલથી દૂધ અને દવા ઉપરાંત શાકભાજી, ફળફળાદિ અને અનાજ-કરિયાણાની દુકાનો અને લારીઓની કામગીરી ફરી શરૂ કરવાની ઘોષણા કરી છે. દરરોજે સવારે 8 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી આ દુકાનો ચાલુ રહેશે. આ માટે કેટલાક નિયમો જાહેર કરવામાં આવ્યા છે.

અમદાવાદમાં કાલથી બધું ખુલ્લું પણ આ શરતે..

- દવા અને દૂધ ઉપરાંત શાકભાજી, ફળફળાદિ, અનાજ અને કરિયાણાનું વેચાણ આવતીકાલથી શરૂ

- અમદાવાદ મ્યુનિ. દ્વારા 17 હજાર વેન્ડર્સનું હેલ્થ સ્ક્રીનિંગ કરીને તેમને સાપ્તાહિક કાર્ડ આપવાનું કામ ચાલુ

- ખરીદી માટે બજારો દરરોજે સવારે 8થી બપોરે 3 વાગ્યા સુધી ચાલુ રહેશે.

- આ માટે સવારે 8થી 11 મહિલાઓ અને બાળકો જાય, અને પછી પુરુષો જાય તેવી વિનંતી

- આ વેચાણ સતત ચાલુ રહેશે, માટે ઘરમાં સંઘરાખોરી કરવાની જરૂર ન હોવાની અપીલ

- દરેક શહેરીજનને પોતાની જરૂર પૂરતી જ રોજિંદી ચીજવસ્તુઓની ખરીદી કરવા માટે હાકલ

- ખરીદી માટે જતાં દરેકે જાહેર શિસ્ત દાખવવી પડશે કારણ કે સાવધાની હટી, દુર્ઘટના ઘટી

- ખરીદી કરવા આવેલા બીજા લોકોથી 2 વાર (6 ફૂટ)નું અંતર રાખવું તેમજ માસ્ક પહેરવું ફરજિયાત રહેશે.

- ખરીદી કર્યા બાદ દરેકને ઘરે આવીને હાથ ધોવા- કપડાં બદલવા- નહાવા માટેની અપીલ.

- સામાન્ય જીવનમાં પણ હવે પછી સેનિટાઈઝ રહેવા ઉપરાંત આટલું રોજેરોજ કરવાનું સૂચન.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો