સાયબર ક્રાઇમ:અમદાવાદની પત્નીએ પતિનું IT એકાઉન્ટ હેક કરતા ફરિયાદ; ઇમેઇલ ID પણ હેક કર્યું

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

કાંકરિયા વિસ્તારમાં રહેતા અને સરકારી નોકરી કરતા એક યુવકના ઈમેઈલ પર ઈન્કમટેક્સ રિર્ટનના આઈડીનો પાસવર્ડ બદલવાની રિકવેસ્ટ આવી હતી. જેમાં સીસીમાં બીજો ઈમેઈલ એડ્રેસ હતુ જે યુવકની પત્નીનું હતું. જોકે યુવકે આ બાબતે કોઈ ધ્યાન આપ્યું ન હતું.

થોડા મહિના બાદ યુવકે પોતાના ઈન્કમટેક્સના એકાઉન્ટમાં લોગ-ઇન થવાનો પ્રયાસ કરતા તેનુ લોગ-ઇન થયું નહતું, જેથી તેમણે પાસવર્ડ ફોર્ગેટનું ઓપશન સિલેકટ કરીને જોતા તેમના ઈમેઈલ આઈડીમાં તેના ઈમેઈલના બદલે તેની પત્નીનું ઈમેઈલ આઈડી હતું. યુવક અને તેની પત્નીનો મેટ્રોકોર્ટમાં ડોમેસ્ટીક વાયલન્સનો કેસ ચાલે છે જેથી પત્નીએ પતિનુ ઈમેઈલ આઈડી હેક કર્યું હોવાનું જણાતા યુવકે આ બાબતે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.