રોગચાળો કાબૂમાં:અમદાવાદમાં નવેમ્બરના 20 દિવસમાં ડેન્ગ્યુના 293 કેસ અને ચિકનગુનિયાના 191 કેસ નોંધાયા

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
AMCએ મચ્છરના બ્રિડિંગ શોધવા ટીમો કાર્યરત કરી હતી - Divya Bhaskar
AMCએ મચ્છરના બ્રિડિંગ શોધવા ટીમો કાર્યરત કરી હતી
  • નવેમ્બર 2019 અને 2020 કરતા આ વર્ષે ડેન્ગ્યુના કેસોમાં ઘટાડો જોવા મળ્યો
  • આ જ સમય દરમિયાન સાદા મેલેરિયાના 70 કેસો, ઝેરી મેલેરિયાના 12 કેસો
  • ટાઈફોઈડના 117, ઝાડા ઉલ્ટીના 147, કમળાના 83 કેસો નોંધાયા

અમદાવાદ શહેરમાં ઠંડી વધતા ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસોમાં વધારો થયો હતો. જો કે, બે ત્રણ દિવસથી ઠંડી ઘટતા હવે રોગચાળો ધીરેધીરે કાબૂમાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના આરોગ્ય વિભાગના સત્તાવાર આંકડા મુજબ ચાલુ નવેમ્બર માસમાં 20 દિવસમાં ડેન્ગ્યુના 293 કેસો અને ચિકનગુનિયાના 191 કેસો નોંધાયા છે.

ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસો ઘટ્યા
કોર્પોરેશનના આરોગ્ય વિભાગના હેલ્થ ઓફિસર ડો. ભાવિન સોલંકીના જણાવ્યા મુજબ શહેરમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસો ઘટ્યા છે. નવેમ્બર 2019 અને 2020 કરતા ચાલુ વર્ષે ડેન્ગ્યુના કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે જે

તાવ, શરદી અને ઉધરસ સહિતના દર્દીઓ જોવા મળે છે
1 નવેમ્બરથી 20 નવેમ્બર સુધીના સમયગાળા દરમિયાન મચ્છરજન્ય રોગોમાં ડેન્ગ્યુના 293, ચિકનગુનિયાના 191, સાદા મેલેરિયા 70 કેસો, ઝેરી મેલેરિયાના 12 કેસો નોંધાયા છે. જ્યારે પાણીજન્ય રોગોમાં ટાઈફોઈડના 117, ઝાડા ઉલ્ટીના 147, કમળાના 83 અને કોલેરાના 0 જેટલા કેસો નોંધાયા છે. જ્યારે શહેરના મોટાભાગના વિસ્તારોમાં દવાખાનામાં સવાર- સાંજ લાઇનો દર્દીઓની લાઈનો જોવા મળતી હતી. જે થોડી ઓછી થઈ છે. ખાસ કરીને તાવ, શરદી અને ઉધરસ સહિત અનેક રોગના દર્દીઓ જોવા મળે છે.

મચ્છરજન્ય રોગને કાબૂમાં લેવા મચ્છરના લારવા શોધાયા
મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રએ દાવો કર્યો છે કે, મેલેરિયા વિભાગની 400 જેટલી ટીમ અને હેલ્થ વિભાગની 300 ટીમો શહેરમાં મચ્છરજન્ય રોગોને કાબૂમાં લેવા મચ્છરના બ્રિડિંગ શોધી કાર્યવાહી કરી રહી છે. દરેક જગ્યાએ ફોગિંગ કરવામાં આવી રહ્યું છે, પરંતુ ક્યાંયને ક્યાંય સફાઈના અભાવે શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વધી રહ્યો છે.