અમદાવાદ ક્રાઈમ ન્યૂઝ:અમદાવાદ SOGએ 23.84 લાખના એમડી ડ્રગ્સ કેસમાં રાજસ્થાનથી વધુ એક આરોપીની ધરપકડ કરી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
એસઓજીએ રાજસ્થાનના આરોપીની ધરપકડ કરી - Divya Bhaskar
એસઓજીએ રાજસ્થાનના આરોપીની ધરપકડ કરી
  • અગાઉ પકડાયેલા બે આરોપી લોકેશ હુકા પાટીદાર નામના શખસ પાસેથી એમડી ડ્રગ્સ લાવ્યા હતા

અમદાવાદ SOGએ થોડા દિવસ 23.84 લાખના 238.400 ગ્રામ એમડી ડ્રગ્સના જથ્થા સાથે 2 આરોપીઓની ધરપકડ કરી હતી. આ આરોપીની ધરપકડ કરીને તપાસ કરતા રાજસ્થાનના અન્ય આરોપીનું નામ સામે આવ્યું હતું. જેને લઈને SOGએ એમડી ડ્રગ્સના કેસમાં વધુ એક આરોપીની રાજસ્થાનથી ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

SOGએ બે શખસને ઝડપ્યા હતા
SOGએ મહેશ પાટીદાર અને લાલશંકર પાટીદાર નામના 2 આરોપીની 23.84 લાખના એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા હતા. આ આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, ડુંગરપુર ખાતે રહેતા લોકેશ હુકા પાટીદાર નામના વ્યક્તિ પાસેથી એમડી ડ્રગ્સ લાવ્યા હતા. જેથી રાજસ્થાનથી લોકેશ નામના વધુ આરોપીની ધરપકડ કરી હતી. જેની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, લાલ ચૌધરી જે બાડમેર રાજસ્થાનનો રહેવાસી છે. તેને ડ્રગ્સ આપ્યું હતું, જેથી SOGએ તે દિશામાં તપાસ શરુ કરી છે.

અન્ય સમાચારો પણ છે...