• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Ahmedabad: Three Persons, Including A Rickshaw Driver, Absconding After Pulling A Gold Chain From A Woman Who Was Alighting From A Passenger Rickshaw In Ahmedabad.

ચેઈન સ્નેચિંગ:અમદાવાદમાં પેસેન્જર રિક્ષામાંથી ઉતરતી મહિલાની સોનાની ચેઈન ખેંચી રિક્ષા ડ્રાઈવર સહિત ત્રણ શખ્સો ફરાર

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 12 ગ્રામની સોનાની ચેઈન અને 2 ગ્રામનું પેન્ડલ મળીને કુલ 84 હજાર રૂપિયાની લૂંટ
  • બાપુનગર પોલીસે મહિલાની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી

અમદાવાદમાં ચેઈન સ્નેચિંગના ગુનાઓએ હવે તો હદ વટાવી દીધી છે. એકલ દોકલ મહિલાઓના ગળામાંથી સોનાની ચેઈન તોડીને ભાગી જતાં રીઢા ગુનેગારો હવે બેફામ બન્યાં છે. તેમજ દોરા ઝૂંટવાની નવી તરકીબોથી લૂંટ ચલાવી રહ્યાં છે. અમદાવાદ શહેરમાં પેસેન્જર રિક્ષામાં બેઠેલા ત્રણ શખ્સોએ એક મહિલાના ગળામાંથી સોનાની ચેઈન અને પેન્ડલ કયા સમયે કાઢી નાંખ્યું તે ખુદ મહિલાને પણ સમજમાં નથી આવ્યું. મહિલાએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં રિક્ષા ચાલક સહિત ત્રણ શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.

મહિલા પેસેન્જર રિક્ષામાં બેસીને ઘરે જતી હતી
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ શહેરમાં બાપુનગર વિસ્તારમાં ભક્તિનગર પાસે સ્થિત એક ફિઝિયોથેરાપીમાં એક મહિલા આવી હતી. આ મહિલા ફિઝિયોથેરાપીમાંથી નીકળીને બપોરે સવા એક વાગ્યાની આસપાસ ઘરે જવા માટે બાપુનગર ચાર રસ્તાથી ઓટો રિક્ષામાં બેસીને અનિલ સ્ટાર્ચ તરફ જવા નીકળી હતી. આ રિક્ષાની પાછળની સીટમાં ત્રણ અજાણ્યા ઈસમો પણ બેઠા હતાં. જેમની ઉંમર 25થી 30 વર્ષ સુધીની હતી.

મહિલાએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ( ફાઈલ ફોટો)
મહિલાએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ( ફાઈલ ફોટો)

રિક્ષા ચાલકે મહિલાને સાધના સ્કૂલ પાસે ઉતારી
આ ત્રણ ઈસમોમાંથી એક ઈસમે મહિલાને કહ્યું હતું કે, તેને આગળ ઉતરવાનું છે તમે વચ્ચે બેસી જાઓ. જેથી મહિલા સીટમાં વચ્ચે બેસી ગઈ હતી. ત્યાર બાદ રિક્ષા ડ્રાઈવરે બીજા ઈસમને આગળ જવાનું હોવાથી મહિલાને સાધના સ્કૂલ આગળ ઉતરવાનું કહ્યું હતું. જેથી મહિલા સ્કૂલ આગળ ઉતરી ગઈ હતી. આ દરમિયાન ગળામાં હાથ ફેરવતાં ગળામાંથી 12 ગ્રામની સોનાની ચેઈન અને ગણપતિની ડિઝાઈન વાળું 2 ગ્રામનું પેન્ડલ રિક્ષા ડ્રાઈવર અને અન્ય ત્રણ શખ્સોએ નજર ચૂકવીને તોડી લઈ તેઓ ત્યાંથી ભાગી ગયાં હતાં.

મહિલાએ રિક્ષા ડ્રાઈવર અને ત્રણ શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી
મહિલાના ગળામાંથી સોનાની ચેઈન લૂંટાઈ જતાં તે થોડાક સમય માટે ચોંકી ગઈ હતી. જેથી તેમણે રિક્ષા ડ્રાઈવર સહિત રિક્ષામાં પાછળની સીટ પર બેઠેલા ત્રણ શખ્સો વિરૂદ્ધ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે મહિલાની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

( બાપુનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ)