તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

SOGના દરોડા:ચાંગોદરની ફેક્ટરીમાં નકલી ઘી બનાવવાનું કૌભાંડ, 500 ગ્રામ ઘી માત્ર રૂ. 55માં વેચતા, એકની ધરપકડ

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
ધી નુ પેકિંગ કરવાનું મશીન તથા તેલના ડબ્બા પોલીસે કબજે કર્યાં - Divya Bhaskar
ધી નુ પેકિંગ કરવાનું મશીન તથા તેલના ડબ્બા પોલીસે કબજે કર્યાં
 • પોલીસને અમૂલ તથા સાગર જેવી બ્રાન્ડના 500 ગ્રામના પાઉચ હાથ લાગ્યા
 • આરોપી વિરૂદ્ધ ગુનો નોંધીને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી
 • નકલી ઘીના 215 પાઉચ, તેલ, ઘી, પેકિંગ મશીન સહિતની સામગ્રી જપ્ત

ચાંગોદરના શ્યામ એસ્ટેટમાંથી સોયાબીન તેલ, પામોલીન તેલ તેમજ વનસ્પતિ ઘીમાં ભેળસેળ કરીને અમૂલ ઘી અને સાગર ઘી તરીકે ખપાવીને વેચવાનું કૌભાંડ પકડાયું છે. જિલ્લા એસઓજીની ટીમે દરોડો પાડીને નકલી ઘીના 215 પાઉચ તેમજ તેલ, ઘી, પેકિંગ મશીન સહિતની સામગ્રી કબજે કરી હતી. બજારમાં 239 રૂપિયામાં 500 ગ્રામ વેચાતુ ઘીનું પાઉચ ગઠિયો રૂ. 55માં વેપારીને આપતો હતો.

આરોપી શૈલેષ સોલંકી
આરોપી શૈલેષ સોલંકી

ચાંગોદર શ્યામ એસ્ટેટના એક ગોડાઉનમાં ઘીના નકલી પાઉચ બનાવવામાં આવતા હોવાની બાતમી જિલ્લા એસઓજીના પીઆઈ ડી.એન.પટેલને મળી હતી. ગોડાઉનમાં દરોડો પાડતા સોયાબીન તેલના ભરેલા 9 ડબ્બા, પામોલીન તેલના ભરેલા 9 ડબ્બા, ડાલડા ઘીના 20 ડબ્બા, ફલેવર તેમજ ઘીના પાઉચ પેક કરવાનું મશીન મળી આવ્યું હતું. આ સાથે ગોડાઉનમાંથી સોયાબીન તેલના ખાલી 70 ડબ્બા, પામોલીન તેલના ખાલી 69 ડબ્બા અને ડાલડા ઘીના ખાલી 241 ડબ્બા મળી આવ્યા હતા. પોલીસે શૈલેષ રમેશભાઈ સોલંકી (નૈયા એપાર્ટમેન્ટ, રામોલ ટોક્ષની બાજુમાં વસ્ત્રાલ)ની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ગોડાઉન 3 મહિના પહેલાં ભાડે લીધું હતું
શૈલેષે આ ગોડાઉન 3 મહિના પહેલાં ભાડે રાખ્યું હતું અને અઢી મહિનાથી તેલમાં ભેળસેળ કરીને નકલી ઘી બનાવવાનું શરૂ કર્યું હતું. પોલીસે શૈલેષની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, તે આ નકલી ઘીનું પાઉચ રૂ. 55માં બાપુનગર ઠકકરનગરના અનિરુધ્ધસિંહ નામના વેપારીને સપ્લાય કરતો હતો. પોલીસે અનિરુધ્ધસિંહને પકડવા તજવીજ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો