સ્વાઈન ફ્લૂ:અમદાવાદમાં 5 મહિનામાં સ્વાઈન ફ્લૂના 1121 કેસ નોંધાયા, 14 લોકો મૃત્યુ પામ્યા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ઓક્ટોબરના અંત સુધીમાં ડેન્ગ્યુના પણ 2 હજારથી વધુ કેસ
  • ઓગસ્ટમાં સૌથી વધુ 737 કેસ અને 6 દર્દીના મોત થયા હતા

શહેરમાં છેલ્લા 5 મહિનામાં સ્વાઈન ફ્લૂના 1121 કેસ નોંધાયા છે. જ્યારે ચાલુ વર્ષે 14 લોકોના સ્વાઈન ફ્લૂથી મોત થયા છે. ચાલુ વર્ષે ઓક્ટબર સુધીમાં ડેન્ગ્યુના પણ 1972 કેસ નોંધાયા છે. શહેરમાં જુલાઈના છેલ્લા સપ્તાહથી સ્વાઈન ફ્લૂના કેસમાં સતત ઉછાળો જોવા મળ્યો હતો. જુલાઈમાં 30, ઓગસ્ટોમાં 737, સપ્ટેમ્બરમાં 283 તથા ઓક્ટોબરમાં 64 કેસ નોંધાયા છે. સ્વાઈન ફ્લૂથી ઓગસ્ટમાં 6, સપ્ટેમ્બરમાં 7 અને ઓક્ટોબરમાં 1 દર્દીનું મોત થયું હતું. 15થી 40 વર્ષના 3 દર્દી, 41થી 55 વર્ષના 5 અને 56થી વધુ વર્ષની ઉંમર ધરાવતા 6 દર્દીના મોત થયા છે. શહેરમાં 655 પુરુષ અને 446 મહિલાને સ્વાઈન ફ્લૂ થયો છે.

શહેરમાં મચ્છરજન્ય રોગચાળામાં પણ ચાલુ વર્ષે 1972 જેટલા ડેન્ગ્યુના કેસો સામે આવ્યા છે. નોંધનીય છેકે, સૌથી વધારે કેસો મ્યુનિ. સંચાલિત હોસ્પિટલ તથા યુએચસીમાં 1120 દર્દીઓ અને ખાનગી હોસ્પિટલમાં 852 જેટલા દર્દીઓ સામે આવ્યા છે. શહેરમાં જુલાઇ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર મહિનામાં જ સૌથી વધારે ડેન્ગ્યુના કેસો સામે આવ્યા છે.

વયજૂથ મુજબ દર્દી

ઉંમરદર્દી
6થી 15117
16થી 40332
41થી55260
56થી વધુ339

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...