ધો.10નું રિઝલ્ટ:અમદાવાદ રૂરલનું 63.98% ટકા અને શહેરી વિસ્તારનું 63.18 ટકા પરિણામ,1180 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
એચ.બી કાપડિયા સ્કૂલમાં વિદ્યાર્થી ભવ્ય પટેલને 95 ટકા આવ્યા - Divya Bhaskar
એચ.બી કાપડિયા સ્કૂલમાં વિદ્યાર્થી ભવ્ય પટેલને 95 ટકા આવ્યા
  • છેલ્લા ત્રણ વર્ષમાં અમદાવાદનું સૌથી ઓછું પરિણામ આવ્યું

ગુજરાત બોર્ડનું ધોરણ 10નું આજે 65.18 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ સિટી વિસ્તારનું 63.18 ટકા જ્યારે ગ્રામિણ વિસ્તારના કેન્દ્રોનું 63.98 ટકા પરિણામ આવ્યું છે. અમદાવાદ સિટી વિસ્તારમાં આવેલા ઘાટલોડિયા, વસ્ત્રાલ, રાણીપ, મેમનગર, જોધપુર સહિતના કેન્દ્રો રૂરલમાં ગણાતા હોવાથી આ વખતે શહેર કરતા રૂરલના પરિણામમાં સહેજ વધારો જોવા મળ્યો છે.

અમદાવાદ સિટીમાં 106 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ
ધોરણ 10ના પરિણામમાં અમદાવાદ સિટી વિસ્તારના કેન્દ્રોમાંથી 48,755 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં 586 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ, 3659 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ, 6158 વિદ્યાર્થીઓને B1 ગ્રેડ તથા 8150 વિદ્યાર્થીઓને B2 ગ્રેડ આવ્યો છે. આવી જ રીતે રૂરલની વાત કરીએ તો 40584 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 594ને A1, 2907ને A2, 5105ને B1 તથા 6643ને B2 ગ્રેડ આવ્યો છે.

રૂરલમાં દેત્રોજનું સૌથી ઓછુ પરિણામ
સિટીના અન્ય કેન્દ્રોમાંથી એલિસબ્રિજ કેન્દ્રનું 83.49% ટકા, કાંકરિયાનું 88.55 ટકા, નારણપુરા કેન્દ્રનું 85.32 ટકા, જમાલપુર કેન્દ્રનું 86.30 ટકા, સોલા રોડ કેન્દ્રનું 73.30 ટકા પરિણામ આવ્યું છે. રૂરલ વિસ્તારની વાત કરીએ તો દેત્રોજનું સૌથી ઓછુ 28.57%, સાણંદનું 48.07%, હિરપુરાનું 38.57% તથા કટોસણ રોડનું 46.51% પરિણામ જાહેર થયું છે. જ્યારે રૂરલમાં સૌથી વધુ પરિણામની વાત કરીએ તો મેમનગર 78.42 ટકા, રાણિપ 74.92 ટકા, વસ્ત્રાલ 75.34%, ખોડા 71.80 ટકા પરિણામ જાહેર થયું છે.