રૂપાણી સરકાર જતાં જ પ્રોજેક્ટ અટક્યો:અમદાવાદ-રાજકોટ સેમી હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટ ઘોંચમાં

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારે હાલ પ્રોજેક્ટ અભરાઇએ ચડાવ્યો

ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની ગુજરાત સરકારે અમદાવાદ અને રાજકોટ વચ્ચે સેમી હાઇસ્પીડ રેલ કોરીડોર બનાવવા માટે કેન્દ્ર સરકાર સમક્ષ જે દરખાસ્ત મૂકી હતી તે પ્રોજેક્ટ હવેની ભૂપેન્દ્ર પટેલ સરકારે અભેરાઇએ ચડાવી દીધો છે.

રાજ્ય સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર રૂપાણી સરકારે આ પ્રોજેક્ટ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી હતી. આ પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટમેન્ટ માટે રશિયન રેલવેઝ આરઝેડડી ઇન્ટરનેશનલના પ્રતિનિધી સાથે મુલાકાત થઇ હતી અને તે કંપનીએ તેમાં રસ દાખવ્યો હતો. પરંતુ હાલ આ મુદ્દો વર્તમાન સરકારની પ્રાથમિકતા યાદીમાંથી હટી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...