તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શક્યતા:દિવાળી સુધીમાં અમદાવાદ-સૌરાષ્ટ્ર માટે ટ્રેન શરૂ થઈ શકે, અમદાવાદ-બોટાદ બ્રોડગેજ લાઈનનું કામ પૂર્ણ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • રેલવેએ CRS રૂટના ઈન્સ્પેક્શનની પ્રક્રિયા શરૂ કરી

અમદાવાદથી બોટાદ રૂટ પર બ્રોડગેજ રેલવે લાઈનની કામગીરી લગભગ પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે કમિશનર ઓફ રેલવે સેફ્ટીએ આ રૂટનું ઈન્સ્પેક્શન કરવા માટે જરૂરી પ્રક્રિયા શરૂ કરી છે. જુલાઈ અંતમાં કે ઓગસ્ટની શરૂઆતમાં સીઆરએસ રૂટનું ઇન્સ્પેક્શન કર્યા પછી ઓકે સર્ટિફિકેટ આપે તે પછી અમદાવાદથી બોટાદ અને સૌરાષ્ટ્ર માટે દિવાળી પહેલાં નવી ટ્રેન શરૂ થઈ શકે છે. અમદાવાદથી બોટાદ સુધીના લગભગ 170 કિ.મી. મીટર ગેજ રૂટને લગભગ 976 કરોડ રૂપિયાના ખર્ચે બ્રોડજેગમાં રૂપાંતરિત કરવાની કામગીરી શરૂ કરી હતી.

ભાવનગર વચ્ચેનું અંતર 35 કિમી ઘટશે
અમદાવાદ-બોટાદ રૂટ પર સિગ્નલ સહિતની કામગીરી પૂર્ણ થવાની સાથે આ રૂટ પર રેલવે દ્વારા 24 સ્ટેશનો, 13 મોટા બ્રિજ અને 226 નાના બ્રિજ તૈયાર કરાયા છે. આ રૂટ શરૂ થતા અમદાવાદથી ભાવનગર વચ્ચેનું અંતર લગભગ 35 કિ.મી. જેટલું ઘટી જશે. સૌરાષ્ટ્ર તરફ જતી ટ્રેનો આ રૂટ પરથી દોડાવી શકાશે.

અન્ય સમાચારો પણ છે...