બિલ્ડર સામે ફરિયાદ:અમદાવાદના વેપારીએ આશ્રમ રોડની સ્કીમમાં ઓફિસ બુક કરાવી, સન ગૃપના બિલ્ડરે પૈસા લઈ દસ્તાવેજ ન આપતાં ફરિયાદ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
એલિસબ્રિજ પોલીસ સ્ટેશન - Divya Bhaskar
એલિસબ્રિજ પોલીસ સ્ટેશન
  • ઓફિસના ભાવ વધી ગયા છે વધારાના 10 લાખ આપો તો દસ્તાવેજ કરી આપવાનું કહી દસ્તાવેજ ન કરી આપ્યો
  • સન ગૃપના બિલ્ડર વિરુધ્ધમાં એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી

સાઉથ બોપલમાં પેટની શોપ ધરાવતા વેપારીએ સન બિલ્ડર ગૃપની સ્કિમમાં ઓફિસ બુક કરાવી હતી. ઓફિસના પૈસા લીધા બાદ પણ બિલ્ડર અને તેના મળતીયાઓએ ઓફિસનો દસ્તાવેજ કરી આપ્યો ન હતો. ભાવ વધી ગયાની વાત કરીને વધુ 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી. આ અંગે વેપારીએ સન ગૃપના બિલ્ડર વિરુધ્ધમાં એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી.

એ-814 નંબરની ઓફિસ નક્કી કરી 1.12 લાખનો ચેક આપ્યો હતો
મૂળ કચ્છ ભુજના અને હાલ સાઉથ બોપલના ઓર્ચિડ ગ્રીન ફિલ્ડમાં અતુલ નાઇક રહે છે અને પેટ શોપ ધરાવી વેપાર કરે છે. ધંધા માટે તેમને આશ્રમ રોડ પર ઓફિસ જોઇતી હતી. આશ્રમ રોડ ખાતે નિર્ગુણા ઇન્ફ્રાસ્ટ્રક્ચર એલએલપી, સન બિલ્ડર્સ ગૃપ દ્વારા વેસ્ટ બે નામની કોમર્શિયલ ઓફિસની સ્કીમ બહાર પાડી હતી. જ્યાં તે ઝયમીન ચક્રવર્તી તથા સુનિલ પટેલને મળ્યા હતા. દરમિયાનમાં જયેશભાઇનો કોલ તેમના પર આવ્યો હતો અને જણાવ્યું હતુ કે, શેઠે વાત કરી છે, તેમને ભાવમાં ડિસ્કાઉન્ટ આપીશું. આ દરમિયાન મિત્રના ત્યાં આવ્યા અને ત્યાં એ-814 નંબરની ઓફિસ નક્કી કરી 19.48 લાખ નક્કી કર્યા હતા. બાના પેટે 1.12 લાખનો ચેક આપ્યો હતો. આમ ઓફિસ બુક કરવાની એક રિસિપ્ટ પણ આપી હતી.

સિંધુ ભવન રોડ પરની ઓફિસે બાનાખતની વાત થઈ
દરમિયાનમાં સન બિલ્ડરના માલિકની સિંધુ ભવન રોડ ખાતેની ઓફિસ પર માલિક નરેન્દ્ર કાંતિલાલ પટેલ, દીપક નરેન્દ્ર પટેલ, મેહુલ તુલસી પટેલ મળ્યા હતા. આ સમયે રજીસ્ટર બાનાખત અંગે વાત થઇ હતી, પરંતુ પૈસા બગાડવાની વાત કરીને રજીસ્ટર બાનાખત કરાવ્યું ન હતુ. અમારી કંપની મોટી છે, વિશ્વાસ રાખો દસ્તાવેજ કરી આપીશું. દરમિયાનમાં ઓફિસ તૈયાર થતાં ઓફિસની ચાવી પણ આપી દીધી હતી. બાદમાં મેન્ટનન્સ માટેના 1 લાખથી વધુ ચુકવ્યા હતા.

બિલ્ડરે કહ્યું- દસ્તાવેજ કરવો હોય તો બીજા 10 લાખ આપવા પડશે
દસ્તાવેજ માટે બોલાવી કંપનીના માલિકો કે ઓથોરાઇઝ પર્સન દસ્તાવેજ માટે હાજર રહ્યા ન હતા. આખરે તમે કંપનીની ડાયરી જમા કરાવી ન હતી, તેથી તમે એફિડેવિટ કરાવો તો દસ્તાવેજ કરી આપીશું તેમ જણાવ્યું હતુ. આખરે નોટરાઇઝ દસ્તાવેજ કરાવી દીધું હતુ અને બાદમાં બિલ્ડરે કહ્યું હતુ કે, ઓફિસના હાલના ભાવ વધી ગયા છે એટલે અમે કરી આપીશું નહી દસ્તાવેજ કરવો હોય તો બીજા 10 લાખ આપવા પડશે. આખરે આ અંગે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં સન ગૃપના બિલ્ડર નરેન્દ્ર કાંતિલાલ પટેલ, દીપ નરેન્દ્ર પટેલ, મેહુલ તુલસી પટેલ, જયમીન ચક્રવર્તી અને સુનિલ પટેલ વિરુધ્ધમાં ગુનો નોધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...