અમદાવાદના રીક્ષાવાળાની વ્યથાઃ 21 દિવસ નહીં આખો મહિનો લોકડાઉન માટે તૈયાર છું, પણ મારું ઘર કેવી રીતે ચલાવીશ? સરકારને મદદની પોકાર

પરિવાર સાથે દાણીલીમડાના રીક્ષાચાલક ઝુબેરભાઈ
X

દિવ્ય ભાસ્કર

Mar 26, 2020, 11:21 AM IST

ચેતન પૂરોહિત, અમદાવાદઃ અમદાવાદ સહિત આખો દેશ જ્યારે કોરોના વાઈરસના કહેરથી બચવા 21 દિવસ માટે લોકડાઉન કરાયો છે ત્યારે સૌથી કફોડી હાલત રોજ કમાઈને રોજ ખાનારા વર્ગની થઈ છે. તેમના માટે 21 દિવસ કોઈ આમદાની વિના ઘરમાં પૂરાઈ રહેવું એ જીવન-મરણના સંઘર્ષ સમાન છે. આવી જ વ્યથા ઠાલવતા દાણીલીમડાના રીક્ષાચાલક ઝુબેરભાઈએ DivyaBhaskarને જણાવ્યું હતું કે, તેઓ દેશના કોરોના સામેના જંગમાં સહભાગી થવા 21 દિવસ નહીં પણ 1 મહિના સુધી લોકડાઉન માટે તૈયાર છે, પરંતુ આ 21 દિવસ દરમિયાન તેઓ કમાવા નહીં જાય તો તેમના પરિવારનું ગુજરાન કેમ ચાલશે?

ઝુબેરભાઈના સંકટની વાત તેમના જ શબ્દોમાં....

“હું તો રીક્ષા ચલાવીને મારા પરિવારનું પૂરું કરું છું. સરકારે 21 દિવસનું લોકડાઉન તો આપ્યું છે પણ આ 21 દિવસ હું મારું ઘર કેવી રીતે ચલાવીશ. ખાવા-પીવાનું રાશન ક્યાંથી લાવીશ. હું ખૂબ પરેશાન છું, છોકરાઓની ફી કેવી રીતે ભરીશ, દવા ક્યાંથી લાવીશ.. અમે તો રોજ કમાઈને રોજ ખાવાવાળા છીએ. બહાર સામાન પણ ખૂબ મોંઘો મળી રહ્યો છે. શું કરીશું સમજાતું નથી. અમે તો 21 દિવસ નહીં આખો મહિનો ઘરમાં રહેવા તૈયાર છીએ. પણ હું સામાન્ય માણસ છું. મને તો સમજાતું જ નથી કે ઘર કેવી રીતે ચલાવીશ. મારી સરકારને અપીલ છે કે 21 દિવસના લોકડાઉનમાં અમારા જેવાને થોડીક મદદની જરૂર છે.”

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી