માનવતા અકબંધ / અમદાવાદમાં કેટલીક ગેસ એજન્સીના સંચાલકો કહે છે, લોકડાઉન ખુલે તો પૈસા આપજો નહીં તો ચાલશે

Ahmedabad some gas agency in lockdown gives humanity massage gives gas cylinder needy people
X
Ahmedabad some gas agency in lockdown gives humanity massage gives gas cylinder needy people

  • શહેરમાં લોકોની પાસે લોકડાઉનમાં ગેસનો સિલિન્ડર ખલ્લાસ થઈ જાય તો કેટલાક લોકો બાકીમાં ગેસનો સિલિન્ડર આપી રહ્યા છે
  • લોકડાઉને લોકોને એકબીજાથી દૂર રાખવાનો સંદેશ ભલે આપ્યો પણ મન અને માનવતા એક બીજાની નજીક લાવી રહી છે

દિવ્ય ભાસ્કર

Mar 26, 2020, 03:28 PM IST

અમદાવાદ: ગરીબ લોકો લોકડાઉનને પગલે હાલ પોતાના ઘરમાં છે ત્યારે તેમના પગારને આવતા હજી પાંચેક દિવસની વાર છે. પૈસાના અભાવે કેટલાકના ઘરમાં રાશન ખૂટી પડ્યા છે તો કેટલાક એવા લોકો છે. જેમના ઘરમાં રાંધણ ગેસના સિલિન્ડર ખલ્લાસ થઈ ગયા છે. આવા લોકો પોતાનો પગાર આવે ત્યારે જ રાંધણ ગેસ ખરીદી શકે છે તેમ છે. તેવામાં શહેરના વાડજ અખબારનગર આસપાસના વિસ્તારના કેટલાક રાંધણ ગેસના સિલિન્ડરના વિક્રેતા હવે આવા તમામ લોકોની વ્હારે આવ્યા છે. જે લોકો રાંધણગેસનો સિલિન્ડર માંગે તેમને ઘરે પહોંચાડી આપે છે. જ્યારે જેમની પાસે પૈસા નથી તેમને કહે છે, લોકડાઉન ખુલે તો પૈસા આપજો નહીં તો ચાલશે અમે તમારી મદદમાં કાયમ છીએ.
લોકડાઉનથી લોકો ઘરમાં બંધ
કોરોના વાઈરસને ફેલાતો રોકવા માટે સોશિયલ ડિસ્ટન્સ એકમાત્ર રસ્તો છે ત્યારે ભારતમાં 130 કરોડ લોકો લોકડાઉન છે અને પોતાના દિવસો જેમ તેમ પસાર કરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 21 દિવસનો લોકડાઉન કરી દીધું ત્યારે ગરીબ અને મજબુર લોકો જેમ તેમ કરીને પોતાના દિવસો પસાર કરવા મજબુર બન્યા છે. તેમના ઘરમાં ગેસના સિલિન્ડર ખૂટી પડતાં કેટલાક પાસે નાણાં પણ નથી ત્યારે ગેસ સપ્લાયરો બાકીમાં જરૂરિયાતમંદોને ગેસ સિલિન્ડર ફાળવીને માનવતા દાખવી રહ્યા છે.  
કોરોનાના ડર વચ્ચે વિક્રેતાઓની અનોખી પહેલ
કોરોનાને લઈને ગેસના હેલ્પરો લોકોના ઘરે જઈને ગેસ ડિલિવરી કરશે અને જે લોકો પાસે ગેસના બાટલા લેવાના પૈસા ના હોય તો પણ બાકીમાં ગેસનો બાટલો આપશે. અહીંની ગેસ એજન્સીઓ દ્વારા આ સિલિન્ડર ડિલિવરીમેન દ્વારા અનોખો પ્રયાસ કર્યો છે. જો લોકો પાસે સિલિન્ડર લેવાના પૈસા ના હોય તો એ બાકીમાં બાટલો આપશે. સાથે સાથે લોકડાઉનના કારણે કોઈ એક્ટિવા દ્વારા ઘરે સિલિન્ડર આપવાનો રહેશે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી