તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રથયાત્રાની ટાઇમલાઇન:અમદાવાદમાં રથયાત્રાએ 22 કિ.મી.નું અંતર આ રીતે ચાર કલાક કરતાં ઓછા સમયમાં કાપ્યું, વાંચો ક્યારે રથયાત્રા ક્યાં પહોંચી હતી

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના પહેલાંની રથયાત્રાની અને આજની રથયાત્રાની ટાઈમલાઈન
  • મહામારી પહેલાં કયા સમયે રથયાત્રા ક્યાં પહોંચતી અને આજે કયા સમયે રથયાત્રા ક્યાં પહોંચી

અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની ઐતિહાસિક રથયાત્રા પૂર્ણ થઈ ગઈ છે. દર વર્ષે સામાન્ય રીતે સવારે 7.30 વાગ્યાથી રથયાત્રા શરૂ થઈને રાતના 8 વાગ્યે પૂર્ણ થાય છે. પરંતુ કોરોના મહામારીને કારણે આ વખતે રથયાત્રા 12 વાગ્યા પહેલા નિજ મંદિર પહોંચાડવાનું આયોજન હતું. પરંતુ આ વખતે નક્કી થયેલા સમય 12 વાગ્યા કરતા પણ પહેલા એટલે કે 10 વાગીને 50 મિનિટે ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા હતા. આમ 22 કિ.મી.ની રથયાત્રા માત્ર પોણીચાર કલાકમાં જ પૂર્ણ થઈ ગઈ છે. આમ ઈતિહાસમાં પહેલીવાર આટલા ટૂંકા સમયમાં રથયાત્રાનું સમાપન થયું છે.

નિજ મંદિરે 10.46એ પહેલો રથ ભગવાન જગન્નાથજીનો પરત આવ્યો હતો. ત્યાર બાદ 10.49 વાગ્યે સુભદ્રાજીનો રથ પહોંચ્યો અને 10ને 51 મિનિટે બલરામનો રથ આવી પહોંચ્યો હતો.

ભગવાન માત્ર સવા કલાકમાં જ મોસાળમાં પહોંચ્યા
કોરોના મહામારી પહેલાના વર્ષોમાં ભગવાન 12.30 વાગ્યે મોસાળમાં પહોંચે છે. પરંતુ આજે 4 કલાક વહેલા એટલે 8.30 વાગ્યે મોસાળ સરસપુરમાં પહોંચી ગયા હતા. આમ 7.30 મિનિટે મંદિરેથી નગરચર્યાએ નીકળીને ભગવાન 12.30 વાગ્યે મોસાળમાં પહોંચે છે. જો કે આજે ભગવાન માત્ર સવા કલાકમાં જ મોસાળમાં પહોંચી ગયા હતા.

આ રથયાત્રા ન ભૂતો ન ભવિષ્યતિઃ દિલીપ દાસજી
રથયાત્રા નિજ મંદિરે પહોંચ્યા બાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ કહ્યું કે, સરકાર સાથે રહી 144મી રથયાત્રા સાથ અને સહકારથી પૂર્ણ થઈ આ રથયાત્રા ન ભૂતો ન ભવિષ્યતિ રહી છે.

શ્રદ્ધા અને સ્વાસ્થ્યના જતન સાથે રથયાત્રા પુરી થઈઃ પ્રદિપસિંહ
​​​​​​​​​​​​​​
જ્યારે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહે જણાવ્યું કે, અમદાવાદની પરંપરાગત રથયાત્રા શ્રદ્ધા અને સ્વાસ્થ્યના જતન સાથે પુરી થઈ છે. કોઈ વિઘ્ન વિના 20 કિ.મી.નો રૂટ ફરી રથ પરત ફર્યા છે, જે આનંદનો વિષય છે. લોકોને જે અપીલ કરી હતી, તે પ્રમાણે લોકોએ ઘરમાં રહી ભગવાનના દર્શન કર્યા છે. ભગવનના ચરણમાં કોરોનામાંથી મુક્તિ આપ અને ચોમાસુ સારું રહે તેવી પ્રાર્થના કરું છું.

અન્ય સમાચારો પણ છે...