ટ્રાફિક પોલીસનો મોટો નિર્ણય:ગેરવર્તણૂક અને ભ્રષ્ટાચારમાં સપડાયેલા અમદાવાદના 700 TRB જવાનોને છૂટા કરી દેવાયા, નવા જવાનોની ભરતી પ્રક્રિયા શરૂ

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
તસવીર પ્રતિકાત્મક છે
  • 700 નવા TRB જવાનની ભરતી કરશે, 2500ની સ્ટ્રેન્થ માંથી 700ની હકલ પટ્ટી
  • આગામી સમયમાં ટ્રાફિક પોલીસને બોડી વોર્ન કેમેરા લગાવશે જેથી પબ્લિક અને પોલીસ વચ્ચે ઘર્ષણ ઘટશે

અમદાવાદ શહેરમાં ટ્રાફિક વિભાગે છેલ્લા 10 વર્ષમાં સૌથી મોટી કાર્યવાહી કરીને 700 જેટલા ટ્રાફિક બ્રિગેડન જવાનને એક જ વર્ષમાં ઘર ભેગા કરી દીધા છે. LRD જવાન દ્વારા લોકો સાથે બેહુડ વર્તન અને ગેરરીતિ જેવી ફરિયાદ બાદ ટ્રાફિક જેસીપી દ્વારા એક્શન લેવામાં આવ્યું છે. તેની સાથે પોલીસ દ્વારા એવું ન થાય તે માટે આગમી સમયમાં ટ્રાફિક પોલીસને બોડી વોર્ન કેમેરાથી સજ્જ કરાશે. તેની સાથે તેમને સોફ્ટ સ્કિલના પાઠ ભણવામાં આવશે.

TRBના જવાનનો દ્વારા બેહૂડું વર્તન કરવામાં આવે છે: મયંકસિંહ ચવાડા
અમદાવાદ શહેર ટ્રાફિક વિભાગના સંયુક્ત પોલીસ કમિશનર મયંકસિંહ ચવાડાએ જણાવ્યું હતું કે, અમને ઘણી વખત ફરિયાદ મળતી હોય છે જેની ખરાઈ કરીને અમે એક્શન લેતા હોઈએ છીએ એમ અમને એક વર્ષમાં અનેક એવી ફરિયાદ મળી કે TRBના જવાનનો દ્વારા બેહૂડું વર્તન કરવામાં આવે છે તેની સાથે અમારા અધિકારી દ્વારા સરપ્રાઈઝ વિઝીટ કરવા જાય ત્યારે પોઇન્ટ પર હાજર રહેતા ન હતા. જેથી તેવા તમામ સામે અમે એક્શન લીધા છે.

તસવીર પ્રતિકાત્મક છે
તસવીર પ્રતિકાત્મક છે

નવા જવાનોને સોફ્ટ સ્કિલ ટ્રેનિંગ આપવામાં આવશે
TRBમાં કુલ 2500ની સ્ટ્રેન્થ છે જેમાંથી 700ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હવે આ 700ની ભરતી કરવામાં આવશે. જે માટે નિશ્ચિત માપદંડ હોય છે. તેની સાથે હવે તેમને સોફ્ટ સ્કિલ ટ્રેનિંગ આપવામાં આવશે. તેમને બોડી વોર્ન કેમેરા લગાવવા આવશે. અમદાવાદ શહેરમાં મોટા જંકશન પર એક સેકન્ડમાં પિક હાવરમાં 40 જેટલા વાહન પસાર થતા હોય છે. ઘણી વખત કામના સ્ટ્રેસના કારણે ટ્રાફિક જવાન વર્તન બગડે છે જે માટે હવે એમને ખાસ ટ્રેનિંગ આપવામાં આવશે.

