તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

નિવૃત્તિ:અમદાવાદ રેન્જ IG ડી.બી.વાઘેલા વય નિવૃત્ત, જે.આર.મોથાલિયાને રેન્જ IGનો વધારાનો હવાલો

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વર્ષ 2000ની બેચના IPS ડી.બી.વાઘેલાની ફાઈલ તસવીર

અમદાવાદ રેન્જ IG તરીકે ફરજ બજાવતાં વર્ષ 2000ની બેચના IPS ડી.બી.વાઘેલા આજે વય નિવૃત્ત થઈ ગયા છે. જેને પગલે રેન્જ IGનો હવાલો શહેર ટ્રાફિક પોલીસના JCP જે.આર. મોથલીયાને જ્યારે ACBના એડિશનલ ડાયરેકટર તરીકેનો હવાલો ACBના સ્પેશિયલ ડાયરેકટર કેશવકુમારને સોંપવામાં આવ્યો છે.

કોણ છે ડી.બી. વાઘેલા
અર્થશાસ્ત્રમાં સ્નાતક એવા ડી.બી.વાઘેલાએ વર્ષ 1993માં ભુજ DYSP તરીકે કારકિર્દી શરૂ કરી હતી. ત્યારબાદ વર્ષ 2000માં તેમને IPS તરીકે પ્રમોશન મળ્યું હતું. આમ તેઓ DYSPમાંથી IPS બન્યા હતા. પોલીસ અધિકારી તરીકે તેઓ પાટણ,વલસાડ,બનાસકાંઠા, અમદાવાદ, દાહોદ અને સુરતમાં ફરજ બજાવી ચુક્યા છે. તેમજ IB ઉપરાંત ACBમાં પણ મહત્વપૂર્ણ જવાબદારી સંભાળી ચૂક્યા છે. 

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો