આંધળો વિશ્વાસ ભારે પડ્યો:અમદાવાદના વેપારીએ ઇન્વેસ્ટ કરવા માટે મિત્રને રૂ.10 લાખ આપ્યાં, પાછા માગતા માથાભારે શખ્સો વેપારીની BMW તોડીને ભાગી ગયા

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પૈસા પરત માંગતા શખ્સો પહેલા વોટ્સએપ કોલ કરી ધમકીઓ આપી પછી કાર તોડી નાખી
  • વધારે નફો કમાવવાની લાલચમાં વેપારીએ મિત્રને પૈસા આપી દીધા હતા

અમદાવાદના એક વેપારીને પરિચયમાં આવેલા એક યુવકે પોતાના સમાજના લોકો જમીનનો ઇન્વેસ્ટમેન્ટ કરે છે તેમ કહીને જો તું મેસેજ કરીશ તો તને ખૂબ ફાયદો થશે તેમ કહી દસ લાખ રૂપિયા કરાવ્યા હતા વેપારીએ સમયમર્યાદા પૂરી સજા પોતાના રૂપિયાની માગણી કરી તો માથાભારે શખ્સો તને વોટ્સએપ કોલ અને ફોન કરીને ધમકી આપવા લાગ્યા હતા એટલું જ નહીં વેપારીની પાર્ક કરેલી BMW કાર તોડી નાખી હતી આ બનાવ અંગે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે​​​​​​​.

દોઢ એક વર્ષ પહેલા વેપારી પૃથ્વીના સંપર્કમાં આવ્યો હતો
પોલીસ સૂત્રો પસેથી મળતી માહિતી પ્રમાણે, મીઠાખલીના પ્રવીણ કુંજ સોસાયટીમાં રહેતા શૈવલ પરીખે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી કે આજથી દોઢ એક વર્ષ અગાઉ પૃથ્વી નામનો માણસ મારા પરિચયમાં આવેલ અને બાદમાં અમો વચ્ચે મિત્રતા કેળવાયેલ બાદ હું તથા પૃથ્વી અમો બન્ને અવાર નવાર એક બીજાને મળતા હતાં. બાદમાં એક દિવસ હું તથા પૃથ્વી વસ્ત્રાપુર આઇ.આઇ. બ્રીજ ખાતે બેસેલ ત્યારે પૃથ્વીએ મને કહ્યું, ભરત રબારી અને હરી રબારી રહે ગાંધીનગર મારા સારા મિત્રો છે અને તેવો જમીન લે-વેચનો ધંધો કરે છે. તું એમની સાથે ઇન્વેસ્ટ કરે તો તેને સારો નફો મળશે.

પૃથ્વીએ વધારે નફાની લાલચ આપી રોકાણ કરાવ્યું
જેથી મેં તેને કહ્યું કે મને એકાદ દિવસ વિચારવાનો સમય આપ હું તને વિચારીને કહીશ તેવું જણાવેલ ત્યારબાદ આ પૃથ્વી મને બે દિવસ બાદ વસ્ત્રાપુર આઇ.આઇ.એમ બ્રી જ ખાતે મળેલ અને પૃથ્વીએ મને ભરત રબારી જેનો મોબાઇલ ઉપર વાતચીત કરી હતી. ભરત રબારીએ મને જણાવ્યું કે, હું દસ લાખ રૂપિયા જમીનમાં રોકાણ કરીશ અને તેમાંથી જે નફો થાય તે હું તમને એકાદ મહીનામાં મુળી સાથે પરત આપી દઈશ. તેવું જણાવતા મેં પૃથ્વીને રોકડ રૂપિયા 10 લાખ ભરત રબારીને આપવા માટે આપ્યા હતા. ત્યારબાદ બીજા દિવસે ભરત રબારીને મેં ફોન કરી જણાવ્યું કે, તમોને દસ લાખ રૂપિયા મળી ગયા છે ને? ત્યારબાદ ભરત રબારીએ કહ્યું કે, હા મને પૈસા મળી ગયા છે અને મેં પૈસા જમીનમાં રોકાણ કરી દીધા છે.