6700 જેટલા હોમગાર્ડની ભરતી પ્રક્રિયા શરૂ
હાલ 6700 જેટલા હોમગાર્ડની ભરતી થવાની છે. એ માટે ખાસ ગ્રાઉન્ડ સેટઅપ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું આયોજન કરવામાં આવ્યું છે. હોમગાર્ડના ઇન્ચાર્જ અધિકારી નીરજા ગોત્રુએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે અમારી પાસે અરજીઓ આવી છે એ પ્રમાણે સમગ્ર રાજ્યમાં પ્રક્રિયા હાથ ધરાઈ છે. એની સાથે અમદાવાદમાં આવતીકાલથી શારીરિક કસોટીની પ્રક્રિયા શરૂ થશે. એમાં ટેક્નિકલ બાબતોની જાણકારી ધરાવનારને પણ ખાસ ગુણ આપવામાં આવશે. આ વખતે પોલીસના અધિકારીને ભરતીપ્રક્રિયામાં સામેલ રાખવામાં આવશે. હોમગાર્ડને રોજના 300 રૂપિયા ભથ્થું અને 4 રૂપિયા વોશિંગ એલાઉન્સ મળે છે.

જવાનોને ત્રણ વર્ષના કોન્ટ્રાક્ટ પર લેવાશે
ટ્રાફિક બ્રિગેડના જવાનોને 58 વર્ષની ઉંમર સુધી નોકરી રખાય છે. પરંતુ ભ્રષ્ટાચાર વધતાં ટ્રાફિક બ્રિગેડના જવાનોને 3 વર્ષના કોન્ટ્રાકટથી નોકરીએ રખાશે. જે જવાનની કામગીરી સારી હશે અને ફરિયાદ નહીં હોય તેવા જવાનોની નવેસરથી ભરતી કરીને તેમને નોકરી રાખવામાં આવશે.

રૂ. 300 રોજના પગારથી નોકરી પર રખાશે
ટ્રાફિક બ્રિગેડના જવાનોને રોજના રૂ.300 પગાર ચૂકવાય છે અને મહિનામાં 28 દિવસ નોકરી લેવામાં આવે છે. જ્યારે રજાના દિવસે અથવા તો 28 દિવસ કરતાં વઘારે નોકરી લેવાય તો તેમને વધારાનો પગાર ચૂકવાય છે.

તસવીર પ્રતિકાત્મક છે
તસવીર પ્રતિકાત્મક છે

100 દિવસમાં સબ-ઈન્સ્પેક્ટર સહિત 27 હજાર ભરતીનું આયોજન
ભૂપેન્દ્ર પટેલની સરકારના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નવી સરકારી નોકરીઓ અંગેની જાહેરાત અંગે જણાવ્યું હતું, જેમાં તેમણે બિનહથિયારી પોલીસ સબ-ઈન્સ્પેક્ટર, હથિયારી પોલીસ સબ-ઈન્સ્પેક્ટર, ઈન્ટેલિજન્સ ઓફિસર, બિનહથિયારી આસિસ્ટન્ટ સબ-ઈન્સ્પેક્ટર, લોકરક્ષક તથા મોટર ટ્રાન્સપોર્ટ અને વાયરલેસ જેવા ટેક્નિકલ સંવર્ગોના પોલીસ સબ-ઈન્સ્પેક્ટર અને ટેક્નિકલ ઓપરેટર તથા હોમગાર્ડ્સ અને ગ્રામ રક્ષકદળની મળીને અંદાજિત 27847 જગ્યા માટે ભરતીનું આયોજન આગામી 100 દિવસ કરવા અંગે વાત કરી હતી.

બિનસચિવાલય ક્લાર્કમાં 3900 જગ્યાની ભરતી
પેપર લીકને કારણે રદ થયા બાદ ત્રણ વર્ષ સુધી અટવાઇ ગયેલી બિનસચિવાલય ક્લાર્ક અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની ભરતી પરીક્ષા 13 ફેબ્રુઆરી 2022ના રોજ યોજાશે. બિનસચિવાલય ક્લાર્ક- સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની અંદાજે 3900 જેટલી જગ્યાઓની ભરતી માટે સરકારે વર્ષ 2018માં પ્રક્રિયા હાથ ધરી હતી. આ માટે અંદાજે 10.45 લાખ જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જોકે શરૂઆતમાં લાયકાત વધારવાને કારણે અને ઉમેદવારોના આંદોલન અને બાદમાં પેપર લીક થવાને કારણે પરીક્ષા રદ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...