તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચુકાદો:અમદાવાદમાં આઈશા આત્મહત્યા કેસમાં આરોપી પતિ આરિફખાનની જામીન અરજી સેશન્સ કોર્ટે નામંજુર કરી

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
આઈશાએ સાબરમતિ નદીમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો - Divya Bhaskar
આઈશાએ સાબરમતિ નદીમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો
  • પીડિત પરિવારે આરોપીને જામીન નહીં આપવા માટે વાંધા અરજી કરી હતી

અમદાવાદના ચકચારી આઈશા આત્મહત્યા કેસમાં પકડાયેલા તેના પતિ આરિફે રેગ્યુલર જામીન મેળવવા માટે કોર્ટમાં અરજી કરી હતી. આ અરજીની સુનાવણી બાદ કોર્ટે ચુકાદો પહેલી એપ્રિલ પર મુલતવી રાખ્યો હતો. ત્યારે આજે સેશન્સ કોર્ટે આરિફની જામીન અરજી ફગાવીને તેના જામીન ના મંજુર કર્યાં છે. અગાઉની સુનાવણીમાં સરકારે એફિડેવિટ કરીને એવી રજુઆત કરી હતી કે આ કેસની તપાસ નાજુક તબક્કે હોવાથી અરજી ફગાવી દેવી જોઈએ.

આરિફખાનની આ કેસમાં ગંભીર ભુમિકા છે
આજે ચુકાદો આપતાં કોર્ટે કહ્યુ હતું કે આરોપી પતિ આરિફખાનની આ કેસમાં ગંભીર ભુમિકા છે. સમાજમાં આવા આરોપીઓને જામીન આપીને છુટા ના મુકી શકાય. કારણ કે આવા આરોપીઓને જામીન પર મુક્ત કરવામાં આવે કો સમાજમાં આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિને પ્રોત્સાહન મળે. આરોપી પતિ આરિફની જામીન અરજીનો સરકાર અને મૃતક પત્ની આઈશાના પરિવારજનોએ વિરોધ કર્યો હતો.

આરોપી પતિ આરિફખાન
આરોપી પતિ આરિફખાન

પીડિત પરિવારે વાંધા અરજી કરી હતી
આરિફની જામીન અરજીના વિરોધમાં પીડિત પરિવાર તરફથી વાંધા અરજી કરવામાં આવી હતી. તે ઉપરાંત આરોપીને જામીન પર મુક્ત કરવામાં આવશે તો તે ગુજરાત છોડીને ભાગી જશે એવી વકિલ દ્વારા કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી. આ દલીલને કોર્ટે ગ્રાહ્ય રાખી હતી. સરકાર તરફથી આત્મહત્યા સમયના વિડીયોમાં પતિને દોષિત માનવામાં આવી રહ્યો હોવાની દલીલ કરવામાં આવી હતી.

આરોપી સામે પ્રથમદર્શિય કેસ બને છે
પોલીસ તરફથી મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે એફિડેવિટ રજૂ કરતાં જણાવ્યું હતું કે, આયેશાએ અગાઉ જુલાઈ મહિનામાં પણ આયેશાએ વટવા પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી તે પડતર છે. આઈશાએ આપઘાત કરતા પહેલા કોઈપણ સમયે સુસાઈડ નોટ લખી હતી તે કબજે કરવામાં આવી છે. જેમાં આયેશાએ એવો ઉલ્લેખ કર્યો છે કે મૃતક ગર્ભવતી હતી ત્યારે પણ તેને ફટકારી હતી. જેના કારણે તેને ગંભીર ઈજાઓ થઈ હતી અને બાદમાં તેને ગર્ભપાત પણ કરાવવો પડ્યો હતો. આરોપી સામે પ્રથમદર્શિય કેસ બને છે અને તપાસ ચાલી રહી છે. આવા કેસમાં જામીન ન આપવા જોઈએ.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો