વિવાદ:PG ટીચર્સની ભરતી નહીં થતાં અમદાવાદ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટની 15 બેઠક ગુમાવવી પડશે, 9 વર્ષથી ભરતી નથી થઈ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સ્પાઈન ઈન્સ્ટિટ્યૂટ અને ફિઝિયોથેરાપી કોલેજ - ફાઈલ તસવીર - Divya Bhaskar
સ્પાઈન ઈન્સ્ટિટ્યૂટ અને ફિઝિયોથેરાપી કોલેજ - ફાઈલ તસવીર
  • સાંસદ કિરીટ સોલંકી, મંત્રી પ્રદીપ પરમાર, વિશ્વકર્માએ આરોગ્ય વિભાગને રજૂઆત કરી

સિવિલ કેમ્પસની સરકારી સ્પાઈન ઈન્સ્ટિટ્યૂટ અને ફિઝિયોથેરાપી કોલેજમાં છેલ્લા 9 મહિનાથી પી.જી. ટીચર્સની ભરતી કરવામાં આવતી નથી. આ કારણે કોલેજની 15 પી.જી. બેઠક લેપ્સ થાય એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. સામાન્ય ઘરના વિદ્યાર્થીઓને ડૉક્ટર બનવા સરકારી ઈન્સ્ટિટ્યૂટની બેઠકો મહત્ત્વની હોય છે.

રાજ્ય આરોગ્ય વિભાગની સુસ્ત નીતિના કારણે સરકારી સ્પાઈન ઈન્સ્ટિટ્યૂટની પી.જી. ફિઝિયોથેરાપીની બેઠકો અનઆવશ્યક રીતે જતી રહેશે. આ બાબતે સાંસદ કિરીટ સોલંકી, મંત્રી પ્રદીપ પરમાર અને જગદીશ વિશ્વકર્માએ પણ આરોગ્ય વિભાગને લેખિત રજૂઆત કરી છે, પણ કંઈ થયું નથી.

ગાંધીનગર આરોગ્ય વિભાગના સૂત્રો કહે છે કે, સરકારી ફિઝીયોથેરાપી કોલેજ પાસે કુલ 22 પોસ્ટ ગ્રેજ્યુએશન વિદ્યાર્થીની માન્યતા મળેલી છે જેના માટે સાત પી.જી. ટીચર્સ હોવા જરૂરી છે, પંરતુ હાલ કોલેજમાં માત્ર બે ટીચર્સ છે. છેલ્લા 9 મહિનાથી સરકારમાં અનેક વખત રજૂઆત કરવા છતા ભરતી કરવામાં આવતી નથી.

પોસ્ટ ગ્રેજ્યુએશનની પ્રવેશ પરિક્ષાઓ યોજાઈ ચૂકી છે અને વધુમાં વધુ એક મહિના સુધીમાં કાઉન્સિલિંગ બાદ વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે. પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય તે પહેલા જો વર્ગ-1 અને વર્ગ-2ના ટીચર્સની ભરતી કરવામાં નહીં આવે તો સરકારી કોલેજની બેઠકો લેપ્સ જશે અને આ કારણે સામાન્ય ઘરના વિદ્યાર્થીઓને સરકારી કોલેજના સસ્તા ફી સ્ટ્રક્ચરમાં ભણવા મળશે નહીં.

UGમાં વિદ્યાર્થી વધ્યા પણ ટીચર્સ ન વધ્યા
ગુજરાત યુનિવર્સિટી દ્વારા સરકારી ફિઝિયોથેરાપી કોલેજમાં અન્ડર ગ્રેજ્યુએશનના 100 વિદ્યાર્થીઓની સીટને માન્યતા આપી છે ત્યારબાદ ઈડબલ્યુએસના રિઝર્વેશન મુજબ 24 વિદ્યાર્થીઓની સીટમાં વધારો થતા કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 124 થઈ છે. વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે પણ મંજૂર લેક્ચરર ઈન ફિઝિયોથેરાપીની એક પણ જગ્યા ભરવામાં આવી નથી.

અન્ય સમાચારો પણ છે...