તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અત્યાચાર:અમદાવાદની પરિણીતાએ પતિની ફરિયાદ સાસુને કરી, સાસુએ કહ્યું, માણસને ગુસ્સો આવે તો માર મારે, તારે સહન કરી લેવાનું

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સાસુ કહેતી હતી કે માણસને ગુસ્સો આવે તો માર મારે, તારે સહન કરી લેવાનું ( પ્રતીકાત્મક તસવીર) - Divya Bhaskar
સાસુ કહેતી હતી કે માણસને ગુસ્સો આવે તો માર મારે, તારે સહન કરી લેવાનું ( પ્રતીકાત્મક તસવીર)
  • સાસુએ પરિણીતાને કહ્યું, તારી ચામડી સફેદ છે તો ડાઘ પડે એમાં શું થઈ ગયું, તારે માર ખાઈ લેવાનો.
  • ગર્ભવતી પત્નીએ પોતાની પર થતા અત્યાચાર મુદ્દે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

અમદાવાદમાં મહિલાઓ પર ઘરેલુ હિંસાના કેસોમાં વધારો થયો છે. દિવસે દિવસે અનેક મહિલાઓના કેસ સામે આવી રહ્યા છે. ત્યારે શહેરમાં ફરીવાર એક મહિલા પરિવારની હિંસાનો ભોગ બની છે. પરિણીતાને જ્યારે તેનો પતિ માર મારતો ત્યારે તે પોતાની સાસુને તેની ફરિયાદ કરતી હતી, પરંતુ સાસુ દીકરાનો પક્ષ લઈને વહુને એવું કહેતી કે તારી ચામડી સફેદ છે, તને મારો દીકરો મારે તો સહન કરી લેવાનું. પતિના મારને કારણે પરિણીતાના શરીર પર ડાઘા પડી ગયા હતા. આ મામલો હાલમાં મહિલા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે, જેમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ધાર્મિક વિધિના રૂપિયા પણ પિયરમાંથી મગાવ્યા
પરિણીતા જ્યારે ગર્ભવતી હતી ત્યારે ધાર્મિક વિધિના ખર્ચ માટે પણ રૂપિયાની વ્યવસ્થા કરવા માટે તેની પર સાસરિયાં દ્વારા દબાણ કરવામાં આવતું હતું. શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી નિશા ( નામ બદલ્યું છે) દેખાવે સુંદર અને શરમાળ યુવતી હતી. પરિવારમાં નિશા ખૂબ જ મહત્ત્વનું સ્થાન ધરાવતી હતી. પરિવારે પણ તે ખુશ રહેશે એ માટે સારા યુવક સાથે લગ્ન કરાવ્યા હતા, પરંતુ યુવક અને તેનો પરિવાર નિશાની જિંદગીમાં માત્ર દુઃખનો ઉમેરો કરશે એવી કોઈને ખબર નહોતી.

સાસુ કહેતી કે તારી સફેદ ચામડીમાં ડાઘ પડે તો શું થયું.
સાસુ કહેતી કે તારી સફેદ ચામડીમાં ડાઘ પડે તો શું થયું.

તારી સફેદ ચામડીમાં ડાઘ પડે તો શું થયું
નિશા જ્યારે લગ્ન કરીને સાસરે ગઈ ત્યારે તેની સાસુ પોતાની સુંદર વહુનાં વખાણ સાંભળીને ખુશી ફુલાઈને ફરતી હતી, પરંતુ થોડાક જ દિવસમાં નિશાને તેનો પતિ ઢોરની જેમ માર મારતો હતો. પતિના મારને કારણે નિશાના શરીર પર ડાઘા પડી ગયા હતા. નિશા ગર્ભવતી હતી ત્યારે પણ તેના પતિએ તેને માર માર્યો હતો. નિશાએ આ અંગે તેની સાસુને ફરિયાદ કરી હતી, પરંતુ તેમણે પોતાના લાડકવાયાનો પક્ષ ખેંચીને નિશાને એવું કહ્યું હતું કે માણસને ગુસ્સો આવે તો માર મારે છે એમ સમજીને તારે સહન કરી લેવાનું. તારી સફેદ ચામડીમાં ડાઘ પડે તો શું થયું.

પતિ વારંવાર પત્નીનો ઢોર માર મારતો હતો ( પ્રતીકાત્મક તસવીર)
પતિ વારંવાર પત્નીનો ઢોર માર મારતો હતો ( પ્રતીકાત્મક તસવીર)

મહિલા પોલીસે વધુ તપાસ હાથ ધરી
બીજી બાજુ, નિશાના ગર્ભવતી થવા સમયે પરિવારમાં રિવાજ પ્રમાણે ધાર્મિક વિધિ કરાવવાની હતી. ત્યારે તેના પતિએ કહી દીધું કે તારા પિતાના ઘરેથી રૂપિયા લઈ આવજે. નિશાને ધાર્મિક વિધિ કરાવવા પણ પિયરમાંથી રૂપિયા લઈ આવવા માટે મજબૂર કરવામાં આવતી હતી. હાલ નિશા પોતાની સાથે થયેલી યાતનાઓની ફરિયાદ લઈને મહિલા પોલીસ સ્ટેશન પહોંચી છે. મહિલા પોલીસ સ્ટેશનમાં આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...