આખા અમદાવાદ અને ગુજરાતમાં એમડી ડ્રગ્સ સપ્લાય થાય છે તેવી કુખ્યાત પટવાશેરીમાંથી એમડી ડ્રગ્સ લઈને શહેરમાં વેચતા દાણીલીમડાના યુવકને અમદાવાદ એસઓજીની ટીમે 32 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપી લીધો હતો. જોકે સ્થાનિક કારંજ પોલીસે થોડા સમય પહેલા માત્ર ત્રણ ગ્રામ એમડી ડ્રગ્સ પડ્યું હતું.
છેલ્લા ઘણા લાંબા સમયથી ગુજરાતના દરિયા કિનારેથી મોટા પ્રમાણમાં હેરોઇન અને ડ્રગ્સની હેરાફેરી થઈ રહી છે. ગુજરાતના તમામ મહાનગરોમાં પણ ડ્રગનું દૂષણ મોટાપાયે વધતું જઈ રહ્યું છે. ગુજરાત પોલીસ દ્વારા ડ્રગ્સ તેના સપ્લાયરને ઝડપી લેવા માટે ખાસ કવાયત હાથ ધરવામાં આવી છે.
અમદાવાદ એસ.ઓ.જી.ના ડીસીપી મુકેશ પટેલની ટીમને બાતમી મળી હતી કે દાણીલીમડા બોમ્બે હોટલ નજીક પૈસા નગરમાં રહેતો લઈક હુસેન બસીર અહેમદ અન્સારી ( 34) નામનો યુવક એમડી ડ્રગ્સ લાવ્યો છે અને તે શહેરમાં વેચવા જઈ રહ્યો છે.
એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેક્ટર એ.ડી.પરમાર તથા એન બી પરમાર ની ટીમે તરત જ તેને ઝડપી લીધો હતો અને તેની પાસેથી ૩૨ ગ્રામ એમડી ડ્રગ્સ કબજે કર્યું હતું. પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે, એમડી ડ્રગ્સ તે પટવાશેરી માંથ લાવ્યો હતો અને શહેરમાં રહેતો હતો.લઈકનો ભાઈ અગાઉ ગાંજાના મોટા જથ્થા સાથે ઝડપાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.