વિકાસ કામો:અમદાવાદમાં SP રીંગરોડ પર વધુ 9 ફ્લાય ઓવર અને એક અંડરપાસ બનશે, AUDAએ જંક્શનો પણ નક્કી કરી દીધાં

અમદાવાદ9 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • એશિયન ડેવલપમેન્ટ બેંક સમક્ષ રૂ.1900 કરોડની લોનની દરખાસ્ત મુકાઈ હતી જેને મંજુરી મળી ગઇ

અમદાવાદ શહેરની ફરતે આવેલા SP રીંગરોડ પર વધુ 9 ફ્લાય ઓવર અને એક અંડરપાસ બાંધવાનો DPR AUDAએ એશિયન ડેવલપમેન્ટ બેંક સમક્ષ સબમીટ કરી દીધો છે. ઔડાએ શહેરના એસપી રિંગ રોડ ઉપર વધુ 10 ફ્લાયઓવર-અંડરપાસ બાંધવાના જંકશનો ફિક્સ કરી દીધાં છે તેવી માહિતી DPRમાં મૂકી છે. ઔડાનો DPR મંજુર થયા બાદ આ 10 ફ્લાયઓવર-અંડરપાસ માટે ટેન્ડરો બહાર પાડી દેવાશે.AUDAનું અનુમાન છે કે, અગામી ઓગસ્ટ 2021 સુધીમાં ટેન્ડરોની પ્રક્રિયા પૂર્ણ કરી દેવાશે અને કામ શરૂ કરી દેવાશે.
સિંધુભવન જંકશન ઉપર ફ્લાયઓવર બાંધવાનું નક્કી કરાયું
AUDAએ શહેરના એસપી રિંગ રોડના સિંધુભવન જંકશન ઉપર ફ્લાયઓવર બાંધવાનું નક્કી કર્યું છે તો ઓગણજ જંકશન ઉપર અંડરપાસ બાંધવાનું આયોજન કર્યું છે.આ સિવાય બાકરોલ જંકશન, હાથિજણ જંકશન, રામોલ જંકશન, વસ્ત્રાલ પાંજરાપોળ જંકશન, નિકોલ જંકશન, દાસ્તાન જંકશન, તપોવન જંકશન અને શિલજ જંકશન ઉપર પણ ફ્લાયઓવર બાંધવાનું આયોજન કર્યું છે.
આગામી સમયમાં ટેન્ડરો બહાર પડવાની શક્યતાઓ
AUDAએ શહેરની ફરતે આવેલા AUDAમાં સમાવેશ થયેલા વિસ્તારના વિકાસના કામો માટે એશિયન ડેવલપમેન્ટ બેંક સમક્ષ રૂ.1900 કરોડની લોનની દરખાસ્ત મૂકી હતી જેને મંજુરી મળી ગઇ છે. ઔડાએ આ અંગે DPR આ બેંક સમક્ષ સબમીટ કરી દીધો છે. આ DPRને મંજુરી મળતાની સાથે ટેન્ડરો જાહેર કરી દેવાશે પછી બેંક તરફથી લોનનો પ્રથમ પ્રથમ હપ્તો મળી જવાની આશા છે.
આ 10 જંક્શનો ઉપર ફ્લાયઓવર-અંડરપાસ બંધાશે

 • બાકરોલ જંકશન
 • હાથિજણ જંકશન
 • રામોલ જંકશન
 • વસ્ત્રાલ પાંજરાપોળ જંકશન
 • નિકોલ જંકશન
 • દાસ્તાન જંકશન
 • તપોવન જંકશન
 • ઓગણજ જંકશન (અંડરપાસ)
 • શિલજ જંકશન
 • સિંધુભવન જંકશન
અન્ય સમાચારો પણ છે...