ડ્રગ્સ પેડલરની ધરપકડ:નશો કરવા નશાનો વેપાર કરતા જુહાપુરાના એમડી ડ્રગ્સ પેડલરને અમદાવાદ SOGએ ઝડપ્યો

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
SOGએ ડ્રગ્સ પેડલરની ઘરપકડ કરી છે - Divya Bhaskar
SOGએ ડ્રગ્સ પેડલરની ઘરપકડ કરી છે
  • વેજલપુર મામલતદાર કચેરી પાસે એમડી ડ્રગ્સ વેચાતું હોવાની SOGને બાતમી મળી હતી
  • સોહિલ જુહાપુરા, સરખેજ અને વેજલપુરની ચાની કીટલીઓ પર ડ્રગ્સની પડીકી વેચતો

અમદાવાદના જુહાપુરામાં નશો કરવા માટે નશાનો વેપાર શરૂ કરનાર આરોપીની SOG ક્રાઇમ ધરપકડ કરી છે. ડ્રગ્સ પેડલર પાસેથી લાખો રૂપિયાનું એમ.ડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. પકડાયેલો આરોપી અમદાવાદના રાજા નામના પેડલર પાસેથી ડ્રગ્સનો જથ્થો લેતો હોવાનું સામે આવ્યું છે.

રાજા નામના પેડલર પાસેથી ડ્રગ્સ લેતો
SOG ક્રાઇમે સોહિલ ચૌહાણ 2.85 લાખના એમ.ડી.ડ્રગ્સના જથ્થા સાથે પકડ્યો છે. SOGને બાતમી મળી હતી કે, વેજલપુર મામલતદાર કચેરી પાસે એમ.ડી ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું છે. આ બાતમીના આધારે SOG વોચ ગોઠવીને આરોપી સોહિલ ચૌહાણને એમ.ડી ડ્રગ્સના જથ્થા સાથે પકડી પાડ્યો હતો. તપાસ કરતા પકડાયેલો આરોપી સોહિલ ડ્રગ્સ પેડલર હતો. જે અમદાવાદના રાજા નામના પેડલર પાસેથી ડ્રગ્સ લીધું હોવાનું સામે આવ્યું છે.

પકડાયેલો પેડલર હોસ્પિટલ-મેડિકલ સ્ટોરમાં નોકરી કરતો
ડ્રગ્સ પેડલર સોહિલ ચૌહાણની પુછપરછ કરતા સામે આવ્યું છે કે, સિફા હોસ્પિટલમાં નોકરી કરતો અને અન્ય એક મેડિકલ સ્ટોરમાં નોકરી હતો. ત્યાં કફ સીરપનો નશાના રવાડે ચઢ્યો હતો. તેવામાં સોહિલ રાજા નામના પેડલરના સંપર્કમાં આવતા જ રાજા પાસેથી તે ડ્રગ્સનો જથ્થો લાવી અને છૂટકમાં વેચાણ કરતો હતો. જેમાં 1500થી 2000 રૂપિયામાં ડ્રગ્સની એક-એક પડીકીઓ વેચતો હતો. જો કે આરોપી સોહિલ જુહાપુરા, સરખેજ અને વેજલપુરની ચાની કીટલીઓ પર ડ્રગ્સની પડીકી વેચતો હતો. આરોપી સોહિલ પણ ડ્રગ્સનો બધાણી છે, જેથી પોતાને ડ્રગ્સ પીવા પૈસા ન હોવાથી ડ્રગ્સ લાવીને વેચતો અને પોતે પણ ડ્રગ્સનો નશો કરતો હતો.

એસઓજીએ પેડલરની શોઘખોળ આદરી
એમ.ડી ડ્રગ્સના નેટવર્કમાં રાજા નામના શખસનું નામ સામે આવ્યું છે. પકડાયેલો આરોપી રાજા પાસેથી અગાઉ ડ્રગ્સનો જથ્થો લાવી ચૂક્યો છે. જેથી SOG ટીમે રાજા નામના પેડલરની શોધખોળ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...