ઈમાનદાર રિક્ષા ચાલક:અમદાવાદના રિક્ષા ચાલકે બાળકને ભૂલાયેલું એપલનું આઇપેડ પરત કર્યું, રિક્ષા ચાલકની ઈમાનદારી બિરદાવી

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
રિક્ષા ચાલક અને બાળક - Divya Bhaskar
રિક્ષા ચાલક અને બાળક

અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી રિક્ષામાં બેઠેલા લોકોની નજર ચૂકવીને કિંમતી વસ્તુઓ ચોરી થવાના બનાવ બની રહ્યા છે. ઘણી વખત રીક્ષા ચાલક પણ આખી ગેંગ ચલાવતો હોવાના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. પરંતુ હજી ઘણા ઈમાનદાર લોકોએ ઈમાનદારી છોડી નથી. આજે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. શહેરના રાણીપ વિસ્તારમાં એક બાળક રિક્ષામાં આઈ પેડ અને બેગ ભૂલી ગયો પણ રિક્ષા ચાલકે આ વસ્તુ પોલીસને આપી અને પોલીસે આ ઈમાનદાર રિક્ષા ચાલકને બિરદાવીને બાળક સાથે મળાવીને તેની વસ્તુ પરત આપી હતી.

રિક્ષા ચાલકે પોલીસને જાણ કરી
16 નવેમ્બરની રાત્રે રાતે 10 વાગ્યે એક રિક્ષા ડ્રાઇવર રમેશભાઇ ખેમાભાઇ પરમાર(ઉં.વ.32 ) (રહે.10/310 જય મહાદેવનગર ઔડાના મકાનમાં નવાવાડજ) પોતાની ઓળખ આપી હાથમાં એક સ્કૂલ બેગ સાથે રાણીપ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો. તેણે જણાવ્યું કે એક બાળક પોતાની રિક્ષામાં રાણીપ ડીમાર્ટ ખાતેથી પેસેન્જર તરીકે બેસાડ્યો હતો અને રાણીપ ગામમાં ઉતાર્યો હતો. જે બાળક પોતાની સ્કૂલ બેગ મારી રિક્ષામાં ભૂલી ગયો છે, જે સ્કૂલબેગને રાણીપ પોસ્ટ ખાતે ખોલીને તપાસતા તેમાં અભ્યાસની બુક ઉપરાંત એક એપલ કંપનીનું આઇપેડ તેમજ એક લિનોવોનું ટેબ્લેટ પણ હતુ. જેમા રહેલા ડેટાના આધારે રાણીપ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા તેના મૂળ માલિકની તપાસ કરતા દેવાંશ વિક્રમ વ્યાસ (ઉં.વ.13 રહે. 104, ઇંદ્રપ્રસ્થ 9, માણકી સર્કલ, ન્યુ રાણીપ સાબરમતી)ના હોવાનુ જણાઇ આવ્યું હતું. જેઓને રાણીપ પોલીસ સ્ટેશન ખાતે બોલાવી મૂળ મુદામાલ એવી બેગની ખરાઇ કરાવી બેગ માસ્ટર દેવાંશ તથા તેના કાકા અજયપાલ વ્યાસને સુપ્રત કરી છે.

રિક્ષા ચાલકને પ્રોત્સાહનરૂપે ઇનામ આપ્યું
ત્યાર બાદ રિક્ષા ચાલક રમેશભાઇ ખેમાભાઇ પરમારને રાણીપ પોલીસ પરિવાર અને બેગના માલિક દ્વારા શુભેચ્છા પાઠવી પ્રોત્સાહન રુપે ઇનામ આપવામાં આવ્યું હતું.

એક સામાન્ય વ્યક્તિ જે રિક્ષા ચલાવી પોતાનું તથા પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે, તેમના દ્વારા કોઇપણ પ્રકારના લોભ કે લાલચ વિના નિઃસ્વાર્થ ભાવે પેસેન્જરનો રિક્ષામાં ભૂલાયેલો સામાન પરત આપ્યો છે. આમ એક રિક્ષા ચાલકે ઇમાનદારીનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ પુરું પાડ્યું છે.

અન્ય સમાચારો પણ છે...