ચોરીનો ભેદ ઉકેલાયો:અમદાવાદમાં વાહન ચોર ટોળકીનો પર્દાફાશ, ચોરીના પાંચ ટુ-વ્હીલર સાથે બે આરોપીઓ ઝડપાયા

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
ચોરીના વાહન સાથે પકડાયેલો આરોપી - Divya Bhaskar
ચોરીના વાહન સાથે પકડાયેલો આરોપી
  • શહેરના કાલુપુર, ગોમતીપુર અને રામોલમાં વાહન ચોરીના બનાવ બન્યા

અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં વાહન ચોરીના ગુનામાં પોલીસને સફળતા મળી છે. આ વિસ્તારોમાંથી પાંચ જેટલા વાહનોની ચોરીના બનાવની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. જેમાં પોલીસે બે આરોપીઓને ઝડપી લીધા છે, જ્યારે એક આરોપીને હાલમાં વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

ચોરીના 5 ટુ-વ્હીલર સાથે બે આરોપીઓ પકડાયા
અમદાવાદના ગોમતીપુર, કાલુપુર અને રામોલ વિસ્તારમાં પાંચ જેટલા વાહન ચોરીની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. જે અંગે ચોક્કસ બાતમીના આધારે પોલીસ દ્વારા કાલુપુર વિસ્તારમાંથી વાહનો ચોરી કરનાર આરોપીઓ તથા ચોરીના પાંચ વાહનો સાથે રૂ. 3 લાખનો મુદ્દામાલ કબજે કરી ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો હતો.

ચોરીના આરોપીની તસવીર
ચોરીના આરોપીની તસવીર

પોલીસે કબ્જે કરેલ મુદ્દામાલ

  • નંબર પ્લેટ વિનાની એક કાળા કલરની સુઝુકી એક્સેસ
  • એક કાળા તથા વાદળી કલરની બજાજ પલ્સર બાઈક
  • એક વાદળી કલરની સુઝુકી એક્સેસ
  • એક કાળા કલરનું સુઝુકી બર્ગમેન સ્કૂટર
  • એક કાળા કલરની સુઝુકી એક્સેસ
  • ગુનામાં ઉપયોગ કરેલ એક મરૂન કલરનું સુઝુકી બર્ગમેન સ્કૂટર