તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રથયાત્રા@તસવીરોમાં:'ન ભૂતો ન ભવિષ્યતિ' જેવી રથયાત્રામાં પહેલીવાર ભક્તોથી ભગવાનનું સોશિયલ ડિસ્ટન્સિંગ, તસવીર જૂઠું નથી બોલતી!

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
શાહપુરમાં પોલીસે ઘરના દરવાજા બંધ કરાવી દીધા તો જાળીમાંથી ભગવાનનાં દર્શન કરી રહેલું નાનું બાળક. - Divya Bhaskar
શાહપુરમાં પોલીસે ઘરના દરવાજા બંધ કરાવી દીધા તો જાળીમાંથી ભગવાનનાં દર્શન કરી રહેલું નાનું બાળક.
  • પોલીસના જડબેસલાક બંદોબસ્ત અને બેરિકેડિંગ વચ્ચે પણ અનેરા ઉત્સાહથી ભક્તોએ નગરના નાથને યથાશક્તિ આવકાર્યા
  • નાનું બાળક હોય કે દિવ્યાંગ યુવક, સૌએ પોતાની શક્તિ મુજબ ભક્તિ કરી, કેટલાકે તો વળી ધાબે ચઢીને પુષ્પવર્ષા પણ કરી

ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી આજે 144મી વખત અમદાવાદ શહેરની નગરચર્યાએ નીકળ્યાં હતાં. જોકે અગાઉની રથયાત્રાઓની તુલનામાં આ વખતનો અંદાજ કંઈક અલગ જ હતો. ખુદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીના શબ્દોમાં 'ન ભૂતો ન ભવિષ્યતિ' જેવી ભાસેલી આ રથયાત્રામાં ભગવાન તો હતા, પરંતુ ભક્તો તેમની નજીક પણ ન ફરકે એવી જડબેસલાક 'વ્યવસ્થા' કરવામાં આવી હતી. ભક્તો વિના તો ભગવાન પણ મોળા પડે એ ઉક્તિને સાર્થક કરતી આ રથયાત્રા કેટલીક તસવીરોમાં અહીં દર્શાવવામાં આવી છે.

પહેલી વાર ભગવાનની સવારી વેળાએ ભક્તો 'પીંજરે' પુરાયા
કોરોના મહામારી વચ્ચે ગત વર્ષે રથયાત્રા નિજમંદિર બહાર નીકળી જ નહોતી. જોકે આ વખતે વ્યાપક નિયંત્રણો વચ્ચે રથયાત્રા નીકળી તો ખરી, પરંતુ બિચારા ભક્તોનો મૂડ મરી ગયો. કોરોનાની ત્રીજી લહેરની દહેશત વચ્ચે રથની સવારી દરમિયાન રૂટ પરના તમામ રસ્તા પર જનતા કર્ફ્યૂ લદાયો હતો. આ કારણે રૂટ પરનાં તમામ મકાનો અને શેરીઓને સીલ કરી દેવાયાં હતાં. અંદરના લોકોને બહાર રોડ પર નીકળવા દેવાયા નહોતા અને આ કારણે પહેલીવાર એવું બન્યું હતું કે નગરના નાથ નગરચર્યાએ નીકળ્યા ત્યારે ભક્તોને તેમનાં મકાન-શેરીઓમાં જ કેદ કરી દેવાયા હતા.

રથયાત્રાને આજે જે ઝડપે દોડાવાઈ હતી એનો આ બંને તસવીર બોલતો પુરાવો છે. આગળથી ખલાસીભાઈઓ રથ ખેંચતા હતા, જેને પાછળથી પોલીસ જવાનો ધક્કા મારતા હતા.
રથયાત્રાને આજે જે ઝડપે દોડાવાઈ હતી એનો આ બંને તસવીર બોલતો પુરાવો છે. આગળથી ખલાસીભાઈઓ રથ ખેંચતા હતા, જેને પાછળથી પોલીસ જવાનો ધક્કા મારતા હતા.

