ધરપકડ:દાહોદ- જાંબુઆની લૂંટ અને ધાડ કરતી “હઠીલા ગેંગ”ના ચાર આરોપીઓને અમદાવાદ ગ્રામ્ય LCBએ ઝડપી પાડ્યા

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ઝડપાયેલા આરોપીઓ - Divya Bhaskar
ઝડપાયેલા આરોપીઓ
 • મંદિરની દાન પેટી તોડીને 25 હજારની લૂંટ કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતાં
 • પોલીસે આરોપીઓ પાસેથી 26 હજાર 753 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો

અમદાવાદ શહેર તથા જિલ્લામાં લૂંટ અને ધાડની ઘટનાઓ વધી રહી છે. આ ઘટનાઓમાં મુખ્યત્વે અમદાવાદ બહારની ગેંગ સક્રિય થઈ છે. ત્યારે અમદાવાદ જિલ્લામાં આ પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલ દાહોદ- જાંબુઆની “હઠીલા ગેંગ”ના ચાર આરોપીઓને અમદાવાદ ગ્રામ્ય LCBએ ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ સાણંદ પોલીસ સ્ટેશનમાં ધાડના ગુનામાં તપાસ હેઠળ હતાં.

ફરિયાદીને આરોપીઓએ માર મારી લૂંટ ચલાવી
પ્રાપ્ત વિગતો પ્રમાણે 8મી ઓક્ટોબરે રાત્રે એક દોઢ વાગ્યાની આસપાસ નવઘણભાઇ વાઘેલા સાણંદ બાયપાસ રોડ પર આવેલ ઉમિયામાતાના મંદીરે ગાદલુ નાંખી સુઇ ગયાં હતાં અને મંદીરની દાનપેટી તુટવાનો અવાજ આવતા તેઓ જાગી ગયાં હતાં. તેમણે બે માણસો દાનપેટી તોડતા હતા બાદમાં બાજુમાંથી ત્રણ માણસો આવી નવઘણભાઈને પકડી લીધા હતાં અને ઝપાઝપી કરી હતી. એક માણસે લોખંડનો સળીયો તેમના માથામાં માર્યો હતો અને પાંચેય માણસો ભેગા થઇ નવઘણભાઈને ઢસડી મહાદેવના મંદીરની બાજુમાં આવેલ ગેલેરીમાં લઇ ગયેલ અને તેમના ખીસ્સામાંથી પાકીટ માથી રૂપિયા પાંચ હજાર તથા મંદીરની દાનપેટી તોડી તેમાથી રોકડ રૂપીયા 25 હજાર કાઢી લઇ તથા એક મોબાઇલ મળી કુલ રૂપીયા 31 હજારની લુંટ કરી ખેતરોમા થઇ ભાગી ગયાં હતાં.

પોલીસે મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડ્યા
આ ઘટનાની ફરિયાદ નવઘણભાઈએ સાણંદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જેના ભાગરૂપે પોલીસે મંદીરના તથા આજબાજુ ના CCTV ચેક કરી સદર અન-ડિટેક્ટ ગંભીર ગુનો શોધી કાઢવા માટે અલગ અલગ ટીમોની રચના કરી ખાસ વ્યુહાત્મક પ્લાન ઘડ્યો હતો. ત્યાર બાદ પોલીસને બાતમી હકીકત મળેલ કે મંદીરના CCTV ફુટેજમા દેખાતા આરોપીઓના વર્ણન મુજબના પહેરેલ કપડા વાળા ચાર શંકાસ્પદ ઇસમો હાથીજણ રીંગરોડ સર્કલથી મહેમદાવાદ તરફ જતા રોડ ઉપર વાહનની રાહ જોતા ઉભા છે. બાતમીને આધારે LCBની ટીમ દ્વારા હાથીજણ સર્કલ નજીક વોચ રાખી સદર ગુનાને અંજામ આપનાર આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતાં.

પોલીસે 26 હજાર 753ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપ્યા

 • કરણસિંહ વિરસિંહ, જાંબુઆ મધ્યપ્રદેશ
 • તેરસિંહ ગવાભાઇ, ગરબાડા દાહોદ
 • દીલીપ વિંછીયા ગરબાડા દાહોદ
 • બદીયાભાઇ હઠીલા ગરબાડા દાહોદ

આરોપીઓએ કરેલ ગુનાઓની કબુલાત

 • સાણંદમાં મંદિરમાંથી ધાતુની ચેઇન, બુટ્ટી તથા રોકડ રકમ
 • વિરોચનનગર નજીક જૈન દેરાસર દાન પેટીમાથી રોકડ રૂપીયા
 • સાણંદ નજીક ઇયાવા ગામે મંદીરમા ચાંદીના છત્તર,મુગટ,એક પેન્ડલ
 • અડાલજ ખાતે શનિદેવના મંદીરમાંથી રોકડ રૂપીયાની ચોરી
 • ગાંધીનગર જૈન દેરાસર મંદીરમાથી ચોરી કરવાની કોશીષ
 • વડસર ગામે એક મંદીરમાંથી દાનપેટી તોડેલ તથા એમ્પ્લીફાયરની ચોરી
અન્ય સમાચારો પણ છે...