વેપારીએ પૈસા પરત માંગતા બહાના કાઢવા લાગ્યાં
ત્યારબાદ મહીના પછી મેં પૃથ્વી પાસે મારા આપેલ રૂપિયા દસ લાખ માગતા તેઓએ મને કહ્યું કે, હું તમને ભારત પાસે વાત કરી તેની પાસેથી અપાવી દઈશ ત્યારબાદ મેં અવાર નવાર ફોન કરતા તે ઓએ મને પૈસા આપેલ નહી અને બહાના કાઢતા મને જણાવ્યું કે, તારા પૈસા ભરત આપશે તેવું કહેતા કે ભરતને ફોન કરી પૈસા માગતા ભરત પણ બહાના કાઢતો હતો. ત્યારબાદ હું ફેબ્રુઆરીમાં દુબઈ ગયો હતો. જેથી મારો તેઓની સાથે સંપર્ક થઇ શકેલ નહી બાદમાં જુલાઇ-2021માં હું પરત આવતા ફરીથી મેં પૃથ્વી તેમજ ભરતને પૈસા માટે ફોન કરતા મને સરખો જવાબ આપ્યો ન હતો.

માથાભારે શખ્સોની વાતોથી વેપારી ગભરાઈ ગયો હતો
ગઇકાલે સાંજના સાડા ત્રણેક વાગે મને માહિતી મળેલ કે ભરત તેમજ હરી બન્ને જણા સરગાસણ ચોકડી બેઠા છે તેવું જાણવા મળતા હું મારી BMW લઇને સરગાસણ ચોકડી સાડા ચારેક ગયો તે વખતે ભરત રબારી તેમજ હરી રબારી તેના મિત્રો સાથે બેઠા હતા. જ્યાં જઇને ભરત રબારી તેમજ હરી ૨બારીની ઓળખ થતા મેં પણ તેઓને મારી ઓળખાણ આપેલ બાદમાં મેં તેઓની પાસે મેં આપેલ રૂપિયા દસ લાખની માગણી કરી હતી. ભરત રબારીએ મને કહ્યું હું અને હરી તેમજ પૃથ્વી આવતી કાલે તને મળવા આવીશું તેવુ ઉશ્કેરાઇને કહેતા હું ગભરાઇ ગયો અને બાદમાં હું મારા ઘરે પરત આવી ગયો હતો.

તું ફોન કેમ નથી ઉપાડતો કહી બીભત્સ ગાળો બોલતા હતા
જ્યારે આજ બપોરના એક વાગ્યાથી મને ભરત રબારી મને વોટ્સએપ કોલ કરી ગાળો બોલી મને ધમકાવ્યો બાદમાં અવાર નવાર ફોન કરતા મને ડર લાગતા મેં તેના ફોન ઉપાડ્યાં નહીં બાદમાં સાંજના પાંચેક વાગ્યાના સમયે હું એસ.જી હાઇવે હોટલ ગ્રાંડ ભગવતીની સામે મારી ઉપરોક્ત ગાડી પાર્ક કરી ટી.જી.બી. હોટલમાં ગયો હતો તે વખતે થોડા સમય પછી આ ભરત રબારીએ બીજા એકમો ઉપરથી મારા મોબાઈલ ઉપર ફરીથી સાદોફોન કરતા મેં ફોન ઉપાડતા ફોન ઉપર મને જણાવ્યું કે, હું ભરત રબારી બોલું છું અને તું ફોન કેમ નથી ઉપાડતો તેમ કહી મને બીભત્સ ગાળો બોલવા લાગેલ અને ધમકીઓ આપવા લાગ્યો હતો.

વેપારી હોટલમાં જમવા ગયો ને તેની BMW તોડી નાખી
તે વખતે આ હરી રબારીએ પણ ફોન લઇ ફોન ઉપર મને હરી રબારી બોલું છું તેમ કહી મને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમ કી આપેલ ત્યારબાદ ભરત રબારી એ હરી પાસેથી ફોન લઇ મને કહેલ કે હાલ તુ ક્યા છે? જેથી મે તેને એસ.જી. હાઇ વે ખાતે છુ તેવુ જણાવેલ જેથી તેણે કહેલ કે ઉભો રે હુ હમણા જ તને મારી નાખવા આવુ છુ તેવુ કહી મને જાનથી મારી નાખવાની ધમકી આપેલ જેથી મને ડર લાગતા હુ ટી. જી.બી હોટલમાં બેસી રહેલ અને ત્યારબાદ છે એક વાગ્યાની આસ પાસ હોટલની બહાર આવી મારી ગાડી લેવા જતા મારી ગાડીના ચારે બાજુના તમામ કાચ તુટી ગયેલ હતા તેમજ ગાડી ના બોનેટ ઉપર કાણા પાડી નુકસાન કરેલ હતુ જેથી આ મારી ગાડીને આ ભારત રબારી તથા હરી રબારી ના ઓએ નુકશાન કરેલ હોવની મને શકા છે.

અન્ય સમાચારો પણ છે...