પોલીસ-બંદોબસ્ત વચ્ચે દૂરથી પણ નગરજનોએ વા'લાની ઝાંખી કરી
શહેરમાં રથયાત્રાના રૂટ પર ઘણી એવી પોળ અને શેરીઓ આવતી હતી, જ્યાંથી રોડ પર સીધો પ્રવેશ થતો હતો. જોકે ત્યાં કોઈ દરવાજો કે ગેટ ન હોવાને કારણે બેરિકેડ કરવા શક્ય નહોતાં. આ સ્થિતિમાં પોલીસે કર્ફ્યૂ જેવી ટ્રિક અપનાવી રહેવાસીઓને દૂર ઊભા રાખી દર્શન કરવાની તક આપી હતી. નગરજનોએ પણ જે મળ્યું એ ખરું એ રીતે આ તકને સ્વીકારી દૂરથી પણ નગરના નાથનાં દર્શન કરવાની તક ઝડપી લીધી હતી.

ઘી કાંટા વિસ્તારમાંથી રથ પસાર થયા ત્યારે એક ચાલીના દરવાજા બંધ કરી દેવાયા હતા. છતાં ભક્તોનો ઉત્સાહ ઓસર્યો નહોતો અને સળિયાદાર જાળીની પાછળથી 'જય રણછોડ'ના નારા લગાવ્યા હતા.
ઘી કાંટા વિસ્તારમાંથી રથ પસાર થયા ત્યારે એક ચાલીના દરવાજા બંધ કરી દેવાયા હતા. છતાં ભક્તોનો ઉત્સાહ ઓસર્યો નહોતો અને સળિયાદાર જાળીની પાછળથી 'જય રણછોડ'ના નારા લગાવ્યા હતા.

ધાબેથી ફૂલોની છોળો ઉછાળી ભક્તોએ ઉત્સાહભેર પ્રભુને વધાવ્યા
આજે રાયપુર વિસ્તારમાંથી રથયાત્રા પસાર થઈ ત્યારે અસંખ્ય ભક્તોએ ધાબે ચઢી પ્રભુને આવકાર્યા હતા. તેમાં પણ ઘણા હર્ષઘેલા ભક્તોએ ધાબે ફ્લાવર બ્લાસ્ટ કરીને રથ પર ફૂલોની છોળો ઉછાળી હતી. રોડ પર પણ કાગળની રંગબેરંગી પટ્ટીઓ વિખેરાઈ ગઈ હતી અને ઈન્દ્રધનુષી ફૂલો જાણે મોટા ભાઈ અને બહેન સાથે નગરના વિહાર પર નીકળેલા ભગવાન જગદીશને આવકારી રહ્યા હોય એવાં દૃશ્યો સર્જાયાં હતાં.

