• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Ahmedabad, Surat Caught The Highest Amount Of Bogus Billing Of Rs 3,000 Crore; 196 Firms Were Seized From Both The Cities After GST Was Implemented

GST વિભાગની કાર્યવાહી:અમદાવાદ, સુરતમાં સૌથી વધુ 3 હજાર કરોડનું બોગસ બિલિંગ પકડાયું; GST લાગુ થયા બાદ બંને શહેરમાંથી 196 પેઢી પકડાઈ

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અમદાવાદના પરેશ ચૌહાણ એકલાએ જ 36 બોગસ પેઢી બનાવી 900 કરોડનું કૌભાંડ આચર્યું

રાજ્યમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધારે વેપારીઓ જીએસટીની ચોરી કરતા ઝડપાયા હોવાનું રાજ્ય સરકારે જણાવ્યું છે. તાજેતરમાં વિધાનસભા ગૃહમાં પુછાયેલા પ્રશ્નના જવાબમાં સરકારે જવાબ આપતા કહ્યું હતું કે, ગુજરાતમાં કરચોરીનું પ્રમાણ અમદાવાદ, સુરતમાં વધુ છે. ઉપરાંત ભાવનગર, રાજકોટ, મોરબી અને ગાંધીનગરમાં પણ બોગસ બિલિંગ કરતા વેપારીઓ પકડાયા છે.

રાજ્યમાં જીએસટીની ચોરી સૌથી વધારે અમદાવાદ અને સુરતમાં થઈ છે ત્યાર બાદ બાદ ભાવનગર અને રાજકોટનો નંબર આવે છે. અમદાવાદની પરેશ ચૌહાણ નામની વ્યક્તિએ જ 36 જુદી જુદી પેઢીઓ બનાવી રૂ. 900 કરોડનું કૌભાંડ આચર્યું હતું. વર્ષ 2017માં જીએસટી લાગુ થયા બાદ માત્ર અમદાવાદ અને સુરતમાં જ 3094 કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપાયું છે, જેમાં 250 લોકો અને 196 જેટલી પેઢીઓનો સમાવેશ થાય છે. જ્યારે ભાવનગરમાંથી 104 કરદાતા પાસેથી રૂ. 433 કરોડનું બોગસ બિલિંગ ઝડપાયું છે. રાજકોટમાંથી રૂ. 333 કરોડ, મોરબીમાંથી રૂ. 126 કરોડ અને ગાંધીનગરમાંથી રૂ. 104 કરોડની કરચોરી ઝડપી પાડવામાં આવી છે.

તાજેતરમાં ભાવનગરમાં પણ મોટું બોગસ બિલિંગનું રેકેટ મળી આવતા રાજ્ય સરકાર દ્વારા તેની તપાસ કરી સ્ટેટ જીએસટીના અધિકારીઓની સંડોવણી હોવાનું જણાતાં એક ડેપ્યુટી કમિશનર કક્ષાના અધિકારીઓ સહિત અન્ય બે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત એકસાથે 36 જેટલા કર્મચારીઓની ભાવનગરથી અન્ય જગ્યાએ બદલી કરી દેવામાં આવી છે. આ કૌભાંડનો આંક પણ રૂ. 1 હજાર કરોડ સુધી પહોંચી ગયો છે.

જીએસટીની ચોરી કોણ અને કેવી રીતે કરે છે?
ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ ડિપાર્ટમેન્ટને તપાસમાં ધ્યાને આવ્યું હતું કે, સૌથી વધારે કૌભાંડો ભાડાની જગ્યાએ ચલાવાતી પેઢીઓ દ્વારા કરવામાં આવે છે. કરદાતાઓ દ્વારા ભાડાની જગ્યા પર નંબર લઈને બોગસ પેઢીઓના નામે બિલો બનાવી આઈટીસી મેળવી લેવામાં આવે છે, જેમાં ઘણી બધી લિસ્ટેડ કંપનીએ પણ પોતાનું ટર્નઓવર બતાવવા અથવા બેન્ક લોન લેવા માટે બોગસ બિલિંગનો સહારો લીધો હોય તેવું પણ બહાર આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...