રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામને નિયત કરવા સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફીનો કાયદો લાવવામાં આવ્યો છે. 1 ઓક્ટોમ્બર 2022 પહેલા થયેલા ગેરકાયદેસર બાંધકામોને નિયત કરવા માટે ઓનલાઇન અરજી કરવાની હોય છે. અમદાવાદ શહેરમાં ઇમ્પેક્ટ ફીના કાયદાની જાહેરાત બાદ આજદિન સુધી 4048 જેટલી ઓનલાઇન અરજીઓ ગેરકાયદેસર બાંધકામને નિયત કરવા માટે કરવામાં આવી છે. જેમાં અત્યાર સુધીમાં માત્ર વેજલપુર વિસ્તારમાં આવેલા વિકાસ ટેનામેન્ટમાં એક મકાનની અરજીને મંજૂરી આપવામાં આવી છે જ્યારે બે અરજી નામંજૂર કરવામાં આવી છે.
શહેરના પૂર્વ વિસ્તારમાં દક્ષિણ ઝોન મણીનગર, લાંભા, બહેરામપુપુરા, દાણીલીમડા, ખોખરા વટવા, ઇસનપુર, વટવા જીઆઇડીસી સહિતના વિસ્તારોમાંથી સૌથી વધારે અરજી 1153 જેટલી આવી છે. જ્યારે પૂર્વ ઝોનમાં આવતા ઓઢવ, વિરાટનગર, ગોમતીપુર, રામોલ- હાથીજણ, નિકોલ સહિતના વિસ્તારોમાંથી 720 જેટલી અરજીઓ આવી છે. અમદાવાદ શહેરમાં અંદાજે બે લાખથી વધુ ગેરકાયદેસર બાંધકામો છે જેમાં કેટલાક ગેરકાયદેસર બાંધકામો હવે નિયત થઈ શકે તેમ નથી.
ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફીનો જે કાયદો લાવવામાં આવ્યો છે તે લોકો સુધી પહોંચે અને તેનો અમલ થાય તેના માટે થઈ અને પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. TDO કક્ષાના અધિકારી દ્વારા ગેરકાયદેસર બાંધકામને નિયત કરવા માટે થઈ અને લોકોને મદદ કરવામાં આવશે. આજે મળેલી કમિટીમાં ઇમ્પેક્ટ ફી બાબતે ચર્ચા કરવામાં આવી હતી અને ઇમ્પેક્ટ ફી પર પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. એસ્ટેટ વિભાગના અધિકારીઓ દ્વારા આ ઇમ્પેક્ટ ફીને લઈ અને લોકોને ઇમપેક્ટ ફીના કાયદા પ્રમાણે ગેરકાયદેસર બાંધકામને નિયત કરવા માટે થઈ અને મદદ કરવામાં આવશે.
વર્ષ 2012થી 2018માં ઇમ્પેક ફીનો કાયદો અમલમાં લાવવામાં આવ્યો હતો. જેમાં અમદાવાદમાં કુલ 2.43 લાખ જેટલી 1.26 લાખ જેટલી અરજીઓ મંજૂર કરવામાં આવી હતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આ અરજીઓ મંજૂર કરવા બદલ રૂ. 3.49 કરોડની આવક થઈ હતી. 2.43 લાખ જેટલી અરજીઓ માંથી સૌથી વધારે ગેરકાયદેસર બાંધકામને નિયત કરવા માટે પૂર્વ વિસ્તારમાં આવેલા દક્ષિણ ઝોન, ઉત્તર ઝોન અને પૂર્વ ઝોનમાંથી અરજીઓ આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.