ભગવાનની સવારી સારંગપુર વિસ્તારમાંથી નીકળી ત્યારે સરકીવાડ પાસેની એક પોળના નાકે બાંકડા આડા કરી દેવાયા હતા, પરંતુ નગરજનોએ ત્યાં ઊભા રહી દર્શન કર્યા હતા.
ભગવાનની સવારી સારંગપુર વિસ્તારમાંથી નીકળી ત્યારે સરકીવાડ પાસેની એક પોળના નાકે બાંકડા આડા કરી દેવાયા હતા, પરંતુ નગરજનોએ ત્યાં ઊભા રહી દર્શન કર્યા હતા.
નાગોરીવાડ પાસે બળિયાકાકાના મંદિર પાસેની એક શેરી બહાર પણ જાળી બંધ કરી દેવાતાં રહેવાસીઓએ ત્યાં ઊભા રહી રથનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
નાગોરીવાડ પાસે બળિયાકાકાના મંદિર પાસેની એક શેરી બહાર પણ જાળી બંધ કરી દેવાતાં રહેવાસીઓએ ત્યાં ઊભા રહી રથનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
સારંગપુર દોલતખાના પાસેથી રથ પસાર થયા ત્યારે દૂર શેરીના નાકે ઊભા રાખી દેવાયેલા ભક્તોએ જગન્નાથનાં દર્શન કર્યાં હતાં.
સારંગપુર દોલતખાના પાસેથી રથ પસાર થયા ત્યારે દૂર શેરીના નાકે ઊભા રાખી દેવાયેલા ભક્તોએ જગન્નાથનાં દર્શન કર્યાં હતાં.
રથ સામાન્ય રીતે સમી સાંજે જ્યાં આવે તે દાણાપીઠમાંથી સવારે નીકળતાં બાળકો પણ કુતૂહલવશ મકાનના છાપરે ચઢી ગયાં હતાં. સૌએ જય રણછોડના નારા લગાવ્યાં હતાં.
રથ સામાન્ય રીતે સમી સાંજે જ્યાં આવે તે દાણાપીઠમાંથી સવારે નીકળતાં બાળકો પણ કુતૂહલવશ મકાનના છાપરે ચઢી ગયાં હતાં. સૌએ જય રણછોડના નારા લગાવ્યાં હતાં.
માણેકચોકની સાંકડી શેરીના ભક્તોએ અમૂલ્ય રત્નોને પણ ઝાંખા પાડે એવી ભક્તિનું હીર દેખાડ્યું હતું અને ધાબેથી રથને આવકાર્યા હતા. જ્યારે સાંકડા રસ્તાને કારણે થોડીક વાર ત્રણેય રથને માણેકચોકમાં રોકીને પાંચેક મિનિટનો વિશ્રામ લેવાયો હતો.

રાયપુર વિસ્તારમાંથી રથ પસાર થયા ત્યારે લોકોએ ધાબેથી ત્રણેય રથમાં બિરાજમાન ભગવાન પર પુષ્પવર્ષા કરી હતી.
રાયપુર વિસ્તારમાંથી રથ પસાર થયા ત્યારે લોકોએ ધાબેથી ત્રણેય રથમાં બિરાજમાન ભગવાન પર પુષ્પવર્ષા કરી હતી.
એવું કહેવાય છે કે ભક્તો આગળ ભગવાન પણ વિવશ થઈ જાય છે, કદાચ આ કારણથી જ નાગોરીવાડમાંથી રથ નીકળ્યા ત્યારે એક દિવ્યાંગ ભક્ત માટે દરવાજા ખૂલી ગયા અને તેણે નિરાંતે 'નાથ'નાં દર્શન કર્યાં હતાં.
એવું કહેવાય છે કે ભક્તો આગળ ભગવાન પણ વિવશ થઈ જાય છે, કદાચ આ કારણથી જ નાગોરીવાડમાંથી રથ નીકળ્યા ત્યારે એક દિવ્યાંગ ભક્ત માટે દરવાજા ખૂલી ગયા અને તેણે નિરાંતે 'નાથ'નાં દર્શન કર્યાં હતાં.
આ વખતે સૌથી વધુ આશ્ચર્ય જે ઝડપથી રથયાત્રા પૂરી થઈ ગઈ એનું હતું. સામાન્ય રીતે સાંજે 8 વાગ્યા પછી નિજમંદિરે પરત ફરતા ત્રણેય રથ આજે 11 વાગ્યા પહેલાં પાછા આવી ગયા હતા.
આ વખતે સૌથી વધુ આશ્ચર્ય જે ઝડપથી રથયાત્રા પૂરી થઈ ગઈ એનું હતું. સામાન્ય રીતે સાંજે 8 વાગ્યા પછી નિજમંદિરે પરત ફરતા ત્રણેય રથ આજે 11 વાગ્યા પહેલાં પાછા આવી ગયા હતા.
અન્ય સમાચારો પણ છે...