ચોરીનો પ્રયાસ:અમદાવાદની વટવા GIDCની ઇન્ડિયન ઓવરસીસ બેંકમાં બે શખસ ઘૂસ્યા, ચોરીનો પ્રયાસ નિષ્ફળ

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઇન્ડિયન ઓવરસીસ બેંકની ફાઈલ તસવીર - Divya Bhaskar
ઇન્ડિયન ઓવરસીસ બેંકની ફાઈલ તસવીર
  • બેંકમાં કેશ ભરેલી તિજોરી તોડવામાં બંને શખસ સફળ ન થયા
  • ચોરીના પ્રયાસના બનાવમાં પોલીસે સીસીટીવી ફૂટેજના તપાસ હાથ ધરી

અમદાવાદના વટવા જીઆઇડીસી વિસ્તારમાં આવેલી બેંકમાંથી ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઇન્ડિયન ઓવરસીસ બેંકના તાળાં અને નકુચા તોડી બે શખસ બેંકમાં ઘૂસવામાં સફળ રહ્યા હતા. જો કે, બેંકમાં રહેલી કેશની તિજોરી તોડવામાં સફળ ન રહ્યાં હતાં. વટવા જીઆઇડીસી પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરૂ કરી છે

બેંકના પ્યૂને મેનેજરને બેંકના શટરના નકુચા તૂટ્યાની જાણ કરી
મોટેરા વિસ્તારમાં દ્વારકેશ એન્ટેલીયામાં રહેતા અલ્પેશ મકવાણા વટવા જીઆઇડીસી ફેઝ 3માં ઈન્ડીયન ઓવરસીસ બેંકની શાખામાં મેનેજર તરીકે છેલ્લા ચારેક માસથી નોકરી કરે છે. બેંકમાં ૫ટ્ટાવાળા તરીકે નોકરી કરતા જાસ્મિનબેને સવારે ફોન કરી જાણ કરી હતી કે, આપણી બેંકમાં સાફસફાઈનું કામ કરતા રજનીભાઈએ ફોન કરી જણાવ્યું છે કે, બેંકના શટરના નકુચા તુટેલા છે.જેથી રજનીભાઈને ફોન કરી જાણકારી મેળવતા તેઓએ જણાવેલ કે હુ બેંકમાં સફાઈ કરવા આવ્યો ત્યારે જોયેલ કે બેંકના શટરના દરવાજાના નકુચા તુટેલા હતા. બેંકમાં આવીને જોતા બેંકના બંને શટરના નકુચા તુટેલા હતા. પોલીસને જાણ કરી હતી.

સીસીટીવી ફૂટેજમાં 2 શખસ દેખાય છે
સીસીટીવી ફૂટેજમાં 2 શખસ દેખાય છે

સીસીટીવીમાં રાતના સવા વાગ્યે 2 શખસ ફરતા દેખાયા
પોલીસે આવીને જોતા અંદરની જાળીના નકુચા પણ તુટેલા હતા. તેમજ બેંકના સીસીટીવીના કેબલો તુટેલા હતા. તેમજ તમામ કેબિનના ડ્રોઅરો તોડેલા હતા. તેમજ પ્રિન્ટર તેમજ સ્કેનરને પણ નુકસાન કર્યું હતું અને અમારી બેંકમાં આવેલી કેશ કેબિનના દરવાજાનો પણ નકુચો તોડી નાખેલો હતો અને અંદર રહેલી ગોદરેજની તિજોરી કે જેમાં બેંકની કેશ હોય છે તે તોડવાની પ્રયાસ કરેલો છે પણ તોડી શક્યા ન હતા. બેંકના સીસીટીવી ફુટેજ ચેક કરતા રાત્રીના સવા એકાદ વાગ્યાના આઆસપાસ બેંકમાં બે ઈસમો આશરે 18થી 20 વર્ષના બેંકમાં પ્રવેશી બેંકમાં તોડફોડ કરતા દેખાય છે.