ઠગોની ધરપકડ:અમદાવાદમાં ધંધાકીય વ્યવહાર કેળવી વેપારીઓને ઠગતા નાઈજિરિયન ગેંગના બે આરોપીઓ ઝડપાયા

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પોલીસે બે આરોપીઓને મુંબઈથી ઝડપી પાડ્યા - Divya Bhaskar
પોલીસે બે આરોપીઓને મુંબઈથી ઝડપી પાડ્યા
  • દેશના વિવિધ રાજ્યોમાં 13 લોકો સાથે 2.75 કરોડની છેતરપિંડી કરી

દેશમાંથી લીક્વીડ મંગાવવાના બહાને ધંધાકીય વ્યવહાર કેળવી લાખો રૂપિયાની ઠગાઈ આચરતી નાઈજીરિયન ગેંગના આરોપીઓને સાયબર ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યાં છે.આ આરોપીઓએ દેશના વિવિધ રાજ્યોમાં 13ખથી વધુ લોકો સાથે 2.75 કરોડની છેતરપિંડી કરી હોવાનું પોલીસને જણાવ્યું છે.

20 ટકા કમિશનની લાલચ આપી મટીરીયલની ખરીદી કરાવી
અમદાવાદમાં એસ.પી. રીંગ રોડ પર રહેતા હિતેષભાઈ પટેલે ફરિયાદ કરી હતી કે, આરોપીએ તેમને +48732100634 નંબર ઉપરથી મેસેજ કર્યો હતો. જેમાં તેઓની પોલેંડની કંપની હતી અને ઇંડીયામાં તેઓને મટીરીયલની રીકવાયરમેંટ હોવાથી સંપર્ક કરવા કહ્યું હતું. જેથી ફરીયાદીએ રીટર્ન મેસેજ કરી તેઓની મદદ કરવા જણાવેલ જેથી તેઓએ ફરીથી તે જ નંબર ઉપરથી મેસેજ કરેલ જેમા CHEM INTERNATIONAL નામથી પોલેંડમાં એક કંપની ધરાવે છે અને તેઓ ઇંડીયામાંથી “ANIGRA LIQUID EXTRACT” નામનુ મટીરીયલ ખરીદ કરે છે જે મટીરીયલ તેઓને અગાઉ રાજેશ નામના વ્યક્તિ સપ્લાય કરતા હતા પરંતુ તેઓ મૃત્યુ પામ્યા હોવાથી જો તમે આ મટીરીયલ લઈ અમને વેચશોતો તમને 20 ટકા કમિશન મળશે.

8.18 લાખનું મટીરીટયલ મંગાવી ઠગાઈ આચરી
ફરીયાદીને આ લીકવીડ વેચવા વાળી કંપનીના કોન્ટેક્ટસ ડિટેઇલ્સ મોકલી હતી. આ ડીટેલને આધારે તેઓ સાથે વાત કરતાં “ANIGRA LIQUID EXTRACT” નામનુ મટીરીયલ એક લીટર રૂ 1.18 લાખમાં આપવાની વાત કરી હતી. જેથી ફરીયાદીએ એક લીટરના 1.18 લાખ આપીને ભારતમાં આવેલ આરોપીઓના એજન્ટ પાસેથી ઉપર મુજબનુ લીક્વીડ મંગાવ્યું હતું અને આ કેમીકલ પોલેન્ડ ખાતે મોકલવા બાબતે જણાવતા વધારે પ્રમાણમાં લીકવીડ કેમીકલ મંગાવવાનું જણાવી ઉપરોક્ત “ANIGRA LIQUID EXTRACT” નામનુ મટીરીયલની ખરીદી કરાવી હતી.ત્યારબાદ ફરીયાદી પાસેથી ટુકડે ટુકડે 8.18 લાખનું મટીરીટયલ મંગાવી ફરીયાદી સાથે છેતરપીંડી કરી હતી.

પોલીસે બે આરોપીઓને મુંબઈ મહારાષ્ટ્રથી પકડ્યા
બાદમાં ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ આરોપીઓને શોધી કાઢવા ફરીયાદનો અભ્યાસ કરી ફરીયાદીને આવેલ ઇ-મેલ તેમજ મોબાઇલ ફોન નંબરનું ટેકનીકલી એનાલીસિસ કરી તપાસ માટે પોલીસ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી તપાસ કરતાં સમગ્ર ષડયંત્ર મહારાષ્ટ્રથી ઓપરેટ થતુ હોવાનુ અને તેને નાઇજીરીયન ગેંગના સભ્યો ઓપરેટ કરતાં હોવાનુ સામે આવ્યું હતું. પોલીસ સ્ટાફની ટીમને મુંબઇ મોકલી વ્યુહાત્મક આયોજન કરી મુંબઇ ખાતેથી ચીનેદુ અનુમોલે, રાકેશ જવાહરલાલ મહાદેવ કશ્યપની અટકાયત કરી હતી.પોલીસને આરોપીઓ પાસેથી 6 નંગ મોબાઇલ તથા જે પ્રવાહી માટે લોકોની સાથે છેતરપીંડી કરતાં હતાં તે પ્રવાહી ભરેલ 7 બોટલો મળી આવી હતી.