વાઈરલ ઈન્ફ્કેશન:અમદાવાદમાં H3N2 ફ્લૂના 4દિવસમાં 4 કેસ નોંધાયા, 2 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. જેની સાથે સાથે હવે H3N2 ફલૂના કેસોમાં પણ વધારો થયો છે. અમદાવાદમાં છેલ્લા ચાર દિવસમાં ચાર કેસો H3N2 ફલૂના નોંધાયા છે. જેમાં બે દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે. શહેરમાં જાન્યુઆરી 2023 થી લઈ આજ દિન સુધી H3N2 ફલૂના કુલ 23 કેસો નોંધાયા છે. કોરોનાના કેસોમાં પણ વધારો થયો છે. હાલમાં કુલ 228 જેટલા કેસો એક્ટિવ છે. જોકે તેમાં એક પણ દર્દી હોસ્પિટલમાં દાખલ નથી. કોરોનાના કેસો અને H3N2 ફ્લૂના દેશોમાં વધારો થતા ફરીથી સંજીવની રથ વિવિધ વિસ્તારોમાં શરૂ કરવામાં આવ્યા છે અને લોકોની સારવાર કરવામાં આવી રહી છે.

H3N2નું એક દર્દી એલ.જી અને એક દર્દી શારદાબેનમાં દાખલ
હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીના ડેપ્યુટી ચેરમેન પ્રકાશ ગુર્જરે જણાવ્યું હતું કે, H3N2 ફ્લૂના કેસોને લઈ આજે કમિટીમાં ચર્ચા કરવામાં આવી હતી. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક આવેલી હોસ્પિટલોમાં છેલ્લા 4 દિવસમાં 4 કેસ H3N2ના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાંથી એક દર્દી એલ.જી હોસ્પિટલ અને અન્ય એક દર્દી શારદાબેન હોસ્પિટલમાં સારવાર લઈ રહયા છે. કોરોનાના વધતા જતા કેસને ધ્યાનમાં લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા AMCની તમામ હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે.

કોરોનાના વધતાં કેસને પગલે ઘરે જઈને રેપિડ ટેસ્ટ
વધુમાં જણાવ્યું હતું કે કોરોનાના વધતા જતા કેસને ધ્યાનમાં લઈને AMCના મેડિકલ અધિકારીઓ હવે ઘરે જઈને રેપિડ ટેસ્ટ શરૂ કરશે. ટેસ્ટ દરિમયાન શંકાસ્પદ લક્ષણો લાગશે તો તે વ્યક્તિને તાત્કાલિક પણે સારવાર શરૂ કરવામાં આવશે. એસ.વી.પી, શારદાબેન અને એલજી હોસ્પિટલમાં પણ ઓક્સિજન બેડ અને દવાનો જથ્થો પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં 7 સંજીવની રથ પણ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં ટેસ્ટિંગથી લઈને તમામ સારવારની સુવિધાઓ ઉપલબ્ધ હશે. જ્યારે હાલમાં એલ.જી અને શારદાબેન હોસ્પિટલની અંદર H3N2 ટેસ્ટ નિશુલ્ક કરવામાં આવી રહ્યા છે.

સીઝનલ ફ્લુ ના નીચે મુજબના લક્ષણો જણાતા શું કરવું...... આવો જાણીએ

કેટેગરી- એ

શરીરનો દુખાવો, માથાનો દુખાવો, ઝાડા અને ઉલ્ટી સાથે અથવા હળવો તાવ અને ઉધરસ તેમજ ગળામાં દુખાવો.

કેટગરી – એ ના લક્ષણો દેખાય તો શું કરવું ?

  • જેમાં ઓસેલ્ટામાવીર દવા લેવાની જરૂર નથી
  • આઈસોલેશનમાં રહેવું તેમજ અન્ય વ્યક્તિઓનો સંપર્ક ટાળવો
  • સિઝનલ ફ્લુ પરીક્ષણની જરૂરી નથી.

કેટેગરી- બી 1

કેટેગરી- એનાં તમામ લક્ષણો ઉપરાંત ભારે તાવ અને ગળામાં સખત દુખાવો અને ખાંસી

કેટેગરી- બી 2

  • કેટેગરી- એનાં તમામ લક્ષણો ઉપરાંત હાઇ રીસ્ક સ્થિતિ
  • ઉંમર 65 વર્ષથી વધુ
  • ગર્ભાવસ્થા
  • 5 વર્ષથી નાની વયના બાળકો
  • શ્વસનતંત્રની બીમારી
  • લાંબાગાળાનાં હૃદય, કિડની, લીવર અને કેન્સરની બીમારી ધરાવતા દર્દી
  • ડાયાબિટીસ ના દર્દી
  • એચઆઇવી/એઇડ્સ

કેટેગરી - બી ના લક્ષણોમાં શું કરવું ?

ઓસેલ્ટામિવીર આપવાની હોય છે આઈસોલેશનમાં રહેવાનું. અન્ય વ્યક્તિઓનો સંપર્ક ટાળવો સિઝનલ ફ્લુ પરીક્ષણની જરૂરી નથી.

કેટેગરી-સી

કેટેગરી- એ અને બી ના લક્ષણો ઉપરાંત શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો અથવા ગભરામણ, ગળફામાં લોહી પડવું અથવા બી.પી ઘટી જવું, ન્યુમોનીયાની અસર

કેટેગરી - સી ના લક્ષણોમાં શું કરવું ?

હોસ્પિટલમાં દાખલ થવું જરૂરી સિઝનલ ફ્લુ પરીક્ષણ કરાવવું જરૂરી ઓસેલ્ટામિવીર આપવાની હોય છે.

અન્ય સમાચારો પણ છે...