તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઇફેક્ટ:અમદાવાદમાં દર વર્ષે 10 કરોડના ફટાકડા વેચાય છે, આ વર્ષે અંદાજે 3 કરોડનું જ વેચાણ થયું

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અમદાવાદમાં ગયા વર્ષ કરતાં ફટાકડાનું વેચાણ 40 ટકા રહ્યું હોવાનો અંદાજ

શહેરમાં દર વર્ષે દિવાળીમાં અંદાજે 10 કરોડના ફટાકડાનું વેચાણ થતું હોય છે, પરંતુ આ વર્ષે શહેરમાં 30થી 40 ટકા જ વેચાણ થયું હોવાનું અંદાજ વેપારીઓ વ્યક્ત કર્યો છે. આ વર્ષે અંદાજે 3 કરોડના ફટાકડાનું જ વેચાણ થયું છે. જોકે વેપારીઓને દિવાળી પહેલાં ચાર કરોડના ફટાકડા વેચાવાની આશા હતી.

સામાન્ય રીતે નવરાત્રિ પૂરી થતાંની સાથે જ અમદાવાદમાં ફટાકડાની દુકાનો, સ્ટોલ શરૂ થઈ જતાં હોય છે અને શરદ પૂનમ બાદ ફટાકડાનું વેચાણ શરૂ થઈ જતું હોય છે. જોકે ચાલુ વર્ષે કોરોનાની મહામારીને કારણે જે પણ વેપારીઓ કાયમી ધોરણે ફટાકડાનું વેચાણ કરે છે અને લાઇસન્સ ધરાવે છે તેમણે જ વેચાણ શરૂ કર્યું હતું. જોકે ત્યાર બાદ ધીમે ધીમે તંબુ, સ્ટોલ, પાથરણાં કે લારીઓમાં ફટાકડાનું વેચાણ શરૂ થયું હતું.

દિવાળીના દિવસે પણ ફટાકડાનું વેચાણ ઘટ્યું
દિવાળીના તહેવારમાં ફટાકડા ફોડવાની શરૂઆત અને ખરીદી નવરાત્રિ અને શરદપૂનમથી શરૂ થઈ જતી હોય છે. આ સમયગાળા દરમિયાન ફટાકડાના વેપારીઓને કેટલાક ગ્રાહકોને ભાવ કહેવાનો પણ ટાઈમ નથી હોતો, પરંતુ આ વર્ષે પરિસ્થિતિ તદ્દન વિપરીત હતી. કોરોના મહામારીને કારણે આ વર્ષે ફટાકડાબજારમાં મહામંદી આવી ગઈ છે. અમદાવાદના વિવિધ ફટાકડાબજારોમાં જ્યાં ફટાકડા માટે ભીડ જામતી હોય છે એવા બજારમાં ગ્રાહક આવતા નથી અને દુકાનદારો હાથ પકડીને બોલાવતા હતા. શહેરમાં કોરોનાને કારણે ફટાકડાબજારમાં તેની સીધી અસર જોવા મળી છે. દિવાળીના દિવસે પણ ફટાકડાનું વેચાણ ગયા વર્ષ કરતાં ઘટ્યું હતું.

બજારમાં ખરીદી 60 ટકા નથી
અમદાવાદ ફટાકડાબજાર એસોસિયેશનના પ્રમુખ આશિષ ખજાનચીએ જણાવ્યું હતું કે આ વર્ષે ફટાકડાના વેચાણમાં 40 ટકા હોવાનો અંદાજ હતો. શહેરમાં દર વર્ષે 10 કરોડના ફટાકડા વેચાય છે, પરંતુ આ વર્ષે 3થી 4 કરોડની આસપાસ વેચાણ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો