અમદાવાદના આજના મહત્વના સમાચાર:ટુરિઝમ કંપનીની મેમ્બરશિપના બહાને છેતરપિંડી, બિલ્ડર, તેની પત્ની અને પુત્ર સામે માર મારવાની પુત્રવધુની પોલીસ ફરિયાદ

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

1.ટુરિઝમ કંપનીની મેમ્બરશિપના બહાને લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી(સમાચાર વાંચવા અહીં ક્લિક કરો)

શહેરના ડ્રાઈવ- ઇન વિસ્તારમાં ઓફિસ ખોલી ટુરિઝમ કંપનીની મેમ્બરશિપનાં બહાને લોકો સાથે છેતરપીંડી કરવામાં આવી છે. કંપનીમાં નંબર સિલેક્ટ થયો છે કહી ઓફિસમાં બોલાવ્યા બાદ મેમ્બરશિપ માટે અલગ અલગ લોભ લાલચ આપી મેમ્બરશિપ લેવડાવતા હતા. અનેક લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હોય શકે છે. આ મામલે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

2.પોપ્યુલર બિલ્ડર્સના માલિક રમણ પટેલ, પત્ની, પુત્ર સામે માર મારવાની પુત્રવધુની પોલીસ ફરિયાદ(સમાચાર વાંચવા અહીં ક્લિક કરો)

શહેરના વસ્ત્રાપુરમાં પિતાની ઉશ્કેરણીના કારણે પરિણીતાને તેના પતિ, સાસુ, સસરા દ્વારા માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. એટલું જ નહિં, સાસરિયાઓએ પરિણીતાની માતાને પણ માર માર્યો હતો. આ અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદી મહિલાના સસરા એવા પોપ્યુલર ગ્રુપના જાણીતા બિલ્ડર રમણભાઈ પટેલ, પતિ મૌનાંગ પટેલ, સાસુ મયુરીકા પટેલ અને પિતા મુકેશ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોધવામાં આવી છે.
3. બોપલની શિક્ષિકાના પેટીએમમાંથી 50 હજાર ઉપાડી લીધા (સમાચાર વાંચવા અહીં ક્લિક કરો)
થલતેજ વિસ્તારમાં રહેતી મહિલા બોપલ વિસ્તારમાં આવેલી ખાનગી શાળામાં શિક્ષિકા છે. શિક્ષિકાને KYC બાબતે ફોન આવ્યો અને 1 રૂપિયાનું ટ્રાન્જેક્શન કરવા માટે કહ્યું હતું. જેવું મહિલાએ 1 રૂપિયાનું ટ્રાન્જેક્શન કર્યું તરત જ તેમના ખાતામાંથી 50 હજાર ઉપડી ગયા હતાં. હાલ મહિલાએ આ અંગે પોલીસ ફરિયાદ નોધાવી છે.

4. સરસપુરમાં ઘરે આવેલા મહેમાનને પાડોશીએ બરાબરના માર્યા (સમાચાર વાંચવા અહીં ક્લિક કરો)
શહેરના સરસપુર વિસ્તારમાં જૂની અદાવત મામલે ઘરે આવેલા મહેમાનને પાડોશીઓએ ફટકાર્યા હોવાની ઘટના સામે આવી છે. પાડોશમાં રહેતા યુવકોએ આવેલા મહેમાન સહિત ઘરની મહિલાઓને પાઇપ અને દંડા વડે માર મારતા ઈજાગ્રસ્તો મહિલાઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

5. આગામી 5 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી (સમાચાર વાંચવા અહીં ક્લિક કરો)
રાજ્યમાં લો પ્રેશર અને સાક્લોનીક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આગામી 48 કલાક ભારે વરસાદ ખાબકી શકે છે. 16 ઓગસ્ટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, મોરબી, દ્વારકા, પોરબંદર, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. જ્યારે અન્ય જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 17 ઓગસ્ટે વરસાદની તીવ્રતા વધી જશે. જેના કારણે કચ્છ,બનાસકાંઠા, પાટણ,સુરેન્દ્રનગર, દ્વારકા, સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થશે.

6. અમદાવાદમાં કોરોનાનો કહેર (સમાચાર વાંચવા અહીં ક્લિક કરો)
શહેર અને જિલ્લામાં કુલ 162 નવા કેસ નોંધાયા હતા અને 3 દર્દીના મોત થયા છે. જ્યારે કુલ 188 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 14 ઓગસ્ટની સાંજથી 15 ઓગસ્ટની સાંજ સુધીમાં શહેરમાં 148 અને જિલ્લામાં 14 નવા કેસ નોંધાયા છે.જ્યારે શહેરમાં 3 દર્દીના મોત થયા છે. તેમજ શહેરમાં 168 અને જિલ્લામાં 20 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરાયા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 28,840એ પહોંચ્યો છે. જ્યારે 23,708 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. અત્યાર સુધીમાં 1,655 દર્દીઓ કોરોના સામે લડતાં લડતાં મોતને ભેટ્યા છે. હવે શહેરમાં કુલ 224 માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર થઈ ગયા છે. ગઇકાલે 13 વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં અને 18 નવા ઝોન ઉમેરવામાં આવ્યા છે.

7. મેઘાણીનગરમાં સોપારીના વેપારીએ રૂપિયા ન ચૂકવતા એકટીવા સળગાવ્યું (સમાચાર વાંચવા અહીં ક્લિક કરો)
મેઘાણીનગર વિસ્તારમાં ઉછીના રૂપિયા લઈને સમયસર ન આપતા રૂપિયા આપનાર વ્યક્તિએ લેણદારની ઘરની બહાર જઈને તેની એક્ટિવા સળગાવી નાખી હતી. આ ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે. રામચંદ્ર કોલોનીમાં રહેતા કમલેશભાઈ પ્રજાપતિ પોતાના ઘરે સુતા હતા. ત્યારે આજુબાજુમાંથી બુમો પડતા તેઓ ઘરની બહાર દોડીને ગયા હતા. તેમણે જોયું તો તેમનું પાર્ક કરેલું એક્ટિવા સળગી રહ્યું હતું. આસપાસના લોકોએ પાણી નાખીને આગ બુઝાવી હતી. હાલ પોલીસે આ સંદર્ભે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...