તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિન ખૂટી:વેપારીઓની વ્યથા, સતત ત્રણ દિવસ વેક્સિનેશન બંધ રહેવાથી 10 જુલાઈ સુધીમાં નહીં લઈ શકે વેક્સિન

અમદાવાદ3 મહિનો પહેલા
વેક્સિનેશન બંધ રહેતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા ( ફાઈલ ફોટો)
  • પાંચ કુવા કાપડ બજાર સહિત અનેક બજારમાં વેપારીઓનું વેક્સિનેશન બાકી છે

કોરોનાની ત્રીજી લહેરને પહોંચી વળવા માટે સરકાર અગાઉ થી જ તૈયારીઓ કરી રહી છે. સરકારે ટેસ્ટિંગ સહિત વેક્સિનેશન પર ભાર મુક્યો છે.રાજ્યમાં સુપરસ્પ્રેડરની કેટેગરીમાં આવતા લોકોને પણ ફરજીયાત વેક્સિનેશન માટે સરકારે ગાઈડલાઇન જાહેર કરી છે. જેમાં રાજ્યમાં તમામ બજારોમાં વેપારીઓ, ફેરિયાઓ, નોકરિયાત વર્ગ અને શ્રમિક વર્ગ ને 10 જુલાઈ સુધી આવશ્યક રીતે વેક્સિન લેવા માટે આદેશ કર્યો છે. અગાઉ અમુક શહેરોમાં પહેલા 30 જૂનની સમય મર્યાદા હતી જે ને સરકારે લંબાવીને 10 જુલાઈ કરી છે.

વેક્સિનેશન બંધ હોવાથી રસી નથી મળતી
આ SOP મુજબ 10 જુલાઈ બાદ વેક્સિન નહીં લેનાર વેપારી અને અન્ય લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ રાજ્યમાં સતત 3 દિવસ વેક્સિનેશન બંધ રહેવાનું હોવાથી વેપારીઓને વેક્સિન લેવામાં મુશ્કેલીઓ થઈ રહી છે. એક તરફ સરકારની ગાઈડલાઇનને અનુસરવાનુ અને બીજી તરફ વેક્સિનેશન બંધ હોવાથી રસી નથી મળતી જેને લઈને વેપારી એસોસિએશને સરકારને અપીલ કરી છે કે ફરજીયાત રસીકરણની સમય મર્યાદામાં વધારો કરી 31 જુલાઈ કરવામા આવે.

SOP પ્રમાણે વેક્સિન નહીં લેનાર વેપારી અને અન્ય લોકો પર કાયદેસરની કાર્યવાહી થશે ( ફાઈલ ફોટો)
SOP પ્રમાણે વેક્સિન નહીં લેનાર વેપારી અને અન્ય લોકો પર કાયદેસરની કાર્યવાહી થશે ( ફાઈલ ફોટો)

વેપારીઓ સહિત સ્ટાફ અને ફેરિયાનું વેકસીનેશન બાકી
અમદાવાદમાં પાંચ કુવા કાપડ મહાજનના પ્રમુખે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે સરકારે અમારા જેવા વેપારીઓને વેક્સિનેશન માટે 10 જુલાઈ સુધી ફરજીયાત રસીકરણ માટે ગાઈડલાઇન બહાર પાડી છે. અમદાવાદમાં 3 દિવસ વેક્સિનેશન બંધ રહેવાનું છે. જેથી અમને મળેલી વધારાની સમયમર્યાદાથી 3 દિવસ ઓછા થઈ ગયા હજી અમારા બજારમાં 10 હજાર જેટલા વેપારીઓ સહિત સ્ટાફ અને ફેરિયાનું વેકસીનેશન બાકી છે.

વેક્સિનનો પૂરતો જથ્થો મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ
સરકાર પાસે સ્ટોક ન હોય તો તેઓ એ સમય મર્યાદા વધારી 31 જુલાઈ કરવી જોઈએ. સાથે અમને કોર્પોરેશન માંથી પૂરતો જથ્થો મળી રહે તેવી વ્યવસ્થા કરાવી જોઈએ. અમારી સરકાર મેં અપીલ છે કે આ બાબત એ વિચાર કરી યોગ્ય નિર્ણય લે. અમદાવાદ જવેલ્સ એસોસિએશનના મેમ્બર આશિષ ઝવેરીએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે અમે 1 થી 6 તારીખ દરમિયાન રસીકરણ કેમ્પ યોજીને 3 હજારથી વધુ લોકોને વેકસીન અપાવી છે.

વેપારીઓએ સરકાર પાસે સમય મર્યાદા વધારવા માંગ કરી
અમદાવાદમાં દોઢ લાખ વેપારીઓ છે જેમાં કેટલાક લોકોને વેક્સિન લેવાની બાકી છે. 3 દિવસ વેક્સિનેશન બંધ રહેવાથી હવે આ વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. કારણ કે 10 જુલાઈ સુધી ફરજીયાત રસીકરણનો સરકારનો આદેશ છે એટલે અમારી માંગ છે કે પૂરતો વેક્સિનનો જથ્થો મળી રહે અને આ 10 જુલાઈ ના બદલે 31 જુલાઈ સુધી સમય મર્યાદા વધારવામાં આવે. અમારા વેપારીઓને જો અલ થી પૂરતો વેક્સિનનો જથ્થો આપવામાં આવે તો અમે સરળતાથી તમામને રસી અપાવી શકીએ. અમારી સરકારને અપીલ છે કે એક બાબતે યોગ્ય નિર્ણય લે જેથી અમને રાહત મળે.